ફાટેલા હોઠની સમસ્યા સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તમારા હોઠ શુષ્ક એટલે કે સૂકા થઇ ગયા હોય. આ સમસ્યા સામાન્ય રીતે ઠંડી ઋતુ, શુષ્કતા અથવા ડિહાઇડ્રેશનને કારણે જોવા મળે છે. આ સિવાય તમારી બાકીની ત્વચાની સરખામણીમાં તમારા હોઠમાં તેલની ગ્રંથીઓ હોતી નથી અને તેને સુકાઈ ના જાય તે માટે કુદરતી તેલ બનાવી શકતા નથી.
આનો અર્થ એ છે કે યોગ્ય કાળજી ના રાખો તો તમારા હોઠ ફાટી શકે છે. જો તમે ફાટેલા હોઠથી છુટકારો મેળવવા માટે લિપ બામનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમે આ લેખમાં જણાવવામાં આવેલા મધમાંથી બનાવેલા આ હોમમેઇડ લિપ માસ્કનો ઉપયોગ કરી શકો છો.
મધ અને એલોવેરા જેલથી બનેલો આ લિપ માસ્ક ઘણા ફાયદાકારક પોષક તત્વોની હાજરીને કારણે ફાટેલા હોઠને સાજા કરે છે. આ ક્રીમી ફોર્મ્યુલા તમારા હોઠને આખી રાત હાઇડ્રેટેડ રાખે છે તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત અને ફાયદા વિશે.
લિપ માસ્ક માટે જરૂરી સામગ્રી : એલોવેરા જેલ 2 ચમચી અને મધ 2 ચમચી
બનાવવાની રીત : એક બાઉલમાં મધ અને એલોવેરા જેલ ઉમેરીને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. સૂતા પહેલા હોઠ પર થોડી જેલ લગાવો. સારું પરિણામ મેળવવા માટે તમારા હોઠને સોફ્ટ ટૂથબ્રશથી એક્સ્ફોલિયેટ કરો અને પછી જેલ લગાવો.
હવે મધ અને એલોવેરા જ શા માટે તો, મધ સાથે એલોવેરા માત્ર નમી ને જ નહીં પરંતુ હાઇડ્રેશનને સીલ કરવામાં અને હોઠની શુષ્કતાને રોકવામાં પણ મદદ કરે છે. આ સિવાય બંને વસ્તુઓ હોઠને પર્યાવરણીય નુકસાનથી બચાવે છે. મધ હોઠને મુલાયમ બનાવવા માટે નમી ને બંધ કરવા માટે હ્યુમેક્ટન્ટ તરીકે કામ કરે છે.
મધમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઘા ને ભરવા સુધીના ગુણધર્મો હોય છે. તેથી સદીઓથી તેનો ઉપયોગ ત્વચાની કાળજી લેવા માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે કરવામાં આવે છે. મધ હળવા એક્સ્ફોલિયેટર તરીકે પણ કામ કરે છે અને તમારા હોઠમાંથી મૃત ત્વચાને દૂર કરે છે.
એલોવેરા તમારા હોઠને નરમ બનાવવા માટે મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરે છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ફાટેલા હોઠની સારવાર માટે સારો વિકલ્પ બનાવે છે. તમારા હોઠને સુરક્ષિત રાખવા માટે સવારે SPF વાળા લિપ બામનો ઉપયોગ કરો.
જો કે આ જેલ કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવી છે અને તેની કોઈ આડઅસર નથી. પરંતુ તેમ છતાં તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર નેનો ટેસ્ટ જરૂર કરો. આ એટલા માટે છે કારણ કે દરેક વ્યક્તિની ત્વચા કુદરતી વસ્તુઓ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. તમને આ જાણકારી ચોક્કસ ગમી હશે અને આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.