જરૂરી નથી કે શરીરમાં લોહીની માત્રા વધારવા માટે તમે હંમેશા દવાઓ પર આધારીત રહો. તમે નિયમિતપણે સારો આહાર લઈને અને યોગ કરીને પણ આ સમસ્યાનું નિવારણ લાવી શકો છો.
જો તમારા શરીરમાં લોહીનો અભાવ છે, તો યોગની મદદથી તમે સરળતાથી આ ઉણપને પૂરી કરી શકો છો. સરળ આસનો કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળતાથી સુધારી શકાય છે.
નિયમિતપણે યોગ કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. ચાલો આપણે જાણીએ કે કયા આસનોનો અભ્યાસ કરવાથી શરીરમાં લોહી વધવાનું શરૂ થાય છે.
તાડાસન : તાડાસન કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે, એટલે જે લોકોના શરીરમાં લોહીનો અભાવ છે, તેઓએ આ આસનનો અભ્યાસ કરવો જ જોઇએ. આ એક ખૂબ જ સરળ આસન છે જે કોઈપણ કરી શકે છે.
આ આસનને યોગ સત્રની શરૂઆતમાં અથવા અંતે કરો. આસન દરમ્યાન કરવામાં આવતી શ્વાસ પ્રણાલીને લીધે રક્ત પરિભ્રમણ સુધરશે.
સર્વાંગાસન : સર્વાંગાસન કરવાથી શરીરમાં લોહી વધે છે. આ આસન કરવાથી શરીરના તમામ ભાગોની પણ પ્રેક્ટિસ થઇ જાય છે. કરોડરજ્જુને મજબૂત કરવા માટે લોકો આ આસનનો ઉપયોગ કરતા હોય છે. આસન નિયમિત કરવાથી શરીરની આખી કામગીરી સુધરવા માંડે છે, તેથી આ આસનને જરૂર કરો.
શશાંકાસન : શશાંકાસન કરવાથી આખા શરીરને સ્ટ્રેચ મળે છે સાથે મનને શાંત રાખે છે. આ કરવાથી, શરીરનું લોહીનું પરિભ્રમણ સારું થવા લાગે છે. આસન કરતી વખતે ધ્યાનમાં રાખો કે ક્ષમતા પ્રમાણે તમારા શરીરને આગળ ખેંચો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.