Lohi Vadharva Mate: અહીંયા તમને જણાવીશું કે લોહી વધારવા માટે શું કરવું (Lohi vadharva mate) જોઈએ જેથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય અને શરીરમાં લોહી વધવા લાગે આપણે જાણીએ છીએ કે લોહીની ઉણપના કારણે સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, કમર અને ઘુટણ નો દુખાવો કે પગના દુખાવા અને વાહ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ ઉપરાંત ઘણા બધા તાવ અને બીમારીઓ પણ થાય છે.
લોહીની ઊણપથી આપણી રોગપ્રતિકારક શક્તિ નષ્ટ થવા લાગે છે. જેથી સામાન્ય વાતાવરણમાં પણ શરદી, ઉધરસ અને તાવ થવાની શક્યતાઓ વધી જાય છે. તો ચાલો જાણીએ એ લોહીની ઉણપ દૂર કરવા શું કરવું જોઈએ.
૧) સ્ટોબેરી: સ્ટોબેરી સામાન્ય રીતે સોડિયમ ફ્રી, ફેટ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી પદાર્થ ગણવામાં આવે છે. સ્ટોબેરી ખાવા થી સો ટકા તમે તમારું લોહી વધારી શકો છો. સ્ટોબેરી ફેટ ફ્રી હોવાથી તમારું વજન પણ વધતું નથી.
૨) તરબૂચ:– તરબૂચ ન્યુટ્રીસન થી ભરપુર ગણવામાં આવે છે. તરબૂચ માં ૮૦ થી ૯૦ ટકા જેટલું પાણી રહેલું છે. જે આપણા બોડી માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. લોહીની ઉણપ દૂર કરવા તરબૂચ પણ યોગ્ય વિકલ્પ ગણવામાં આવ્યો છે અને તરબૂચ ની સિઝન માં તેને ખાવુંજ જોઈએ.
૩) પાલક:- પાલક એ લીલી શાકભાજી છે અને કહેવાય છે કે દરેક શાકભાજીમાં પાલક સૌથી બેસ્ટ છે કારણ કે પાલક ખાવાથી લોહી શુદ્ધ બને છે અને શરીરમાં નવું લોહી બનાવી દે છે. માટે પાલક રોજ અથવા તો એકાંતરે ખાવી જોઈએ.
૪) દાડમ: દાડમ આપણા શરીરમાં ઘટી ગયેલા હીમોગ્લોબિન લેવલ ને સુધારવા માટે ખૂબ મહત્વનું ફ્રૂટ છે. માટે જે લોકોનું લોહી ઘટી ગયું હોય તેમણે દાડમ અવશ્ય ખાવી જોઈએ.
૫) બદામ:- રોજ રાત્રે ૫-૬ બદામ પલાળીને સવારે ચાવી-ચાવીને ખાવાથી આપણા શરીરમાં લોહીની, કેલ્શિયમની ઊણપ દૂર થાય છે. આપણું શરીર નવું લોહી બનાવે છે અને જૂના લોહીને શુદ્ધ કરે છે.
૬) ટામેટા:- ટામેટા માં ભરપૂર માત્રા મા વિટામિન રહેલા હોય છે. વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન એ અને ફાઈબર પોટેશિયમ જેવા તત્વોથી ભરપૂર ટમેટા આપણામાં રહેલી લોહીની ઉણપ દૂર કરવા માટે ખૂબ જ સારો વિકલ્પ છે. પરંતુ ટામેટા ક્યારે પણ ભૂખ્યા પેટે ન ખાવા જોઈએ. તમારે જમ્યા બાદ થોડીવાર પછી ટામેટા ખાવા જોઈએ.
૭) સફરજન:- એવું કહેવાય છે કે “જે વ્યક્તિ રોજનું એક સફરજન ખાય તે ક્યારેય પણ ડોક્ટરને ત્યાં ન જાય”. આ વાત સો ટકા સાચી છે કારણકે સફરજનથી લોહી વધે છે અને લોહી સુધરે છે જેથી સફરજન કે તેનું જ્યૂસ રોજ પીવું જોઈએ અને બીમારીઓથી બચવું જોઈએ.
૮) ગાજર:- રોજ એક ગાજર ખાવાથી કે તેનું જ્યૂસ પીવાથી તમારા શરીરમાં નવું લોહી બનશે. તમારી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધી જશે. ૯) કેળા:- કેળામાં રહેલ પ્રોટીન, ખનીજતત્વો અને આયર્ન જેવાં તત્વો લોહીની માત્રા વધારવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. માટે જો રોજ એકથી બે કેળા ખાવા જોઈએ.
૧૦) બીટ: બીટ લોહી વધારવા માટેની સૌથી મહત્વની વસ્તુ ગણવામાં આવે છે. તમે બીમાર પડો ત્યારે ડોક્ટર તમને બીટ ખાવાનુ કહેતા હોય છે અથવા તો ખાવાનુ કહેતા હોય છે. માટે બને તેટલા વધુમાં વધુ બીટ કે તેનો સલાડ ખાવાનું રાખવું જોઈએ.
આ પણ વાંચો:
અહિયાં જણાવવામાં આવેલી દરેક વસ્તુ તમારે દરરોજ ખાવી જોઈએ અથવા તો જ્યારે તેની સીઝન હોય તો ત્યારે તો જરુર ખાવી જોઈએ. આ બધી વસ્તુઓ સિવાય તમે જો સવારે બે ગ્લાસ પાણી પીવો અને આખો દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવો, રોજ સવારે ૩૦ મિનિટ યોગાસન અને કસરત કરો જેથી આપણા શરીરના તમામ અંગોને જોઈએ તેટલું લોહી મળતું રહે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.