lokhand ni tavi saf karav mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર એવું છે કે રોટલી અને પરાઠા શેકતી વખતે તવી બળી જાય છે. રોટલીનો લોટ અને પરાઠાનું તેલ તવી પર ચોંટી જાય છે અને જ્યારે જયારે તવીને ગરમ કરવામાં આવે ત્યારે તેના પર કાર્બનનું એક પડ જમા થતું રહે છે.

આવી તવી પર રોટલી કે પરાઠા શેકવાથી તે બગડી જાય છે અને જો તમે હજુ પણ આવા જ તવી પર રોટલી કે પરાઠા શેકતા હોય તો તે રોટલીમાં લાગીને આ કાર્બન તમારા પેટમાં જાય છે અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો કે બળી ગયેલી લોખંડની તવીને સાફ કરવી પણ સરળ કામ નથી.

ઘણી સ્ત્રીઓ બળી ગયેલી લોખંડની તવી પર રોટલી અને પરાઠા બનાવતી રહે છે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું કે જેની મદદથી તમે બળી ગયેલી તવીને સાફ પણ કરી શકો છો અને પહેલાની જેમ ચમકાવી પણ શકો છો.

તવી ગરમ કરીને સાફ કરો : જો તમારી તવી વધારે બળી નથી અને તેના પર થોડું જ કાર્બન જમા થઈ ગયું છે તો તેને સાફ કરવા માટે તવીને ગેસ પર ઉંચી આંચ પર મુકો. જ્યારે તવી ગરમ થઇ જાય ત્યારે તેના પરના કાર્બન લેયરને ચમચી વડે દૂર કરો.

આમ કરવાથી તમે તમારી તવીને કોઈ પણ મહેનત કર્યા વગર થોડા જ સમયમાં સાફ કરી શકશો. કાર્બન દૂર થઇ ગયા પછી તવી પર સામાન્ય પ્રવાહી ડીશ વૉશનો ઉપયોગ કરવો પડશે અને તેને લોખંડના સ્ક્રબરથી સાફ કરવું પડશે અને તેને પાણીથી ધોવી પડશે. તમારી તવી પહેલાની જેમ ચમકવા લાગશે.

મીઠું અને લીંબુથી કરો સાફ : જો તમારો તવી ખૂબ જ બળી ગઈ છે અને તેને માત્ર સાબુથી ધોવાથી સાફ નથી થતી તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમે તમારી તવીને વધારે મહેનત કર્યા વગર બીજી પદ્ધતિથી સાફ કરી શકો છો.

આ માટે તમારે તવીને ગરમ કરીને તેના પર મીઠું ફેલાવવું પડશે. જ્યારે તવી ગરમ થઈ જાય અને મીઠાનો રંગ આછો બ્રાઉન થવા લાગે ત્યારે તમે ચમચા વડે તવી પર ઘસો. તે તમારા તવી પર જમા થયેલ કાર્બનને દૂર કરશે.

આ પછી પણ જો તવી પર ડાઘા રહી જાય છે તો તમારે તેના પર 1 મોટું લીંબુ નીચોવી અને તવા પર લીંબુની છાલ ઘસો. તેનાથી તમારા તવી પરના ડાઘા પણ ગાયબ થઈ જશે અને તે નવાની જેમ ચમકવા લાગશે. તે પછી તવીને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

વિનેગર : જો તમારે તવીને નવા જેવી ચમકાવવી હોય તો તમારે પહેલા તવીને ઊંધી આંચ પર ગરમ કરવાની છે. આ પછી તેમાં વિનેગર ઉમેરીને તવી પર સારી રીતે ફેલાવો અને તેને લોખંડના સ્ક્રબરથી સાફ કરો. આમ કરવાથી તમારી તવી ઘણી હદ સુધી સાફ થઈ જશે. આ પછી જેમ બધા વાસણો ધોવો છો તેજ રીતે તમે સાબુથી તવી સાફ કરો. તમારી તવી નવાની જેમ ચમકશે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન : તવી પર રોટલી અને પરાઠા જ બનાવો. ધ્યાન રાખો કે તવી પર શાક અને ભાતને ક્યારેય ગરમ ના કરવા જોઈએ. તવીને ધોયા પછી હંમેશા સાફ કરો કારણ કે ભીના તવામાં કાટ લાગવાનો ડર રહે છે. જો તવી બળી ગઈ હોય તો તેનો ફરીથી રોટલી કે પરાઠા બનાવવા ઉપયોગ ના કરો, તેના બદલે પહેલા તેને સાફ કરો અને પછી તેનો ઉપયોગ કરો.

જો તમને આ કિચન ટિપ્સ પસંદ આવી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ધાકરે બેઠા માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા