lot ma kida door karva mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વરસાદ પડવાની સાથે ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે, પરંતુ તેની સાથે મોસમી જીવજંતુઓ, કાદવ, ગંદકી પણ થાય છે. વરસાદની મોસમમાં લોકો બીમાર પણ વધુ પડે છે. ચોમાસામાં સૌથી વધુ અસર તમારા રસોડામાં પડેલી ખાદ્ય સામગ્રી પર પણ થાય છે.

રસોડામાં રહેલું અનાજ અને મસાલામાં કીડા પડી જાય છે અને તે વસ્તુઓને ખરાબ સમજીને ફેંકી દેવી પડે છે. નમકીન અને બિસ્કીટ પણ પહેલા જેવા રહેતા નથી.

ચોખા અને લોટમાં નાની લાલ જીવાત દેખાવા લાગે તેને બહાર દૂર કરવું મુશ્કેલ બની જાય છે. આ જંતુઓ માટે ચોમાસાની ઋતુ સારી હોય છે કારણ કે તે ભેજવાળી સ્થિતિમાં વધે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે તમારા રસોડામાં રહેલી શાકભાજી, મસાલા અને અનાજને યોગ્ય રીતે સ્ટોર કરવું.

જો તમને તમારા લોટના પેકેટમાં નાના-નાના કીડા દેખાય છે તો તમારો લોટ ઝડપથી બગડી શકે છે. જો તમે ઈચ્છો છો કે લોટ બગડે નહીં અને તેમાં કીડા ન આવે તો તમારે આ કામો કરવા જોઈએ. અનાથજી લોટમાં કીડા પણ નહીં પડે અને બગડશે પણ નહીં.

1. ટાઈટ ડબ્બામાં કે કન્ટેનરમાં ભરો : આપણામાંથી ઘણા લોકોને એવી આદત હોય છે કે લોટને પેકેટમાં રાખે છે અને ઘણીવાર તેને જરૂરિયાત મુજબ બહાર કાઢીએ છીએ. જો તમે પણ આ જ રીતે લોટ રાખ્યો હોય તો તરત જ તેને પેકેટમાંથી કાઢીને કોઈ ડબ્બામા ભરી લો.

આના કારણે, લોટમાં કોઈ ભેજ રહેશે નહીં અને લોટમાં કોઈ કીડા કે જીવાત પણ નહીં પડે. આ સિવાય, લોટને નીચે ભીની જગ્યાએ રાક્ષસજો નહીં. તેને ઊંચા સ્લેબ પર કે ઊંચી જગ્યાએ સ્ટોર રાખવું વધુ સારું રહેશે.

2. લોટમાં મુકો તમાલપત્ર : જે ડબ્બામાં લોટને ભરેલો છે તેમાં 2-3 તમાલપત્ર મૂકીને લોટ ભરો, પછી ફરી 2 મૂકો અને લોટ ભરીને છેલ્લે 3-4 તમાલપત્ર મૂકીને ડબ્બાને ચુસ્તપણે બંધ કરી લો. તમાલપત્રની સુગંધથી કોઈ કીડો તમારા લોટને બગાડી શકશે નહીં.

જો તમારા લોટમાં કેટલાક જંતુઓ છે તેમાં પણ તમાલપત્ર મુકવાથી જંતુઓ મરી જાય છે. આ સિવાય તમે 10-12 લીમડાના પાન પણ રાખી શકો છો. આ સિવાય લોટના ડબ્બાને ચુસ્ત રીતે બંધ રાખો.

3. લોટમાં મુકો લવિંગ : આપણા રસોડામાં હંમેશા આખો મસાલા હોય જ છે. તમે આ મસાલાનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં પરંતુ રસોડાના ઘણા કામોને સરળ બનાવવા માટે કરી શકો છો. જેમ કે લવિંગ તમારા લોટને બગડતા બચાવી શકે છે.

તમારે માત્ર એટલું કરવાનું છે કે લોટના ડબ્બામાં અથવા પેકેટમાં 7-8 લવિંગ મૂકીને તેને ચુસ્તપણે બંધ કરી દેવાનું છે. લવિંગની ગંધને કારણે જંતુઓ તમારા લોટની આસપાસ પણ ભટકશે નહીં અને લવિંગની ફ્લેવર તમારી રોટલીમાં પણ આવશે.

ચોમાસામાં ભેજને કારણે લોટને ખુલ્લો ન રાખવો જોઈએ, આ સ્થિતિમાં તે બગડવાની શક્યતા વધી જાય છે, તેથી તમે પણ ચોમાસામાં આ રીતો અજમાવીને તમારા લોટને બગડતા બચાવી શકો છો. જો તમને આ ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા