જ્યોતિષશાસ્ત્રમાં ઘરના રસોડામાં મળતી દરેક વસ્તુને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે. તેમાંથી લોટ એક છે. લોટ માત્ર રોટલીના રૂપમાં જ પેટ નથી ભરતો, પરંતુ લોટના કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને ધનમાં વૃદ્ધિ સહિત અનેક લાભ મળે છે.
લોટનો સંબંધ મા અન્નપૂર્ણા અને મંગળ સાથે રહેલો છે. આવી સ્થિતિમાં માતા અન્નપૂર્ણાની કૃપાની સાથે લોટના ઉપાયથી મંગળની કૃપા પણ મળી શકે છે. તો ચાલો જાણીએ લોટ સંબંધિત ઉપાયો વિશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી ગ્રહનો પ્રકોપ શાંત થાય છે અને ગ્રહોની દશા અને દિશા પણ સુધરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી ધનની બાધાઓ દૂર થાય છે અને ધનમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોટમાં હળદર ભેળવીને ગાયને ખવડાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને રોકાયેલું ધન પણ પાછું આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર શુક્રવાર કે રવિવારે માછલીને લોટની ગોળી ખવડાવવાથી વેપારમાં વૃદ્ધિ અને આર્થિક લાભ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કૂતરાને લોટની રોટલી પર તેલ લગાવીને ખવડાવવાથી શનિદેવની કૃપા થાય છે અને રાહુની આડ અસર ઓછી થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથીને તેલ લગાવેલી લોટની રોટલી ખવડાવવાથી સૌથી મોટામાં મોટી સમસ્યા દૂર થઈ શકે છે. કોર્ટ-ચકેરીમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગાયને ઘી લગાવેલી ઘઉંની રોટલી ખવડાવવાથી લાંબા સમયથી અટકાયેલું પ્રમોશન મળે છે અને નોકરીમાં આવતા અવરોધો દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોટના ડબ્બામાં તુલસીના 5 પાન રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને રસોડામાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. તો આ હતા લોટના કેટલાક ઉપાય, જેને અજમાવવાથી તમને પણ ધન લાભ થઈ શકે છે અને આવકમાં વૃદ્ધિનો યોગ બની શકે છે.
જો તમને આજનો અમારો લેખ પસંદ આવ્યો હોય તો શેર કરો અને આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.