જો તમને એક સવાલ પૂછવામાં આવે કે ન્હાવાના સાબુને તમે કોઈ બીજા મુશ્કેલ કામને સરળ બનાવવા માટે ઉપયોગ કર્યો છે, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે બીજા કામો માટે ભાગ્યે જ સાબુનો ઉપયોગ કર્યો હશે. સારું તો, જો પણ નથી કર્યો તો આજે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ઘરમાં, બાથરૂમમાં અને બગીચામાં હાજર જીવજંતુઓને સરળતાથી ભગાડી કરી શકો છો, તો ચાલો જાણીએ આ ટિપ્સ કઈ છે.
કુદરતી જંતુનાશક સ્પ્રે તૈયાર કરો : સાબુ એક એવી બાથરૂમની પ્રોડક્ટ છે જેની મદદથી તમે સરળતાથી કુદરતી જંતુનાશક સ્પ્રે બનાવીને તૈયાર કરી શકો છો. તેનો ઉપયોગ કિચન સિંક કીડાઓથી લઈને બાથરૂમ સિંક, ગાર્ડનના જીવજંતુઓ સુધી સરળતાથી છાંટી શકો છે. આના ઉપયોગથી જંતુઓ પણ ભાગી જશે અને છોડને પણ કોઈ નુકસાન થશે નહીં.
આ વસ્તુઓની જરૂર પડશે જેમ કે : સાબુ - 1/2 ટુકડો, બેકિંગ સોડા – 2 ચમચી, પાણી – 1 લિટર, સ્પ્રે બોટલ -1, લીમડાનું તેલ – 1/2 ચમચી
બનાવવાની રીત : સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી લઈને અને તેમાં સાબુ નાખો અને તેને 1 કલાક માટે આમ જ છોડી દો. 1 કલાક પછી સાબુને નિચોડીને એક સોલ્યુશન તૈયાર કરો. હવે આ સોલ્યુશનમાં બેકિંગ સોડા સાથે લીમડાનું તેલ ઉમેરો અને તેને બધું સારી રીતે મિક્સ કરો.પછી, વધેલું પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને મિશ્રણને ગળણીથી મદદથી ગાળી લો અને તેને સ્પ્રે બોટલમાં ભરો.
ઉપયોગ ક્યાં કરવો : જો તમે ઘરમાં માખીઓ, સિંક ફ્લાય, કીડી વગેરે જેવા જીવજંતુઓ આવવાથી પરેશાન છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે આ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. તેને સરકારક જગ્યા પર છાંટવાથી તેની તીવ્ર ગંધને કારણે બધા જંતુઓ થોડા સમયમાં ભાગી જશે.
આ સિવાય તમે તેનો ઉપયોગ બાથરૂમના સિંક હેઠળ જોવા મળતા જીવજંતુઓને દૂર કરવા માટે પણ કરી શકો છો. આ સ્પ્રેની મદદથી તમે સ્ટોર રૂમથી લઈને બીજા કોઈ રૂમમાં જંતુઓને દૂર કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.
આ સિવાય વરસાદના લીધે આવતા જીવજંતુઓ માટે ઉપયોગ થઈ શકે છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા સારા અને બીજા ઉપયોગી લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.