ઘરમાં દરરોજ સફાઈ કરવા છતાં મચ્છરો અને માખીઓ જવાનું નામ નથી લેતી. હવે શિયાળામાં પણ તે તમને હેરાન કરે છે. આવી સ્થિતિમાં લોકો મચ્છરોથી છુટકારો મેળવવા માટે બજારમાંથી ઑલઓઉટ પણ ખરીદે છે, પણ ઘણી વાર કંઈક ફર્ક પડતો નથી.
વાસ્તવમાં, મચ્છરોને ભગાડવા માટે બજારમાં મળતી પ્રોડક્ટ થોડા સમય માટે કામ કરે છે પરંતુ થોડા સમય પછી તેની અસર સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય લાવ્યા છીએ, જે તમારા ઘરના મચ્છરોને કોઈ પણ ખર્ચ વગર ઘરમાંથી ભગાડી શકે છે.
સ્પ્રે બનાવો : મચ્છરોને ભગાડવા માટે, તમારે ફક્ત નારિયેળ અને લીમડાના તેલની જરૂર છે. અડધા કપ પાણીમાં બંને તેલના થોડા ટીપાં મિક્સ કરીને લીકવીડ તૈયાર કરો. હવે તેને એક સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં સ્પ્રે કરો. થોડા અઠવાડિયા સુધી સતત કરવાથી મચ્છરો ભાગી જશે.
કોફી : ઊંઘ ભગાડવાની સાથે, મચ્છરોને ભગાડવા માટે પણ કોફી પાવડરનો ઉપયોગ કરી શકાય છે. તમારે ફક્ત ઘરના દરેક ભાગમાં જ્યાં પાણી ભેગું થાય છે ત્યાં કોફી નાખવાની છે. તમે સૂકા કોફી બીન્સને બાળીને ધુમાડો કરીને પણ મચ્છરોને ભગાડી શકો છો.
ધુમાડો : પહેલાના જમાનામાં લોકો ધુમાડો કરીને મચ્છર ભગાડતાં હતા. આ માટે તમારે માત્ર એક દીવો લઈને તેમાં ગોબરના ગોળા (સૂકા છાણા) નાખીને તેના પર કપૂરનો એક ટુકડો નાખીને સળગાવી દો. હવે તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. મચ્છરો તરત જ ત્યાંથી ભાગી જશે.
બીજો સ્પ્રે કામમાં આવશે : મચ્છરોને ભગાડવા માટે તમે લસણનો પણ સ્પ્રે તૈયાર કરી શકો છો. તમારે ફક્ત લસણની છાલ કાઢીને તેને કોઈ ભારે વસ્તુથી પીસવાનું છે. 4 થી 5 લસણને પાણીમાં મિક્સ કરીને તેનો સ્પ્રે મચ્છરોને ભગાડવામાં મદદ કરી શકે છે.
જો તમારા ઘરમાંથી પણ મચ્છર જવાનું નામ નથી લઈ રહ્યા તો આ બધા ઘરેલુ ઉપાય કરી શકો છો. જો તમને આ ઉપાય પસંદ આવ્યો હોય તો, બીજી આવી જ હોમ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.