magaj mate aa aadto sari nathi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈ પણ વ્યક્તિના શરીરમાં મગજ હોવું કેટલું મહત્વનું છે તે કહેવાની કદાચ જરૂર નથી. જ્યારે પણ આપણે કોઈ નિર્ણય લઈએ છીએ અથવા કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ ત્યારે મગજ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમયની સાથે, શરીર પણ વિકાસ પામે છે, પરંતુ મગજ એક એવી વસ્તુ છે, જે શરીર સાથે વિકસતી નથી.

જો તમે શાળા-કોલેજમાં ના જાઓ અથવા ગમે ત્યાંથી કોઈપણ પ્રકારનું નોલેજ પ્રાપ્ત ના કરો, તો મગજ તે જ સ્થિતિમાં રહે છે જેમ નાના બાળકનું હોય છે. તેથી જ મગજનો વિકાસ જરૂરી છે. જોકે, આજની ભાગદોડ ભરી જિંદગીમાં ઘણા લોકોની કેટલીક એવી આદતો અપનાવે છે, જે મગજ પર ખરાબ અસર કરે છે.

એટલા માટે તે ખરાબ આદતોને બદલવી અને સારી ટેવો અપનાવવી જરૂરી છે, જે મગજ માટે સારી છે. ચાલો તમને જણાવી દઈએ તે આદતો વિશે, જે મગજ માટે બિલકુલ સારી નથી.

વધારે સુગર ન લો : આપણો ખોરાક મગજ પર પણ સીધી અસર કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ખાંડ (સુગર) લાંબા સમય સુધી વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે મગજના વિકાસને ધીમો પાડે છે. આ સાથે, તે અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે, જે મગજને પણ અસર કરે છે. તેથી હવેથી આ આદતને અત્યારે જ બદલો.

તણાવથી દૂર રહો : હંમેશા તણાવમાં રહેવાથી શરીર તેમજ મગજને નુકસાન થાય છે. તણાવને કારણે લોકોને ભૂલી જવાની બીમારી પણ થાય છે. તેથી તમારી જાતને શક્ય તેટલી વ્યસ્ત રાખો, સંગીત સાંભળો, યોગ કરો. આ તણાવથી દૂર રહેવામાં મદદ કરે છે અને મગજને તીવ્ર બનાવે છે.

સવારે નાસ્તો ન કરવો : દિવસભરમાં ફ્રેશ રહેવા માટે સવારનો નાસ્તો ખુબ જ જરૂરી છે. જો કે, ઘણા લોકોની આ આદત હોય છે કે તેઓ સવારે નાસ્તો કરતા નથી અથવા તે કરવાનું ભૂલી જાય છે. આ સ્થિતિમાં, તે માત્ર શરીર માટે જ નહીં પણ મગજ માટે પણ હાનિકારક બની શકે છે.

ઊંઘને લગતી આદતો બદલો : ઘણા લોકોને આ આદત હોય છે, કાં તો તેઓ વધારે સુવે છે અથવા ઓછું ઊંઘે છે, જ્યારે આ બંને ખરાબ ટેવો છે. શરીર તંદુરસ્ત અને મગજ યોગ્ય રીતે કામ કરે તે માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે પુખ્ત વયના લોકો માટે સાતથી આઠ કલાકની ઊંઘ પર્યાપ્ત છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા