આજની ભાગદોડમાં આપણે ઘણી બધી વસ્તુઓ યાદ રાખવાના ચક્કરમાં કેટલીક વસ્તુઓ ભૂલી જઈએ છીએ. પણ બાકીનું બધું તો હજુ પણ મેનેજ કરી શકાય છે, પણ જો તમે મેકઅપ કાઢવાનું ભૂલી ગયા છો તો તે તમારી ત્વચાને મોટું નુકસાન કરી શકે છે.
મેકઅપ તમને સુંદર દેખાવમાં મદદ કરે છે પણ તે તમારી સ્કિનને પણ અસર કરે છે. જે રીતે જે મેકઅપ પ્રોડક્ટ્સની એક્સપાયરી છે, એજ રીતે ચહેરા પર મેકઅપ લગાવવાની એક મર્યાદા છે. જો તમે તે સીએમને ઓળંગો છો તો મેકઅપ તમારા ચહેરાને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.
જો તમે મેકઅપ લગાવો છો તો એ પણ ધ્યાન રાખો કે તને ચેહેરા પર વધારે સમય ના રાખો. તમારા ચહેરાને સારી રીતે સાફ કરો અને પછી જ સુવા માટે જાઓ. જો મેકઅપ વધારે લાંબા સમય સુધી ત્વચા પર રહી જાય છે, તો તે કરચલીઓ અને બીજી રેખાઓ પડવાની સમસ્યાઓ થાય છે. તમારા પોર્ટ બંદ થઈ શકે છે અને ત્વચા પહેલા કરતા વધુ ડલ બની શકે છે.
કરચલીઓ અને ઝીણી રેખાઓ : જો મેકઅપ લાંબા સમય સુધી ત્વચા પર રાખવામાં આવે છે, તો તે આપણી ત્વચામાંથી નમી શોષી લે છે, અને પછી આપણી ત્વચાને ખૂબ જ સૂકી બનાવે છે અને જ્યારે તમારી સ્કિન બિનજરૂરી રીતે સૂકી થઇ જાય છે તો તમારા ચહેરા પર કરચલીઓ અને ઝીણી રેખાઓ દેખાવા લાગે છે.
ઉપરાંત, પ્રદુષિત વાતાવરણના રેડિકલના કારણે શુષ્કતાની સમસ્યા વધારે વધી જાય છે, જે કોલેજનને બનતું ઘટાડે છે અને તેના કારણે ત્વચાના સેલ્યુલર નુકસાન થઇ શકે છે.
છિદ્રો બંદ થઇ જવા : મેકઅપ લગાવીને સૂવાથી તમારા છિદ્રોને સૌથી વધુ અસર થાય છે. ઘણા બધા મેકઅપ પ્રોડક્ટમાં સિલિકોન અને બીજા કેમિકલ હોય છે, જે તમારા છિદ્રોને બંધ કરવાનું કામ કરે છે. બીજી બાજુ કેટલીક પ્રોડક્ટમાં ડાઇ અને સેન્ટેડ પરફ્યુમ જે ત્વચાના સ્વાસ્થ્ય માટે સારા નથી.
આનાથી એક્સેસ ઓઇલ અને ગંદકી એકઠી કરીને છિદ્રોને બંધ કરે છે અને આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ખીલનું કારણ બને છે, તેથી સૂતા પહેલા તમારા મેકઅપને દૂર કર્યા પછી ચહેરાને સારા ક્લિનરથી ધોવું પણ જરૂરી છે.
નિર્જીવ ત્વચા : જ્યારે પણ તમે તમારા ચહેરા પર મેકઅપનું એક સ્તર લગાવીને સૂઈ જાઓ છો, ત્યારે તમારી ત્વચા શ્વાસ લઈ શકતી નથી. ફાઉન્ડેશન, પ્રાઇમર, કન્સીલર જેવી પ્રોડક્ટ છિદ્રો બંદ કરે છે, એનાથી જે પણ ધૂળ, માટી અને ગંદકી હોય છે જે મેકઅપની સાથે તમારા ચહેરા લાગેલી રહે છે.
તમારી ત્વચાના કુદરતી ઓઇલ ગંદકીની સાથે મળીને ચહેરા પર જમા થાય છે અને ત્વચામાં મૉઇચ્છરની ઉણપ થઇ જાય છે. આને કારણે ત્વચા નિર્જીવ, સૂકી લાગે છે, તેથી સૂતા પહેલા, ચહેરો ધોયા પછી તમારે સારા મોઇશ્ચરાઇઝર લગાવીને સૂવું જોઈએ.
પાંપણો તૂટવા લાગે છે : તમે આઈલાઈનર, આઈશેડો, મસ્કરા વગેરે લગાવતા હોય અને તેને ઉતારવાનું ભૂલી ગયા છો, તો જાણો તમારી ત્વચા પર, ખાસ કરીને તમારી આંખોની સાથે શું થાય છે? આઈલાઈનર અને આંખના મેકઅપમાં રહેલા કેમિકલ્સ પોપચાના નાના છિદ્રોને પણ બંદ કરી શકે છે, જેથી સોજો આવી જાય છે.
જેના કારણે પાંપણ નબળી પડી જાય છે અને ખૂબ જ ઝડપથી તૂટવા લાગે છે. મસ્કરા તમારી પાંપણોને કમજોર અને સૂકી બનાવે છે. જો મેકઅપ પ્રોડક્ટ આંખો પર રહી જાય છે તો તમને ઇન્ફેક્શન થઇ શકે છે.
જો તમે વારંવાર આવું કરો છો, તો તે કરવાનું ટાળો. અમે એમ નથી કહેતા કે મેક-અપ ન કરો, પરંતુ સૂતા પહેલા તેને દૂર કરો. સૂતા પહેલા તમારો ચહેરો સારી રીતે ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર અને નાઈટ ક્રીમ લગાવો, જેથી તમારી ત્વચા હંમેશા ગ્લોઈંગ રહે.