મલાઈ વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્દી ફેટથી ભરપૂર હોય છે જે તમારી ત્વચાને પોષણ આપે છે અને હાઇડ્રેટ કરે છે. ચણાના લોટ અને હળદરની જેમ મલાઈ પોતે એક જાદુઈ વસ્તુ છે અને પેઢીઓથી તેનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે.
તેથી જ આજે અમે તમને આ લેખ મલાઈથી ફેશિયલ કરવાની રીત જણાવીશું. માત્ર 20 મિનિટમાં તમે પાર્લર જેવી ચમક ઘરે બેઠા મેળવી શકો છો. આની સારી વાત એ છે કે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી અને તમે ઘરે બેઠા કરી શકો છો. ચાલો જાણીએ કે સ્ટેપ બાય સ્ટેપ ફેશિયલ કરવાની રીત.
સ્ટેપ 1. સફાઈ (ક્લીંજિંગ) : ફેશિયલનું પહેલું સ્ટેપ સફાઈ હોય છે. તમારી ત્વચા પર ચોટેલી ધૂળ અને માટીને દૂર કરીને ત્વચાને સાફ કરવાનું કામ કરે છે. જયારે તમારી ત્વચા સાફ થાય હહે ત્યારે તે યુવાન અને ચમકદાર દેખાવા લાગે છે.
સામગ્રી : મલાઈ 1 ચમચી અને હળદર 2 ચપટી. ચહેરાની સફાઈ માટે બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પછી ચહેરા પર લગાવો. આ પછી સુકાઈ જાય એટલે હૂંફાળા પાણીમાં કપડાને ભીનું કરીને લૂછી લો. તેનાથી ચહેરા પર મેકઅપ અને જામેલી ગંદકી સાફ થઈ જશે.
સ્ટેપ 2. એક્સ્ફોલિએટ : મલાઈ એ એક કુદરતી એક્સ્ફોલિયેટર છે જે ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરવાનું કામ કરે છે અને તમને ડાઘરહિત અને જુવાન જુવાન ત્વચા આપે છે.
સામગ્રી : મલાઈ 2 ચમચી અને ચોખાનો લોટ 1 ચમચી. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
પછી તેને તમારા ચહેરા પર લગાવો અને ગોળાકાર ગતિમાં આંગળીઓને ફેરવતા ત્વચાને એક્સફોલિએટ કરો. થોડીવાર આ રીતે રહેવા દો અને પછી કોટનથી ત્વચાને સાફ કરો.
સ્ટેપ 3. મસાજ : મલાઈની મસાજ તમારા છિદ્રો ખોલશે અને તમારી ત્વચાને પૂરતું હાઇડ્રેશન પણ આપશે. મલાઈમાં હાજર પોષક તત્વો રક્ત પરિભ્રમણને વધારે છે અને તમારી ત્વચાને ચમકદાર અને ડાઘરહિત દેખાવ આપે છે. તેના ઉપયોગથી તમે ડ્રાય સ્કિનની સમસ્યાને થોડા જ સમયમાં દૂર કરી શકો છો.
જેમ જેમ મલાઈ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને છિદ્રોને કડક બનાવે છે ત્યારે તમે જોશો કે તમારા ચહેરા પરની ઝીણી રેખાઓ હશે તે દૂર થતી જોવા મળશે. મલાઈમાં એક પ્રોટીન હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં વધારો કરે છે જે તેનો સૌથી મોટો ફાયદો છે.
જો સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચા ટેન થઈ ગઈ હોય તો મલાઈનો ઉપયોગ કરો. તે પોષક તત્ત્વો અને મિનરલ્સ પૂરા પાડે છે જે તમારી ત્વચાને ઠંડી રાખે છે અને તેને હાઇડ્રેટ કરે છે.
સામગ્રી : મલાઈ 2 ચમચી અને ગુલાબ જળના થોડા ટીપાં. આ માટે મલાઈનું એક પાતળું પડ લો અને તેમાં ગુલાબજળના થોડા ટીપાં ઉમેરીને મિક્સ કરો. હવે આનાથી ચહેરાને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં મસાજ કરો. મળીને થોડીવાર રહેવા દો અને પછી કોટન બોલથી સાફ કરી લો.
સ્ટેપ 4. ફેસ પેક : ફેશિયલનું આ છેલ્લું સ્ટેપ છે. જેમાં ચહેરા માટે હળદર અને મલાઈ તમને કુદરતી ચમક આપવાનું કામ કરે છે. આ માટે તમારે હળદર પાવડર 1/2 ચમચી અને મલાઈ – 1 મોટી ચમચી
લેવાની છે.
ફેસ પેક બનાવવા માટે હળદર પાવડરને મલાઈ સાથે મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. મસાજ પછી થોડી વાર લગાવેલું રહેવા દો. આ પછી ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો.
તમે પણ નવરાત્રી પહેલા ઘરે આ રીતે ફેશિયલ કરીને પાર્લર જેવો જ ઇન્સ્ટન્ટ ગ્લો મેળવી શકો છો. જો તમને આ ફેશિયલ ની ટિપ્સ પસંદ આવી હોય તો આવી જ બ્યુટી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.