malaika arora fitness secrets
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ મલાઈકા અરોરા 48 વર્ષની છે, પરંતુ તેની યુવાની અને બોડીને જોઈને કોઈ તેની સાચી ઉંમરનો અંદાજ લગાવી શકતું નથી. ફિટનેસના મામલે મલાઈકાની ટક્કર આપવી સરળ નથી.

મલાઈકા અરોરા તેના સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર યોગ અને કસરતના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આપને ચોક્કસ કહી શકીએ છીએ કે તેની ફિટનેસ અને સ્લિમ ટ્રીમ બોડીનું રહસ્ય કસરત છે. તે યોગ અને કસરત કરવાનું એક દિવસ પણ ચૂકતી નથી.

જો કે તે પ્રાચીન યોગને વધુ પસંદ કરે છે અને ઘણી વાર મુંબઈમાં તેના યોગ સ્ટુડિયોની બહાર તેમના ઘણા વિડિઓ વાઇરલ થતા જોયા હશે. મલાઈકા અરોરાને જોઈને લગભગ દરેક મહિલા તેમના જેવું શરીર ઈચ્છે છે.

જો તમે પણ એવી મહિલાઓમાંથી એક છો જે તેની વધતી ઉંમરમાં તેના જેવું ફિગર અને કમર ઈચ્છે છે તો આ લેખ તમારે ચોક્કસ વાંચવો જોઈએ. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ તેમના ઇન્સ્ટાગ્રામ દ્વારા 1 વીડિયો શેર કર્યો હતો જેમાં તે પેટની ચરબી ઘટાડવા માટે કસરત કરતા જોઈ શકાય છે.

પેટની ચરબીથી પરેશાન મહિલાઓ આ કસરત ઘરે કરી શકે છે. આ કેવી રીતે કરવું તેનો વિડિઓ પણ બતાવીશું. આ યોગને કેટ કાઉ પોસ કહેવાય છે. મલાઈકા અરોરાએ તેના વીડિયો શેર કરતા કહ્યું છે કે મજબૂત કોર ફક્ત તમારા સ્નાયુઓને ટોન કરવામાં જ મદદ કરતું નથી પરંતુ તે શક્તિ પણ વધારે છે.

તે કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે, સારી બોડીના સંતુલનને પ્રોત્સાહન આપે છે. તેણે આગળ લખ્યું, કે મારા માટે આ યોગ મારા કોર મસલ્સ મજબૂત કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી તમે પણ આ વીડિયોમાં બતાવેલી કસરત કરો અને પરસેવો આવે તે માટે બંને બાજુ 10 વાર કરો.

ફાયદા : પેટને મજબૂત કરવા અને ચરબી ઘટાડવા સિવાય હાથ, ખભા, પીઠની નીચે, ઉપરની પીઠ, પગ, પગની ઘૂંટીઓ, હિપ્સ અને ઘૂંટણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ એક મધ્યવર્તી સ્તરની કસરત છે જે ઘૂંટણિયે પડીને કરવામાં આવે છે. આ સિવાય તે તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. જોવો નીચે આપેલો વિડિઓ.

આ કસરત કરીને તમે પેટની ચરબી ઓછી કરી શકો છો. આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને આવા જ બીજા યોગાસનો જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા