mamara khavana fayda gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે વાત કરીશું મમરા વિશે. મમરા નામ પડતાજ બધાના મનમાં વિચાર આવે કે મમરા વિષે તો શું જાણવાનું? મમરાતો નાનાથી લઈને મોટી ઉંમરના ગરડા બા – દાદા પણ ખાતા હોય છે. પણ મોટા ભાગના લોકો આ મમરા ખાવાથી થતા ફાયદા વિશે જાણતાંજ નથી. બધા લોકો મમરા ખાવા માટે ખાઈ લે છે પણ કોઈ દિવસ તેના શું ફાયદા થાય છે તે વિષે કોઈ વિચાર જ નથી કરતા.

જો તમે પણ એમાંથી હોય તો કમેન્ટ માં જરૂર જણાવજો સાચી વાત કે ખોટી વાત. આપણે બધા લોકો જાણીએ છીએ કે મમરા એ ચોખા દ્વારા બનતી નાસ્તાની આઈટમ છે અને મોટાભાગના લોકોનો ફેવરેટ નાસ્તો પણ હશે. મમરા આપણા સ્વાસ્થ્યને કોઇપણ પ્રકારની હાનિ ન પહોંચાડે તેવો આહાર છે.

મમરા એ આપણા દેશના સર્વશ્રેષ્ઠ ભારતીય નાસ્તા નો એક નાસ્તો છે. મમરાંનું સેવન જુદી-જુદી રીત ભાત દ્વારા પણ કરવામાં આવે છે, પરંતુ દરેકના ઘરમાં મમરા નો નાસ્તો તો અવશ્ય જોવા મળે છે. ઘણાં લોકો મમરાને જુદી જુદી વસ્તુમાં ઉમેરીને તેનો ચેવડા સ્વરૂપે પણ ઉપયોગમાં લે છે.

મમરામાં લોહ તત્વ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ એક વાટકા મમરામાંથી 402 કેલરી અને 100 ગ્રામ પ્રોટીન મેળવી શકાય છે. આ ઉપરાંત ઘણા બધા મિનરલ્સ પણ મમરામાંથી પ્રાપ્ત થાય છે.

એનર્જી વધે છે: મમરાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે. મમરામાં મોટી માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. શરીરના કાર્બ્સને તે ગ્લુકોઝમાં બદલે છે અને તેના કારણે શરીરમાં એનર્જી લેવલ વધારે છે.

પાચનતંત્ર સારુ રહે:  જે લોકોને કબજીયાત ની સમસ્યા હોય તે લોકોએ મમરાનું સેવન કરવું જોઈએ. મમરા ખાવાથી પાચનતંત્ર સારુ રહે છે. સાથે જ કબજીયાતની તકલીફો દૂર થાય છે. મમરામાં ડાઇટરી ફાઇબર રહેલું હોય છે જેનાથી પાચનતંત્ર સારુ રહે છે.

જઠરાગ્નિને લગતી દરેક સમસ્યામાંથી મુક્તિ : મમરાના સેવનથી જઠરાગ્નિને લગતી દરેકે પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે માસપેસીઓ એકદમ મજબુત થાય છે. જે લોકોને એસીડીટીની સમસ્યા છે એ લોકો રાત્રે સૂતાં પહેલાં એક વાટકો મમરાંનું સેવન કરીને ઉપર પાણી નહીં પીવું. આ પ્રયોગ કરવાથી એસીડીટી નો પ્રોબ્લેમ બિલકુલ રહેતો નથી.

ઇમ્યૂનિટી બૂસ્ટ થાય: મમરા વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, ફાઇટોકેમિકલ્સથી ભરપૂર હોય છે. જે ઇમ્યૂન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં ઝડપથી રોગો થવાનો ખતરો ઓછો થઇ જાય છે.

વજન કંટ્રોલમાં રહે: મમરામાં કેલેરીની માત્રા ખુબજ ઓછી હોય છે. એટલા માટે જે વ્યક્તિ ડાયટ કરી રહ્યું છે તે વારંવાર મમરા ખાય તો તેનું શરીર વધતુ નથી અને ભૂખ પણ સંતોષાય છે. જેના કારણે તેનું વજન પણ કંટ્રોલમાં રહે છે.

મમરાના લો કેલેરી નાસ્તામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે અને તમે આ નાસ્તાને ટ્રાવેલિંગ દરમિયાન પણ ઉપયોગ કરી શકો છો અને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મેળવી શકો છો અને આ નાસ્તો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મમરા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ હળવો આહાર કોલેસ્ટ્રોલ, બીપી વાળા દરેક લોકોએ નિયમિન સેવન કરવું.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા