તમે ખીચું તો બનાવ્યું જ હસે અને ખાધું પણ હસે. પણ શું તમે મમરામાંથી બનતું ખીચું ખાધું છે? તમારો જવાબ હસે નાં, તો આજે અહિયાં તમને બતાવીશું કે મમરમાંથી કેવી રીતે ખીચું બનાવી શકાય. આ ખીચું સ્વાદ માં ટેસ્ટી અને ચટપટું બને છે. તો એકવાર આ રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. અને હા, રેસિપી સારી લાગે તો શેર કરવાનુ ભૂલતા નહિ.
- સામગ્રી
- બે કપ મમરા
- એક નાનો છીણેલો આદુનો ટુકડો
- બે લીલા ઝીણા સમારેલા મરચાં
- ૬-૭ મીઠાં લીમડાના પાન
- અડધી ચમચી જીરૂ
- એક ચમચી સફેદ તલ
- ૧/૪ ચમચી અજમોો
- સ્વાદ પ્રમાણે મીઠું
- કોથમીર
મમરાનું ખીચું બનાવવાની રીત:
સૌ પ્રથમ એક મિક્સિગ બાઉલ માં મમરા લઈ તેનો થોડો કરકરો લોટ તૈયાર કરો. ખીચું બનાવતાં હોય ત્યારે પાણી કેટલું એડ કરવું? તો તમે જે બાઉલ માં કરકરો લોટ લઈ ઉપયોગ કરો છો તે બાઉલ કરતા દોઢ ગણું એટલે કે ૧.૫ કપ પાણી એડ કરવુ.
એક પેન મા પાણી એડ કરી પાણી ને ગરમ થવા દો. પાણી ગરમ થાય એટલે તેમાં સમારેલા મરચાના ટુકડાં, લીમડાના પાન, જીરૂ, સફેદ તલ, અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લો. ૨-૩ મીનીટ સારી રીતે બધા મસાલા હલાવી દો. હવે તેમાં કોથમીર એડ કરો.
કોથમીર એડ કર્યા પછી હવે તેમાં મમરાનો લોટ એડ કરવાનો છે. તો એક વેલણ લઈ થોડો થોડો મમારાનો લોટ એડ કરતા જાઓ અને વેલણ ની મદદ થી હલાવતા જાઓ. અહિયાં તમારે પાણી સાથે સારી રીતે બધો લોટ મિક્સ કરવાનો છે.
બધો લોટ મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી ૫-૬ મીનીટ માટે થવા દો. ૫-૬ મીનીટ પછી તમે જોશો તો તમારું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ ખીચું ને એક બાઉલ માં લઇ તેનાપર તેલ લાગવી અને સર્વ કરો. આ ખીચું બનાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.