manchuriyan dhosa
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઢોંસા નું નામ સાંભળતાં જ બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે, તમે ઢોંસા તો ખાધાં હસે અને એ પણ જુદા જુદા પ્રકાર ના ખાધા હસે. પણ શું તમે મંચુરિયન ઢોંસા ખાધાં છે? જો ના, તો અમે તમને આંજે ઘરે રેસ્ટોરન્ટ જેવા મંચુરિયન ઢોંસા કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશું. જો રેસિપી સારી લાગે તો શેર અને લાઇક કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

  • ૨ કપ ચોખા
  • ૧ કપ અડદની દાળ
  • ૧ ટીસ્પુન મેથી
  • ૧/૪ કપ રવો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર મુજબ

સ્ટફીંગની સામગ્રી

  • ૨ કપ ઝીણા સમારેલા ગાજર, કોબી અને કેપ્સીકમ
  • ૨-૩ ઝીણા સમારેલા મરચા
  • ૧ કપ વેજ. મન્ચુરીયન
  • ૧ ચમચી કોર્નફલોર
  • ૧ ચમચી ચીલી સોસ
  • ૧ ચમચી વિનેગર
  • ૧ ચમચી સોયા સોસ
  • ૨ ચમચી ટોમેટો કેચઅપ
  • ૧/૨ ચમચી છીણેલું આદું
  • ૧ ચમચી લસણની પેસ્ટ
  • ૩-૪ ચમચી તેલ
  • લીલા ધાણા
  • મીઠું

dhosa recipe

બનાવવાની રીત

  1. અડદની દાળ, મેથી અને ચોખાને સવારે જુદા-જુદા પાણીમાં પલાળી રાખવા. રાત્રે ચોખામાંથી પાણી નિતારી કરકરા વાટવા.
  2. દાળ અને મેથીમાંથી પાણી નિતારી ખુબ ઝીણી વાટવી. બંને વસ્તુ ભેગી કરી, તેમાં મીઠું અને રવો નાંખી, 10-12 કલાક આથી રાખવું.
  3. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં આદું-મરચા અને લસણની પેસ્ટ નાંખી ૩-૪ મિનિટ સાંતળવું. પછી તેમાં ગાજર, કોબી, કેપ્સીકમ અને મીઠું નાંખી અધકચરું ચડવા દેવું.
  4. પછી તેમાં ચીલી સોસ, વિનેગર, સોયા સોસ અને ટોમેટો કેચઅપ નાંખી ૨-૩ મિનિટ સાંતળવું.
  5. ત્યાર બાદ કોર્નફલોરને અડધા કપ પાણીમાં ઓગળી, તેમાં નાખી, ધીમા તાપે ઉકાળવું.
  6. ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં મન્ચુરીયન નાંખી મિક્સ કરી, ધીમા તાપે થોડીવાર રાખી ઉતારી લેવું. (મન્ચુરીયન નાના હોય તો આખા રાખવા અને મોટા હોય તો તેના બે ટુકડા કરવા ) પછી તેમાં લીલા ધાણા નાંખી સ્ટફીંગ તૈયાર કરવું.
  7. હવે ખીરામાં જરૂર પ્રમાણે પાણી નાખી, નોનસ્ટીક તવા પર તેલ લગાડી, ચમચાથી ગોળ-ગોળ ફેરવીને ખીરું પાથરવું. પૂડા ઉપર બટર અને થોડી લસણની ચટણી લગાવવી. આજુબાજુ ફરતું તેલ નાંખવું અને ધીમા તાપે ઢોસાને શેકવો.
  8. ઢોસો બરાબર શેકાઈ જાય એટલે તેના ઉપર સ્ટફીંગ મૂકી, રોલ વાળવો. પછી ગરમાગરમ ઢોસાને સાંભાર અને ચટણી સાથે પીરસવા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા