mango frooti recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આખો દિવસ ઉપવાસ કર્યા પછી જો આપણે કોઈ વસ્તુની ઈચ્છા હોય તો તે છે પાણી. આપણે આરામથી આખો દિવસ ભૂખ્યા રહી શકીએ છીએ, પરંતુ પાણી વિના જીવવું થોડું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં કંઇક હોય કે ન હોય, પરંતુ શરબત, જ્યુસ કે કોલ્ડ ડ્રિંક્સ પીવાની ઈચ્છા જરૂર થાય છે.

એટલા માટે કોઈને શેક બનાવવો ગમે છે તો કોઈને લીંબુ શિકંજી બનાવે છે. તમે પણ મેંગો શેક, કેળાનો શેક, જ્યુસ બનાવતા જ હશો, પરંતુ શું તમે ક્યારેય ફ્રુટી બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં, તો આ વખતે ફ્રુટી બનાવો. જાણો ફ્રૂટી બનાવવાની રીત.

સામગ્રી

  • 3 કપ – પાકેલી કેરી
  • 1 કપ – કાચી કેરી
  • 1 કપ-ખાંડ
  • 5 કપ – પાણી
  • 2- ફુદીનાના પાન

ફ્રૂટી બનાવવાની રીત

Mango frooti

ફ્રુટી બનાવવી ખૂબ સરળ છે. આ માટે પહેલા કેરીને ધોઈને તેની છાલ ઉતારી લો. પછી કેરીના નાના ટુકડા કરી લો.
હવે એક મોટી કઢાઈમાં પાકી કેરી અને કાચી કેરી અને ખાંડ નાખીને ધીમી આંચ પર પાકવા માટે છોડી દો.

આ જરૂર વાંચો: દહીંનું રાઇતું બનાવવાની રીત, ટિપ્સ અને ટ્રીકસ સાથે

  • જ્યારે ખાંડ થોડી ઓગળવા લાગે ત્યારે તેમાં 2 કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધ્યાનમાં રાખો કે પાણી ઉમેર્યા પછી, આપણે 5 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે. પછી કઢાઈને ઢાંકીને 10 મિનિટ સુધી અથવા કેરી નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો.
  • હવે આ પાણીને ગાળી લો અને ઠંડુ થવા માટે રાખો. પલ્પને બાજુમાં મુકો કારણ કે તેનો ઉપયોગ પછી કરવાનો છે.
    બાજુમાં મુકેલા પલ્પને મિક્સરમાં નાખીને ગ્રાઈન્ડ કરી લો અને પલ્પને ફરીથી ગાળી લો. જેથી તેમાં રહેલો બધો રસ નીકળી જાય.

આ જરૂર વાંચો : આ લીંબુ શરબતની 4 અલગ અલગ રેસિપી તમને ઉનાળામાં ફ્રેશ રાખશે

  • આ બધી વસ્તુઓને અગાઉના સ્ટૉકમાં મિક્સ કરો અને તેમાં 2 કપ પાણી ઉમેરીને થોડું પાતળું કરો. તમે ઈચ્છો તો ફ્રુટીને જાડી પણ રાખી શકો છો.
  • બસ તમારી ફ્રુટી તૈયાર છે, જેને તમે ફ્રિજમાં રાખો અને ઠંડી થવા માટે રાખો. પછી તેને ગ્લાસમાં નાખીને સર્વ કરો. )

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા