mango garlic chutney
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તમને દરેક ઘરમાં કેરી જોવા મળી જ જશે. કાચી કેરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. તમે તેની ચટણી પણ બનાવીને ખાધી હશે, પરંતુ સાદી ખાધી હશે.

આજે અમે તમને મસાલેદાર કેરી અને લસણની ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી શીખવીશું. કેરી અને લસણનું મિશ્રણ અદ્ભુત સ્વાદ આપે છે. મારા પર વિશ્વાસ કરો, આ ચટણી ખાધા પછી બધા તમારા વખાણ કરતા થાકી જશે. આવો જાણીએ બનાવવાની રીત.

સામગ્રી

  • 3-4 કાચી કેરી
  • 5 લસણની કળી
  • 4-5 લીલા મરચાં
  • કોથમીર
  • ફુદીના ના પત્તા
  • મીઠું

કેરી લસણની ચટણી બનાવવાનની રીત

  • સૌથી પહેલા કાચી કેરીને સારી રીતે ધોઈ લો અને તેને છોલીને તેના જાડા ટુકડા કરી લો. હવે લસણને છોલીને એક બાઉલમાં રાખો. હવે લીલાં મરચાં, કોથમીર અને ફુદીનાનાં પાનને ધોઈ લો.

આ પણ વાંચો : બજારમાંથી પેકીંગવાળું અથાણું લાવવાને બદલે હવે ઘરે બનાવો કેરીનું અથાણું

  • ત્યાર બાદ મિક્સરમાં લસણ, કોથમીર, ફુદીનો, લીલું મરચું, કાચી કેરી, મીઠું અને થોડું પાણી ઉમેરીને પીસી લો. ચટણીને ખૂબ બારીક પીસવી નહીં. તેનાથી ચટણીનો સ્વાદ ઓછો થઈ જશે.
  • જો તમારે ચટણીનો સ્વાદ બમણો કરવો હોય તો તેને ખાંડાણીમાં પીસી લો. તમારી કેરી અને લસણની ચટણી તૈયાર છે. હવે તમે તેને દાળ ભાત અને પરાઠા સાથે સર્વ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા