mango ketchup recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકોને કેચઅપ ખાવો ખૂબ ગમે છે. તેઓ દરેક વસ્તુ સાથે કેચઅપ ખાવાનું પસંદ કરે છે. પકોડા હોય, ચીલા હોય કે પીઝા હોય. ઘણા લોકો એટલા ક્રેઝી હોય કે તેઓ સામાન્ય ચટણીની જેમ કેચઅપ ખાતા હોય છે. ખાસ કરીને બાળકોને ખૂબ ગમે છે, પરંતુ બજારના કેચઅપ જોઈએ તો તેટલા સારા નથી હોતા.

આવી સ્થિતિમાં તમે ઘરે પણ કેચઅપ કે ચટણી બનાવી શકો છો. પરંતુ આ વખતે અમે તમને ટોમેટો કેચપ નહીં પરંતુ મેંગો કેચપ કેવી રીતે બનાવવું તે શીખવીશું. તેનો સ્વાદ એવો છે કે તમે ટામેટાની ચટણી ખાવાનું પણ ભૂલી જશો. તો ચાલો આજે તમને ઘરે મેંગો કેચપ બનાવવાની સરળ રીત જણાવીએ.

સામગ્રી

  • કેરી – 5
  • આદુ – 1 ચમચી (સમારેલું)
  • વિનેગર – 3 ચમચી
  • મીઠું – 1 ચમચી
  • ખાંડ – અડધો કપ
  • કાળા મરી પાવડર – અડધી ચમચી
  • લવિંગ – 1
  • તજ પાવડર – 1 ચમચી
  • પાણી – અડધુ

કેવી રીતે બનાવવું

 

View this post on Instagram

 

A post shared by Kunal Kapur (@chefkunal)

સૌપ્રથમ કેરીને ધોઈ, છોલીને જીણી કાપો. કાપ્યા પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પલ્પ તૈયાર કરો.
હવે કેરીના પલ્પમાં 1 ચમચી આદુ, અડધો કપ વિનેગર, 1 ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

આ અવશ્ય વાંચો : શેકેલા લીલા મરચા અને કેપ્સીકમની ચટણી બનાવવાની રીત, જાણો માસ્ટર શેફ પાસેથી

આ દરમિયાન એક પેનને ગરમ કરવા રાખો. પછી તેમાં અડધો કપ પાણી અને ખાંડ ઉમેરીને લગભગ 10 મિનિટ સુધી ચડવા દો.
કેચઅપમાં અડધો અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 લવિંગ અને 1 ચમચી તજ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.
જ્યારે મિશ્રણ અડધુ થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. પછી તેને ઠંડુ થવા દો અને નાસ્તા સાથે સર્વ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા