ઉનાળામાં કેરીની વાત કરીએ તો મોઢામાં પાણી આવી જાય છે. આ સમયે માત્ર પાકેલી કેરી જ નહીં પરંતુ કાચી કેરી પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. અન્ય લોકોની જેમ બાળકોને પણ કેરી ખાવી ખૂબ જ ગમે છે. તમે પણ કાચી કેરીની ચટણી એક વાર નહિ પણ ઘણી વખત ટ્રાય કરી હશે.
પરંતુ શું તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે ખરા ? જો નહીં, તો તમારે આ લેખને અંત સુધી જરૂર વાંચવો જોઈએ. કારણ કે આ લેખમાં અમે તમને કાચી કેરીમાંથી તૈયાર કરવામાં આવેલી કેટલીક શ્રેષ્ઠ વાનગીઓ જણાવવા જઈ રહ્યા છીએ, જે બાળકોને પણ પસંદ આવશે.
મેંગો રાઇસ રેસીપી
સામગ્રી : કાચી કેરી – 1/2 છીણેલી, રાંધેલા ભાત – 3 કપ, રાઈ – 1/2 ચમચી, તેલ – 1 ચમચી, મીઠા લીમડાના પાન – 1 ચમચી, મગફળી દાણા – 2 ચમચી, મીઠું – સ્વાદ મુજબ, લીલા મરચા – 1 જીણા સમારેલ , હળદર પાવડર – 1/2 ચમચી, હિંગ – 1/2 ચમચી
મેંગો રાઈસ બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, મરચાં, મગફળી દાણા અને મીહતા લીમડાના પાન નાખીને થોડીવાર સાંતળો. લગભગ 2 મિનિટ પછી તેમાં કાચી કેરી, હિંગ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો અને 1 મિનિટ પકાવો.
હવે તેમાં ભાત અને હળદર પાઉડર ઉમેરીને થોડી વાર હલાવતા રહો. લગભગ 2 મિનિટ સુધી સતત હલાવતા રહ્યા પછી ગેસ બંધ કરો. તમારા મેંગો રાઈસ બનીને તૈયાર છે. મેંગો રાઈસને માત્ર મધ્યમ આંચ પર જ રાંધો.
કાચી કેરીની જેલી
સામગ્રી : કાચી કેરી – 2, ફૂડ કલર – 1 ચપટી, કાળું મીઠું – 1/2 ચમચી, છીણેલું નારિયેળ – 1 ચમચી, ખાંડ – 1/2 ચમચી
આ પણ વાંચો: બજારમાંથી પેકીંગવાળું અથાણું લાવવાને બદલે હવે ઘરે બનાવો કેરીનું અથાણું
જેલી બનાવવાની રીત
સૌપ્રથમ કેરીને છીણીને બાજુમાં રાખો. આ પછી છીણેલી કેરીમાં મીઠું અને ફૂડ કલર મિક્સ કરીને થોડી વાર તડકામાં રાખો. અહીં એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કેરીનું મિશ્રણ નાખીને થોડીવાર સાંતળો.
હવે તેમાં ખાંડ અને છીણેલું નારિયેળ નાખીને લગભગ 2 મિનિટ પકાવો. 2 મિનિટ રાંધ્યા બાદ ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણમાંથી જેલી બનાવો અને થોડી વાર માટે ફ્રીજમાં રાખો. તમારી જેલી બનીને તૈયાર છે.
કાચી કેરીના આમપાપડ
સામગ્રી : કેરી – 2, ખાંડ – 1/2 કપ, ઘી – 1 ચમચી, ગરમ મસાલો – 1/2 ચમચી, કાળું મીઠું – 1/2 ચમચી
આમ પાપડ બનાવવાની રીત
સૌ પ્રથમ, કેરીની છાલ કાઢીને અને બારીક કાપો. હવે એક વાસણમાં એક કપ પાણી અને કેરી નાંખો અને તેને નરમ થાય ત્યાં સુધી સારી રીતે ઉકાળો. કેરીને બાફી લીધા પછી તેને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
હવે પેનમાં ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ કર્યા પછી તેમાં કેરીની પેસ્ટ, ખાંડ અને ગરમ મસાલો નાખીને થોડીવાર પકાવો. હવે તેમાં કાળું મીઠું નાખી થોડી વાર પકાવો અને ગેસ બંધ કરી દો. આ પછી, એક પ્લેટને ગ્રીસ કરો અને કેરીનું મિશ્રણ રેડો, હવે તેને સારી રીતે ફેલાવો અને ઠંડુ થવા માટે રાખો. લગભગ 3-4 કલાક ઠંડુ થયા બાદ પાપડ સાઈઝમાં કાપી લો.
આ પણ વાંચો: ઘરે જ બનાવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી, માર્કેટ જેવું કેરીનો કેચપ
જો તમને આ બધી રેસિપી પસંદ આવી હોય, તો તેને ફેસબુક પર ચોક્કસ શેર કરો અને આવી અવનવી રેસિપી ઘરે બેઠા વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.