અત્યારે દેશભરમાં વાઇરસના કારણે મોટાભાગના લોકો ચિંતા અને ગભરાટ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે મોટાભાગના લોકોને સતત ઘરમાં રહેવાને કારણે ચિંતા અને હતાશાનો સામનો કરવો પડ્યો હતો અને આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમે મંત્રનો જાપ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે આ મંત્રોમાં એટલી શક્તિ રહેલી હોય છે કે તે તમારા મનને તો શાંત રાખશે જ પરંતુ તમે ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી પણ દૂર રહેશો. આજકાલ તણાવપૂર્ણ જીવનમાં ચિંતા, બેચેની અને ઘભરાહટ જેવી બાબતો દરેકને થતી હોય છે. તો આ લેખમાં અહીંયા જણાવેલ મંત્રોના જાપ કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે.
શિવ મંત્રનો કરો જાપ : કેટલાક એવા મંત્રો હોય છે જે તમારા મનને શાંતિ પણ આપે છે અને તમારું કલ્યાણ પણ કરે છે. તેમાંથી એક શિવ મંત્ર છે “ઓમ નમઃ શિવાય”. આ મંત્ર ભગવાન શિવનો છે અને તે ખૂબ જ સરળ અને અસરકારક છે.
આ મંત્રને રુદ્રાક્ષની માળાથી તેનો જાપ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તમે રૂદ્રાક્ષની માળાથી આ મંત્રનો 108 વાર જાપ કરો. આ મંત્રનો જાપ સવારે અથવા સાંજે કોઈપણ સમયે કરી શકો છો. ભગવાન શિવનું ધ્યાન કરવાથી તમને શાંતિ તો મળશે અને તમારી બધી પરેશાનીઓ પણ દૂર થશે.
મનને શાંત કરવા માટે આખી દુનિયામાં ધ્યાન કે જાપ કરવામાં આવે છે. તે તણાવથી છુટકારો મેળવવા માટે એક અસરકારક રીત માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુનો અમોઘ મંત્ર : મનને શાંત કરવા અને તણાવને દૂર કરવા માટે તમે “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરી શકો છો. આ દ્વાદશ અક્ષર મંત્ર ભગવાન વિષ્ણુનો અખંડ મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગસ મંત્રનો જાપ કરવાથી પિતૃ દોષથી રાહત મળે છે.
આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરો. જો કે આ મંત્રનો જાપ સૂર્યાસ્ત પહેલા જ કરવો જોઈએ. ધર્મશાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને વિશ્વની સંભાળ રાખનાર દેવતા માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શાંત અને આનંદમય છે. તેથી સવારે અથવા સાંજે સૂર્યાસ્ત પહેલા આ મંત્રનો જાપ કરવો ફળદાયી છે.
ગણેશ ગાયત્રી મંત્ર : મનની શાંતિ માટે દરરોજ 108 વાર “ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात” નો જાપ કરો. ભગવાન ગણેશના ભક્તો દર બુધવારે આ મંત્રનો જાપ હંમેશા કરે છે, પરંતુ માનસિક શાંતિ માટે તમે સવારે કે સાંજે ગમે ત્યારે આ મંત્રનો જાપ કરી શકો.
એવું માનવામાં આવે છે કે 11 દિવસ સુધી શાંત ચિત્તે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન ગણેશ તેમના ભક્તોની મનોકામના પુરી કરે છે. જ્યારે મંત્રનો અર્થ માત્ર મંત્રોનો પાઠ કરવો નથી હોતો. તણાવથી છુટકારો મેળવવા માટે મંત્રનો જાપ કરતી વખતે સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમે આ માહિતી ને બીજા સુધી જરૂરથી પહોંચાડો. આવી જ બીજી જીવનઉપયોગી અને કિચનટીપ્સ, રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.