આ ત્રણ ઋતુ સિવાય જો ઉનાળાને છોડી દેવામાં આવે, દરેક સિઝનમાં મરચાંના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. મરચાના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે. મરચાના ભજીયા કે પકોડાની રેસીપી દરેક વિસ્તારમાં પ્રમાણે અલગ અલગ હોય છે અને તેનો સ્વાદ મોટાભાગના સ્થળોએ તીખો અને ખાટો હોય છે. પણ જો તમને પૂછવામાં આવે કે તમને કેવા ભજીયા અથવા પકોડા ખાવા ગમે છે, તો તમારો જવાબ શું હશે?
દરેક વસ્તુનો પોતાનો અલગ અલગ સ્વાદ હોય છે અને આ સ્થિતિમાં એક રેસીપી બજારમાં કેવી રીતે ચાલી શકે એમ છે. તો આજે ત્રણ રીતે મરચાંના પકોડા બનાવતા શીખીશું. આજે અમે તમને સિંધી સ્ટાઈલ, રાજસ્થાની અને આંધ્ર સ્ટાઈલ મરચાંના પકોડાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.
1. આંધ્ર સ્ટાઇલ પકોડા :સામગ્રી : 4-5 જાડા મરચા, 3/4 કપ ચણાનો લોટ, 1.5 ટીસ્પૂન સોજી અથવા ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન અજમાના બીજ, 1/4 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ (optional), 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ચપટી કુકીંગ સોડા અને તળવા માટે તેલ
સ્ટફિંગ માટે : 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 લીલું મરચું સમારેલું, 1 ચમચી લીંબુનો રસ
બનવવાની રીત : સૌપ્રથમ ભજીયા માટે બેટર તૈયાર કરો. આ માટે, ઘઉંનો લોટ, ચોખાનો લોટ , મીઠું, અજમાના દાણા, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાંનો પાવડર, કુકીંગ સોડા વગેરેને એકસાથે મિક્સ કરો.
હવે મરચાને વચ્ચેથી કાપીને બધા બીજ કાઢી લો અને થોડું મીઠું લગાવીને તેને બેટરમાં બોળી લો.
હવે તેને તળી લો. તમારે બધી સ્ટફિંગ ઉપરથી નાખવાની છે. તમે તમારી પસંદગીની સામગ્રીનો ઉપયોગ કરી શકો છો.
2. રાજસ્થાની મરચાંના ભજીયા : રાજસ્થાની મરચાંના ભજીયા આમચુરના સ્વાદથી ભરપૂર છે અને તેને મારવાડી મરચાના ભજીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પકોડા માં આમચુર એક ખુબ જ મહત્વની સામગ્રી છે.
સામગ્રી : 1 કપ ચણાનો લોટ, 1 ચપટી હિંગ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચપટી ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 4-5 મોટા મરચા, તળવા માટે તેલ
સ્ટફિંગ માટે : 250 ગ્રામ બટેટા, 1 લીલું મરચું સમારેલું, 2 ચમચી સમારેલું ધાણાજીરું, 1/2 ચમચી વરિયાળી, 1/2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી સૂકી કેરી, 1/4 ચમચી જીરું, 1 ચપટી હિંગ, મીઠું સ્વાદ મુજબ
બનાવવાની રીત : સૌથી પહેલા મરચાંને સારી રીતે ધોઈને તેના બીજ કાઢીને સુકાવા માટે રાખો. હવે બટાકાને બાફીને તેને મેશ કરી લો. તેમાં સ્ટફિંગ માટે ભેગી કરેલી બધી સામગ્રી ઉમેરો અને તેને સારી રીતે મેશ કરો. હવે બટાકાનું મિશ્રણને લીલા મરચામાં ભરો અને એક બાજુ રાખો. એક મોટા વાસણમાં ચણાનો લોટ, હિંગ, લાલ મરચું, થોડું તેલ, 1/2 કપ પાણી મિક્સ કરીને બેટર તૈયાર કરો. આ બેટર જાડું રાખવાનું છે. હવે તેમાં મરચાંને સારી રીતે ડુબાડીને તેલમાં તળી લો.
3. સિંધી સ્ટાઇલ મરચાં પકોડા : આ મરચાં પકોડા મોટે ભાગે ચાટની જેમ ખાવામાં આવે છે અને ચાટ બનાવવા માટે તમે તમારી પસંદગીની કોઈપણ શાકભાજી અથવા ચટણી લઇ શકો છો. અને આ રીતે બનતા ભજીયામાં લીંબુના રસનો ઉપયોગ ખૂબ વધારે થાય છે.
સામગ્રી : 4-5 જાડા લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 2 ટીસ્પૂન લીંબુનો રસ, 1.5 કપ ચણાનો લોટ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર (ઓપ્શનલ છે), એક ચપટી બેકિંગ સોડા, ઓઇલ ફ્રાય માટે
સ્ટફિંગ માટે : તમે ચાટ માટે કોઈપણ સ્ટફિંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે, તમે તમારી પસંદગીની ચટણી, દહીં, બુંદી, નમકીન વગેરેનો ઉપયોગ કરી શકો છો અથવા તેને આમ જ ખાઈ શકો છો.
બનાવવાની રીત : આ કદાચ સૌથી સર રીતે બની જતા ભજીયા હશે અને તમે તેને સ્ટફિંગ વગર ખાઈ શકો છો. મરચાં ધોઈને તેના બીજ કાઢીને તેને એક બાજુ રાખો અને પછી બેટર તૈયાર કરો. તેલને ગરમ થવા મૂકી દો અને બાકીના બેટર કરતા જાદુ બેટર બનાવો અને મરચાને કોટિંગ કરીને તળી લો. બીજી રીતે આ હોઈ શકે છે જેમાં મરચાંને લીંબુ અને ચાટ મસાલા સાથે કોટેડ કરવામાં આવે છે અને 1-2 કલાક માટે રાખવામાં આવે છે. આને કારણે, મરચાંની ત્વચા થોડી નરમ બને છે અને લીંબુનો સ્વાદ અંદર સુધી જાય છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.