અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
Masala Chaas Recipe in Gujarati: શું તમે ઘરે ઉનાળામાં ઠંડી છાશ પીવાના શોખીન છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નીર મોર મસાલા છાશ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
સામગ્રી
- દહીં – 2 કપ
- પાણી – 4 કપ
- કાળા મરી – 1/2 ચમચી
- જીરું – 1 ચમચી
- મીઠો લીમડો – 1 ચમચી
- કોથમીર
- સેંધા મીઠું – 2 ચમચી
- કાળું મીઠું – 1/2 ચમચી
- તેલ – 1 ચમચી
- આદુ – 1.5 ઇંચ
- લીલા મરચા – 4
- રાઈ – 1/2 ચમચી
- મીઠો લીંબડો
- હીંગ – 1 ચમચી
- કોથમીર
- લીંબુનો રસ – 1/2 ચમચી
- બરફના ટુકડા
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નીર મોર મસાલા છાશ (Masala Chaas Recipe in Gujarati)
- સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નીર મોર મસાલા છાશ બનાવવા માટે, એક તપેલી લો અને તેમાં 2 કપ દહીં ઉમેરો. 4 કપ પાણી ઉમેરો અને સારી રીતે વલોવી લો.
- એક મિક્સર જાર લો, તેમાં 1.5 ઇંચ આદુ, 4 લીલા મરચાં, 1/2 ચમચી કાળા મરી, 1 ચમચી જીરું, 1 ચમચી મીઠો લીમડો અને તાજી કોથમીર ઉમેરો. હવે 2 ચમચી પાણી ઉમેરો અને સારી રીતે પીસીને ઝીણી પેસ્ટ બનાવો.
- તૈયાર કરેલી પેસ્ટને ગરણીથી ગાળી લો અને તેને દહીંમાં મિક્સ કરો.
- 2 ચમચી સેંધા મીઠું અને 1/2 ચમચી કાળું મીઠું ઉમેરો અને ફરીથી સારી રીતે વલોવી લો.
આ પણ વાંચો: જો તમે દરરોજના શાકમાં સાઉથ ઇન્ડિયનનો સ્વાદ ઉમેરવા માંગતા હોય તો આ 3 વસ્તુ ઉમરો
- તડકા માટે ગેસ પર તડકા પેન મૂકો, 1 ચમચી તેલ ઉમેરો અને સારી રીતે ગરમ કરો.
- તેલ ગરમ થાય પછી તેમાં 1/2 ચમચી રાઈ, થોડો મીઠો લીમડો, 1 ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી દો.
- હવે આ તડકાને દહીંના મિશ્રણ પર રેડો. ઉપર લીલી કોથમીર ઉમેરો અને સારી રીતે વલોવી લો.
- હવે 1/2 ચમચી લીંબુનો રસ, અને નાના બરફના ટુકડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે તમારી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નીર મોર મસાલા છાશ તૈયાર છે. હવે તમે પણ ઉનાળામાં આ છાશ
- બનાવીને તેનો આનંદ માણી શકો છો.
જો તમને અમારી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નીર મોર મસાલા છાશ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.