આજે તમારી માટે લઈને લઈને આવ્યા છીએ ઇન્સ્ટન્ટ મસાલા ઢોકળા રેસિપી. અહીંયા બટાકાના ચટપટા મસાલા સાથે આ ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ બને છે. અહીંયા બેટર બનાવવામાં કોઈપણ જાતના દહીં, છાશ, કે ઇનોનો ઉપયો કરીશું નહિ. તો ચાલો રેસીપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો .
બેટર બનાવવા માટે સામગ્રી : 1 કપ જીણો રવો, 1 કપ પાણી અથવા જરૂર મુજબ, સ્વાદ મુજબ મીઠું, ½ ચમચી લીંબુના ફૂલ, ¼ ચમચી બેકિંગ સોડા
બેટર બનાવવાં માટે : એક મિક્સિંગ બાઉલમાં રવો, પાણી, મીઠું અને લીંબુ ના ફૂલ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને બેટરને 30 થી 40 મિનિટ માટે આરામ કરવા મુકો જેથી રવો પલળીને ફૂલી જાય.
ચટપટો મસાલો બનાવવા માટે : 1 મોટી ચમચી તેલ, ½ ચમચી જીરું, ½ ચમચી રાઈના દાણા, ચપટી હિંગ, 1 ચમચી આદુ-લસણની, પેસ્ટ, 1 સમારેલું લીલું મરચું, ¼ કપ અથવા 1 નાની કદની સમારેલી ડુંગળી, 1 ચમચી ચણાનો લોટ, ¼ ચમચી લાલ મરચું પાવડર, ¼ ચમચી હળદર પાવડર, ½ ચમચી ધાણાજીરું પાવડર, 1 કપ અથવા 2 મધ્યમ કદના બાફેલા મેશ કરેલા બટાકા, સ્વાદ મુજબ મીઠું, ¼ ચમચી ગરમ મસાલો, 1 ચમચી લીંબુનો રસ, ¼ ચમચી ખાંડ, કોથમીર ના પાન
ચટપટો મસાલો બનાવવા માટે: એક પેનમાં તેલ, જીરું, રાય અને હિંગ ઉમેરો. તેને સારી રીતે સાંતળો. પછી આદુ-લસણની પેસ્ટ અને સમારેલા લીલા મરચા ઉમેરીને સારી રીતે તેને સાંતળો. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને તેનો કલર થોડો બદલાય ત્યાં સુધી સાંતળો.
હવે બાઈન્ડીંગ માટે તેમાં ચણાનો લોટ ઉમેરો અને લોટનો રંગ થોડો બદલાય ત્યાં સુધી તેને સાંતળો. હવે ગેસ ને ઓછી કરી, લાલ મરચું, હળદર પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરો. બધું સારી રીતે ભેળવી દો. પછી બાફેલા અને છૂંદેલા બટાકા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે બધું સારી રીતે ભેળવી દો.
હવે મસાલાને ચટપટો બનાવવા માટે તેમાં ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને કોથમીરના પાન ઉમેરો. બધું સારી રીતે ભેળવી દો.
તો અહીંયા તમારો બટાકાનો ચટપટો મસાલો બનીને તૈયાર છે. આ મસાલાને એક પ્લેટ માં લઇ એકદમ ઠંડો થવો દો. મસાલો ઠંડો થઇ જાય એટલે તેને હાથમાં લઈને આ બટાકાના મસાલામાંથી સમાન કદના રોલ બનાવો.
હવે એક કુકર લઇ થોડું પાણી ઉમેરો અને કૂકરને ગેસ પર મૂકો. કૂકર માં સ્ટેન્ડ ગોઠવી દો.કૂકરનું ઢાંકણું ઢાંકી અને ઉપર થી સીટી કાઢી લઇ તેને 5 મિનિટ માટે પ્રિહિટ થવા દો. 30-40 મિનિટ પછી, બેટર બરાબર પલળીને ફૂલી, ઘટ્ટ થઇ ગયું હશે. જો બેટર વધુ ઘટ્ટ હોય તો તેમાં પાણી ઉમેરો.
ઢોકળાને એકદમ જાળીદાર અને ફૂલેલા બનાવવા માટે બેકિંગ સોડાને બેટરમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પાણી પીવાના સ્ટીલ ના ગ્લાસને અંદરથી તેલથી થોડું ગ્રીસ કરી લો. હવે બનાવેલા બેટર ને ચમચાની મદદથી બેટર ને ગ્લાસ માં ઉમેરો. ગ્લાસ ને અડધો ભરવો. હવે ગ્રીસ સ્ટીલ ગ્લાસમાં 1-2 રોલ કરેલા લાડુ ઉમેરો. બટાકાના રોલને મધ્યમાં મૂકો અને રોલને બેટરથી કવર કરી દો. એ જ રીતે બીજો ગ્લાસ તૈયાર કરો.
હવે પ્રિહિટ કરેલા કૂકરનું ઢાંકણ ખોલી કૂકરમાં રાખેલા સ્ટેન્ડ પર આ ગ્લાસ ને મૂકી દો.કૂકર બંધ કરી ઢોકળાને 15-20 મિનિટ માટે થવા દો (ધીમોં ગેસ રાખવો નહિ.) 15-20 મિનિટ પછી કૂકર ખોલી ઢોકળા ચેક કરી લેવા બરાબર કૂક થયા છે કે નહીં. કૂકરમાંથી ગ્લાસ ને બહાર કાઢી 15-20 મિનિટ માટે ઠંડા થવા દો. ગ્લાસ ઠંડો થયા પછી તેને ઉંધો કરી પાછળ થી ટેપ કરી રોલ ને બહાર કાઢવો.
વગાર માટે : 2 ચમચી તેલ, ચપટી હિંગ, ¼ ચમચી રાઈ, મીઠા લીમડાના પાન, 1 ચમચી સફેદ તલ, ¼ ચમચી લાલ મરચું પાવડર, ½ ચમચી પાવભાજી મસાલો, કોથમીર ના પાન,
વગાર કરવાની રીત : એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન, સફેદ તલ, લાલ મરચું પાવડર, પાવ ભાજી મસાલો અને કેટલીક કોથમીર ઉમેરો. બધું સારી રીતે ભેળવી દો. વગારમાં રોલ ઉમેરો અને વગાર થી સારી રીતે કોટ કરીલો. સારી રીતે કોટ કરી એક પ્લેટમાં લઇ લો.
હવે ચપ્પાની મદદથી રાઉન્ડ શેપ માં કટ કરી લો. મસાલા ઢોકળા બનીને તૈયાર થઇ ગયા છે. ટામેટાની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.
નોંધ લેવી: 30-40 મિનિટ માટે બેટર ને પલાળીને રાખવું જેથી રવો સારી રીતે ફૂલી જાય. મસાલામાં ચણાનો લોટ બાફેલા બટાકામાંથી પાણી શોષી લે છે તેથી રોલ સારી રીતે બનાવી શકાય છે. ગ્લાસ માંથી રોલ ત્યારેજ બહાર કાઢો જયારે ગ્લાસ સંપૂર્ણપણે ઠંડો હોય.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.