આજ પછી ઢોસા બનાવવામાં કોઈ ભૂલ નહિ થાય, ક્રિસ્પી મસાલા પેપર ઢોસા બનાવવાની રીત | Masala dosa recipe gujarati

paper dosa recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઢોસા ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ ઘણી મહિલાઓના મનમાં પ્રશ્ન હોય છે કે તેને અલગ રીતે કેવી રીતે બનાવવું? આનો જવાબ છુપાયેલો છે મસાલા પેપર ઢોસામાં. મસાલા પેપર ઢોસા ખૂબ જ ક્રિસ્પી હોય છે જેના કારણે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

જો કે જ્યારે લોકોને કંઈક હળવું, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખાવાનું મન થાય ત્યારે સૌથી પહેલા જ ઢોસાનું નામ યાદ આવે છે. ઢોસા હોય છે જ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે અને ઢોસા જેટલા વધુ પાતળા હોય તે એટલા જ ક્રિસ્પી બને છે.

તો આજે અહીંયા આપણે 2-4 લોકો માટે ઢોસા બનાવવું જઈ રહયા છીએ. આ મસાલા પેપર ઢોસા બનાવતા 15 થી 30 મિનિટ જેટલો સમાય લાગે છે અને આ ભોજન સંપૂર્ણપણે વેજિટેરિયનમાં આવે છે તો ચાલો જોઈએ ઢોસા બનાવવા માટે જરૂરી સામગ્રી.

મસાલા પેપર ઢોસા બનાવવા માટે સામગ્રી

  • 1.5 કપ ઢોસા ચોખા
  • 1/2 કપ અડદની દાળ
  • 1/4 ચમચી મેથીના દાણા
  • 1/2 કપ પાતળા પૌઆ
  • 1/2 ચમચી સોજી
  • 1 નાની વાટકી બટાકાનું સ્ટફિંગ
  • જરૂર પ્રમાણે તેલ
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું

મસાલા પેપર ઢોસા બનાવવાની રીત

મસાલા પેપર ઢોસા બનાવવા માટે, મિશ્રણ તૈયાર કરવામાં મેથીના દાણાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનું મિશ્રણ તૈયાર કરવા માટે ચોખા અને મેથીના દાણાને અલગ અલગ બાઉલમાં આખી રાત માટે પાણીમાં પલાળી રાખો.

પછી સૌથી પહેલા સવારે ઉઠીને અડદની દાળને 3 થી 4 કલાક માટે પલાળી રાખો. ચોક્કસ સમય પછી દાળમાંથી પાણીને કાઢી લો અને તેને મિક્સરમાં પીસીને બાઉલમાં કાઢી લો. હવે આખી રાત પલાળેલા ચોખા અને મેથીના દાણાને પાણીમાંથી કાઢી લો અને પછી પૌઆને થોડા પલાળીને તેને મિક્સરમાં ચોખા અને મેથીના દાણા સાથે સારી રીતે પીસી લો.

હવે ચોખા અને દાળની પેસ્ટને સારી રીતે મિક્સ કરીને તેને આખી રાત માટે ખમીર આવે ત્યાં સુધી રાખો. બીજા દિવસે સવારે ઉઠીને સૌથી પહેલા આ મિશ્રણમાં થોડો સોજી, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી લો. ઢોસા બનાવવા માટે તમારું બેટર તૈયાર થઇ જશે.

હવે ગેસ ચાલુ કરીને મધ્યમ તાપ પર એક પેનને ગરમ કરવા મૂકો અને તેમાં એક ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય કે તરત ઢોસાના બેટરને ગોળ ગોળ ગતિમાં પેન પર રેડો, બેટરને બહારથી અંદરની તરફ ફેલાવો.

જ્યારે તે નીચેથી શેકાઈ જાય પછી તેમાં ઉપરથી તેલ નાખીને પલટી લો. હવે ઢોસાની વચ્ચે બટેટાનું સ્ટફિંગ હોય તેને ફેલાવી લો. હવે ઢોસાને બંને બાજુથી ફોલ્ડ કરીને ગેસ પરથી ઉતારીને એક પ્લેટમાં રાખો. તો તૈયાર છે મસાલા પેપર ઢોસા, હવે તમે નારિયેળની ચટણી અને સંભાર સાથે ગરમાગરમ સર્વ કરો .