રસોઈની દુનિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે મસાલા પાવ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટ લાગે છે. જયારે તમારી પાસે પાવ અથવા બ્રેડ વધેલા હોય તો તમે એમાંથી તૈયાર કરી શકો છો.
મસાલા પાવ બનાવામાં ફક્ત પાંચ થી દસ મિનિટનો સમય લાગે છે. તમે બાળકોને લંચબોક્સમાં આપી શકો કે સાંજના નાસ્તામાં પણ એને સર્વ કરી શકો છો. ચાલો જોઈએ મસાલા પાવ બનાવવાની રીત.
- સામગ્રી:
- 3 પાવ
- એક ડુંગળી
- એક કેપ્સિકમ મરચું
- એક ટામેટુ
- એક બાફેલું બટાકુ
- ટેબલ સ્પૂન તેલ
- અડધી ચમચી હિંગ
- હાફ ટીસ્પૂન હળદર
- 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
- ભાજીપાવ નો મસાલો
- મીઠું સ્વાદ પ્રમાણે
બનાવવાની રીત:
સૌ પ્રથમ એક ડુંગળી, એક કેપ્સિકમ મરચું અને એક ટામેટુને એકદમ બારીક કટ કરી લો અને એક એક બાફેલું બટાકુ લો. જો તમારી પાસે બટાકા બાફેલા ના હોય તો તમે સ્કિપ કરી શકો છો.
એક પેન માં 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરો. એમાં અડધી ચમચી હિંગ અને ડુંગળી ઉમેરો. જો તમે ડુંગળી ના ખાતા હોય તો, તમારે સૌથી પહેલા કેપ્સીકમ એડ કરવાના અને પછી ટામેટા કરવાના. ડુંગળી ને એકથી બે મિનિટ માટે સાંતળી લો. એકદમ ટ્રાન્સપરન્ટ ગુલાબી થઇ જાય પછી એની અંદર કેપ્સિકમ મરચા એડ કરી લો. ગેસ ની ફ્લેમ મીડીયમ રાખવાની છે.
કેપ્સિકમને લગભગ અડધી મિનિટ માટે સાંતળો અને ત્યાર પછી ટામેટા એડ કરો. હવે એની અંદર મસાલા કરીશું તો, હાફ ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, ભાજીપાવ નો મસાલો, જો તમારી પાસે આ ના હોય તો ગરમ મસાલો લઇ શકો છો અને મીઠું સ્વાદ પ્રમાણે.
હવે મસાલાને મિક્સ કરી લો. હવે ત્રણથી ચાર મિનિટ માટે સાંતળી લો જેથી, મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય. મિક્સ થઇ ગયા પછી એની અંદર થોડું પાણી (અડધી વાટકી) ઉમેરો અને ફરીથી એકવાર અને મિક્સ કરી અને એક મિનિટ રહેવા દો.
એક મિનિટ પછી બટાકાને મેશ કરીને ઉમેરો અને મિક્સ કરી લો. હવે કોઈ મેશરની મદદ થી મેષ કરી લો જે રીતે પાવભાજી માં કરતા હોય તેમ. હવે એને એક થી બે મિનિટ રહેવા દો. તમે અત્યારે એની અંદર એક ચમચી બટર એડ કરી શકો છો.
જો તમારે આ મસાલો એકલા બટરમાં બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો. તેલની જગ્યાએ તમારે બટર લેવાનું. હવે 3 પાવના ટુકડા કરી ઉમેરી લો. જો તમારી પાસે બ્રેડ પડી હોય તો તમે એમાંથી પણ આ રીતે મસાલા બ્રેડ તૈયાર કરી શકો છો. બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દેવાનો છે. થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરી લો. તો મસાલા પાવ બની ને તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.