masala powder recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતીય ભોજનનો સ્વાદ મસાલાઓથી જ આવે છે. જો વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરીને ભોજન બનાવવામાં આવે તો તે સ્વાદિષ્ટ તો બને જ છે સાથે સાથે તે પાચન માટે પણ સારું હોય છે. જો કે બજારમાં શાકનો મસાલો સરળતાથી મળી રહે છે પરંતુ ઘરે બનાવેલા મસાલાના પાવડરનો સ્વાદ બજાર કરતા અલગ જ હોય છે અને તે શુદ્ધ પણ હોય છે.

ભોજનનો સ્વાદ વધારવા માટે જો તમારી પાસે એક એવો મસાલો હોય કે જેનો ઉપયોગ દરેક શાકમાં કરી શકાય તો તે આપણા માટે સરળ રહે છે. જો તમને કહેવામાં આવે કે તમે ઘરે બે અલગ-અલગ પ્રકારના શાકનો મસાલો બનાવી શકો છો જે દરેક પ્રકારના શાકને સારું બનાવશે?

આજે અમે તમને આવા જ બે શાકના મસાલાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ મસાલા મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

1. ડુંગળી અને લસણનો મસાલા : મોટાભાગના ઘરમાં શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે ડુંગળી અને લસણનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ તમારા માટે ખૂબ જ સારો સૂકો મસાલો ઉપયોગમાં આવી શકે છે. તો જાણીયે તેને બનાવવાની રીત.

સામગ્રી : તડકમાં સૂકવેલી 100 ગ્રામ ડુંગળી, 50 ગ્રામ લસણની કળીઓ, 1/2 નાની ચમચી જીરું, 1/2 નાની ચમચી લવિંગ, 1/4 ચમચી સાપ કેસર (ઓપશનલ), 1/2 નાની ચમચી કાળા મરી, 10-12 લીલી ઈલાયચી, 3 ચક્રફુલ, 1 ઈંચ તજનો ટુકડો, 1 ગ્રામ કાળું જીરું, ચપટી હિંગ, 1/2 ચમચી સફેદ તલ, 3 તમાલપત્ર, 1/2 કપ ધાણાજીરું, 1 ચમચી તેલ, 1/2 છીણેલું ટોપરું, 100 ગ્રામ સૂકું લાલ મરચું

બનાવવાની રીત : સૌથી પહેલા આ બધા આખા મસાલા જીરું, લવિંગ, કેસર, કાળા મરી, લીલી ઈલાયચી, ચક્ર ફૂલ, તજનો ટુકડો, કાળું જીરું, હિંગ, સફેદ તલ, તમાલપત્ર અને ધાણાજીરું નાખીને શેકી લો. તેમને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવાનું શરૂ ના થાય.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ નાખીને 1-2 મિનિટ સાંતળો અને ત્યાર બાદ તેમાં સૂકી ડુંગળી નાખીને 2-3 મિનિટ સાંતળો. આમાં તમારે નારિયેળ પાવડર અથવા છીણેલું નારિયેળ પણ શેકવાનું છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લો અને તે જ કઢાઈમાં લાલ મરચાને 1-2 મિનિટ માટે ફ્રાય કરો.

હવે બધું ઠંડુ થવા દો અને ગ્રાઇન્ડરમાં નાખીને ઝીણો પાવડર બનાવી લો. તમે એક પછી એક વસ્તુઓને મિક્સ કરીને પછીથી તેને ગ્રાઇન્ડ કરી શકો છો. હવે તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. ધ્યાનમાં રાખો કે આ મસાલો 1 મહિનાથી વધારે ચાલશે નહીં અને તમારે તેને 1 મહિનામાં ઉપયોગ કરી શકો તેટલો બનાવવો પડશે.

2. કાશ્મીરી ગરમ મસાલા પાવડર : તમે મોટાભાગના બજારમાં મળતા ગરમ મસાલા પાવડરનો જ ઉપયોગ કર્યો જ હશે, પરંતુ તેમાં થોડો વળાંક લાવીને કાશ્મીરી ગરમ મસાલા બનાવી શકાય છે. કાશ્મીરી ફૂડમાં જાયફળ અને વરિયાળીનો ઉપયોગ પણ થાય છે અને તેનો ઉપયોગ આ મસાલા બનાવવામાં પણ કરવામાં આવશે.

સામગ્રી : 1 નાની ચમચી જીરું, 3 લીલી ઈલાયચી, 6 લવિંગ, 2 ઈંચ તજની લાકડી, 2 ચમચી ધાણા, 2 ચમચી કાળા મરી, 1 ચમચી વરિયાળી, 2 તમાલપત્ર, 2 જાવિત્રી, 1/4 ચમચી જાયફળ પાવડર

બનાવવાની રીત : આ મસાલો ઘરે બનાવવો સરળ છે, તમારે ફક્ત બધી સામગ્રીને શેકી લેવાની છે જ્યાં સુધી તેમાંથી સુગંધ ના આવવા લાગે. પછી તમારે તેને ઠંડુ કરીને પીસવું પડશે. તો મસાલો તૈયાર થઇ જશે અને તેને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવાનો છે.

આ બંને પ્રકારના મસાલા તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો અને તમે તેનો ઉપયોગ તમામ પ્રકારના શાકમાં કરી શકો છો. જો તમને આ મસાલા રેસિપી ગમી હોય તો આગળ મોકલજો. આવી જ બીજી રેસિપી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા