અત્યાર નાં જમાનામાં નાના હોય કે મોટા, બધા માણસોના માથામાં ટાલ પડવી, વાળ ખરવા જેવી બિમારીઓ કોમન થઈ ગઈ છે. તમને જણાવીશું કે જો તમારે ટાલ પડી છે કે હવેથી હવેથી ટાલ પડવા દેવી નાં હોય તે વિશે જણાવીશું. મિત્રો અત્યાર નાં જમાનામાં મોટાભાગના યુવાનો વાળ સફેદ થવા, વાળ ખરવા, ટાલ પડવી જેવા કેટલાય પ્રશ્નો થી ઘેરાયેલા અને મુશ્કેલી મા હોય છે.
આજના યુવાન છોકરા – છોકળીઓ માથામાં તેલ નાખતા નથી, તો તેલ ન નાખવાથી પણ આજ કાલ વાળ સફેદ અને ખરવા લાગે છે સાથે વાળ ભૂરા થવા લાગે છે. પૂરતી ઉંઘ ન લેવાથી દાંતના દર્દો, ચામડીના રોગ, વધારે પડતી કેમિકલ દવાઓ લેવાથી પણ ટાલ પડવાની શરુઆત થાય છે.
જો ટાલ પડી હોય અને ન પડવા દેવી હોય તો તેના માટે કેટલાક સૂચનો છે. તો એ છે સંતુલિત ભોજન , શુદ્ધ વાયુ અને શુદ્ધ પાણી ન મળવાથી ટાલ પડવાની શક્યતા વધી જાય છે. માનસિક તાણને કારણે પણ ટાલ પડવાની સ્થિતિ ઉભી થાય છે. વાળમાં ટીનિયાકેફિયસ નામનું જીવાણુ થવાથી પણ ટાલ પડવાની શરૂઆત થાય છે.
આ રોગ જન્મજાત અથવા વંશ પરંપરાગત રીતે પણ હોઈ શકે છે. જો આપણા માતા-પિતા માંથી કોઈ એકને પણ ટાલ હોય તો તેના સંતાનોને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે અથવા એવી શક્યતા ઉભી થાય છે. સુકી ચામડી વાળા ને પણ ટાલ પડવાની શક્યતા વધી જાય છે.
કોસ્ટિક વાળા સાબુ વધારે પડતો ઉપયોગ કરવાથી વાળ ખરવા અને ટાલ પડવાની શરુઆત થાય છે. પિત્ત દોષ ને કારણે પણ વાળના રોગ તથા ટાલ પડે છે. જો તમે સતત ACDT થી પીડાતા હોય તો પણ ટાલ પડી શકે છે. ઝડપી ગુસ્સો આવતો હોય અથવા તો ઉગ્ર સ્વભાવના પણ વાળ મા ટાલ પડવાની વહેલી શરૂઆત થાય છે.
ટાલ ન પડવા દેવી હોય તેના માટે સૂચનો: તો વાળને કાળા કરવાનું ટાળો. કોઈપણ કેમિકલ ડાયનો ઉપયોગ ન કરવો એવું હોય તો ડોક્ટરો અને અને વાળ નાં જાણકાર પણ કહે છે. આપણા વાળ કુદરતી રીતે વાળ કાળા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. સુગંધી સાબુ અને વિવિધ પ્રકારના શેમ્પુ કેમિકલ થી ભરપૂર હોય છે.
એમાંથી મિત્રો બચવું ખૂબ જરૂરી છે. આમળા, શિકાકાઈ એની દેશી પરંપરાઓમાં આપણે આવવું. વાળ ને સાચવવા માટે ખૂબ જરૂરી છે અને ટાલ ન પડવા દેવી હોય તો પણ એમાં થોડુંક ધ્યાન દેવું જરૂરી છે. ભોજનમાં ડુંગળી, વટાણા, અંકુર, ઘઉં, ચણા, ગાજર અને સૂકો મેવો આ બધી ખાદ્ય પદાર્થો આ બધી વસ્તુ નું સેવન કરવાનું રાખીએ એ ટાલ ન પડવા દેવા માટે વાળ માટે ખૂબ જ હિતકાર છે.
પણ આ બધું માપમાં સેવન કરવાનું છે. તમામ મોટા ભાગના પોષકતત્વો લીલી ભાજીઓ નું સેવન કરવાથી મળી રહે છે. દરેક માણસે ગુસ્સાનો ત્યાગ કરવો જરૂરી છે કે તે દોષ ન વધે તેની પણ કાળજી લેવી જરૂરી છે. આ બધી બાબતો પર ધ્યાન દેશો તો જરૂર આમાં તમને લાભ થશે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ.