આ 3 બીમારીમાં મેથીના દાણા ના ખાવા જોઈએ, સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે

મેથીને સામાન્ય રીતે મેથીદાણા તરીકે ઓળખાય છે, તે પશ્ચિમ એશિયા અને દક્ષિણ યુરોપની મૂળ છે પરંતુ તે આજે ભારતમાં પણ વ્યાપકપણે ઉગાડવામાં આવે છે અને સામાન્ય રીતે આપણી દરરોજની રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.

તમે કઢી બનાવવા માટે તાજા પાંદડાનો ઉપયોગ કરી શકો છો અથવા મેથીનો સ્વાદ ઉમેરવા માટે મેથી પાવડર પણ ઉમેરી શકો છો. તમે તીખા મેથીના દાણાનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકો છો. તે ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર છે.

પેટની સમસ્યાઓ અને સાંધાના દુખાવાની સારવારથી લઈને, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી વિવિધ બિમારીઓની સારવાર માટે મોટાભાગે મેથીના દાણાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કહેવાય છે ને કે દરેક વસ્તુનું વધુ સેવન ખરાબ હોય છે અને આ વાત મેથીના દાણા પર પણ લાગુ પડે છે.

વધુ પડતું ખાવાથી ઘણી આડઅસર થઈ શકે છે જેમ કે ઉધરસ, એલર્જી, ઝાડા, નાક બંધ થવું, પેટનું ફૂલવું, ગેસ અને પેશાબમાંથી દુર્ગંધ આવવું વગેરે વગેરે. આ સાથે, 3 એવી બીમારીઓ છે જેમાં તમારે મેથીના દાણાનું સેવન ન કરવું જોઈએ.

પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ સોનાલી સભરવાલે તેના ટ્વીટર દ્વારા આ માહિતી શેર કરી છે. જો તમે પણ મેથીના દાણાનું વધુ પડતું સેવન કરો છો તો આ લેખ તમારે એકવાર જરૂરથી વંચાવો જોઈએ. વિડીયો શેર કરતા તેમને કહ્યું છે કે ‘હું જોઉં છું કે મેથીના દાણાને સાવધાની વગર વિવિધ પરિસ્થિતિઓ માટે ઘરેલું ઉપચાર તરીકે સલાહ આપવામાં આવે છે.

જ્યારે મેથીના દાણાના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે. હું તમારા ધ્યાન પર કેટલાક કિસ્સાઓ લાવવા માંગુ છું જેમાં મેથીના દાણા ખાવાનું ટાળવું જોઈએ.’

પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ લેવાનું ટાળવું જોઈએ

પ્રેગ્નેન્ટ સ્ત્રીઓમાં લોહી પાતળું કરી શકે છે તેથી તેઓએ મેથીના દાણા લેવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, ઘણી સગર્ભા સ્ત્રીઓએ ફરિયાદ હોય છે કે સગર્ભાવસ્થા દરમિયાન મેથીનું સેવન કરવાથી ઉબકા, સામાન્ય અગવડતાથી માંડીને પેટમાં અસ્વસ્થતા, ગેસ, પેટનું ફૂલવું અને ઝાડા જેવી પાચન સમસ્યાઓ થાય છે.

શ્વાસ સબંધિત રોગ

જો કે મેથીના દાણા ફેફસાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રકાશિત થયેલા અગાઉના અભ્યાસમાં જણાવાયું છે કે મેથીના એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણ આપણા ફેફસાં પર સકારાત્મક અસર કરી શકે છે અને શ્વાસ સબંધિત સમસ્યાઓને અટકાવે છે. પરંતુ જો તમે શ્વસન સંબંધી રોગો માટે દવાઓ લઈ રહ્યા હોય તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તે દવાઓની અસરને ધીમી કરે છે.

હાઈ બ્લડ પ્રેશર

ફાઇબરથી ભરપૂર આહારને બ્લડ પ્રેશરના સ્તર સાથે જોડવામાં આવ્યો છે. મેથીના દાણા અને પાંદડામાં સોડિયમ ઓછું હોય છે જો કે, ધ્યાનમાં રાખો કે મેથી બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક હોય છે, પરંતુ તે તમારી બ્લડ સુગરને પણ ઘટાડી શકે છે, જેનો અર્થ છે કે દરરોજ તેનું સેવન ન કરવું આપણા માટે ફાયદાકારક છે.

આ સિવાય જો તમે હાઈ બીપી માટે દવાઓ લઈ રહ્યા છો તો પણ તમારે તેનું સેવન ટાળવું જોઈએ. તેનાથી બીપી વધુ ઘટી શકે છે. તમને આમાંથી કોઈ સમસ્યા છે તો મેથી દાણા ખાવાનું ટાળવું જોઈએ. ડાઈટ સબંધિત આવી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો