methi ladoo recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં બજારમાં લીલી શાકભાજી જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એટલા માટે આયુર્વેદમા શિયાળાની ઋતુ ને આરોગ્યની ઋતુ જણાવી છે. શિયાળામાં લોકો જુદી જુદી વસ્તુઓ જેવી કે ગુંદરના લાડુ, મેથીના લાડુ, કચરિયું વગેરે ખુબજ પ્રમાણમાં ખાય છે.

તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં મેથીના લાડુ બનાવીને ખાવાથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે. તો અહીંયા મેથીના લાડુ બનાવવાની રીત અને સાથે તેનાથી થતા લાભ વિષે જણાવીશું.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે મેથી ટેસ્ટમાં કડવી હોવાથી તે શરીર માટે લાભદાયી રહે છે. જે લોકો શિયાળામાં મેથીના લાડુ ખાય છે તેનું આખું વર્ષ સાંધાની તકલીફોમાંથી રાહત મળે છે એવું આપણા ઘરમાં રહેલા મોટી ઉંમરના લોકો કહેતા હોય છે. મેથીના લાડુ ખાવાથી શરીરના સાંઘાને લગતી તમામ તકલીફોમાંથી ઝડપથી રાહત મળે છે.

તો જાણો જાણીએ મેથીના લાડુ બનાવવાની સરળ રીત. મેથીના લાડુમાં સુંઠ, ઈલાયચી, ગંઠોડા વગેરે જેવા ગરમ પદાર્થનો ઉપયોગ થાય છે જે ખુબ શક્તિતવર્ધક છે. આ પદાર્થો મોટા ભાગે બીજી ઋતુમાં ખાઈ શકતા નથી તેથી શિયાળાની ઠંડીમા આ પદાર્થોનું સેવન કરવામાં આવે તો શરીર સશક્ત બને છે.

મેથીના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી:  250 ગ્રામ અડદનો લોટ, 250 ગ્રામ મેથી, 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ, 500 ગ્રામ ઘી, 750 ગ્રામ ગોળ, 50 ગ્રામ બત્રીસું(કાટલું), 50 ગ્રામ સૂંઠ પાઉડર, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ સૂકું ટોપરું, ગાર્નિશિંગ માટે 3-4 ચમચી ટોપરાનું છીણ

મેથીના લાડુ બનાવવાની રીત: સૌ મેથીના લાડુ બનાવવા અડધા ઘીમાં અડદના લોટને ધીમા તાપે શેકી લો. તે જ રીતે ઘઉંના લોટને ઘી ગરમ કરી લોટનો કલર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. હવે જે ઘી બાકી રહ્યું છે તે ઘીને ગરમ કરી છીણેલો ગોળ ઉમેરો. બે થી ત્રણ ઊભરા આવે ત્યા સુધી ગરમ થવા દો.

હવે તેમાં બંને લોટ, સૂંઠ પાઉડર, બત્રીસુ તથા તમામ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બધી જ સામગ્રી બરાબર એકરસ થઈ જાય એટલે નીચે ઉતારી તેના લાડુ વાળી લો. તમે ઈચ્છો તો થાળીમાં ઘી લગાવી થાળીમાં મિશ્રણ રેડીને બરાબર પાથરી શકો છો.

હવે ટોપરાના છીણથી ગાર્નિશિંગ કરીને ઠરવા દો. ઠરી જાય એટલે તેના પીસ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી દો. જો તમે લાડુ વાળ્યા હોય તો તેને નાળિયેરના છીણમાં રગદોળીને એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

હવે તૈયાર થયેલા લાડુને રોજ સવારે ઉઠીને ખાઈ લેશો તો આખો શિયાળો અને વર્ષ દરમિયાન સાંધાના દુઃખાવવામાં પણ તમને રાહત મળશે. એકવાર શિયાળામાં લાડુ બનાવી જરૂર ખાઓ.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શિયાળામાં ખાઈ લો આ ખાસ લાડુ, સાંધાનો દુખાવો છૂમંતર થઇ જશે, દીકરી, વહુ અને બહેનો માટે ખાસ બનાવો આ લાડુ”