અઠવાડિયામાં આ એક વાર આ શાક ફરજિયાત બનવું જોઈએ. આ શાકના અનેક ફાયદાઓ છે. આપણે સૌ બટેટાના શોખીન છીએ અને બટેટા આપણને સૌને પ્રિય છે. ભીંડો , ગુવાર, મગ, ચણા, વાલોળ, લીલી ભાજીઓ, રીંગણા, તુરીયા, ગલકા આ બધા આપણા ઘરમાં બનતા હોય છે પરંતુ,
આજે એક એવા શાક વિશે તમને વાત કરવાના છીએ કે આપણને સ્વાદમાં બહુ પસંદ નહિ પડે પણ આપણા શરીર માટે અમૃત સમાન છે અને આ શાક આપણા ઘરે અઠવાડિયામાં એકવાર બનવું જ જોઈએ.
એવા દાણા કે જેનું સેવન ચૂર્ણ સ્વરૂપે કે શાક કે અન્ય સ્વરૂપે કરવાથી આપણને ઘણા ફાયદાઓ છે. એ દાણા નું નામ છે મેથીદાણા. મેથીના બીજમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ, પોટેશિયમ કાર્બોહાઈડ્રેટ વગેરે દ્રવ્યો રહેલા છે.
તેના પાનમાં વિટામિન અને ખનીજ તત્વો રહેલા હોય છે. મેથીની ભાજી પણ બહુ જ ખવાય છે. મેથીમાંથી મેથીના લાડુ પણ બનાવવામાં આવે છે. મેથીદાણા મસાલા તરીકે પણ વપરાય છે. મેથીના પાન ની સુકવણી કરવામાં આવે છે જેને કસૂરી મેથી કહે છે.
મેથી દાણાને મીઠા અને પાણી સાથે પલાળીને, પછી શેકીને તેનો મુખવાસ પણ બનાવવામાં આવે છે. મેથીદાણા રસોડામાં વઘાર તરીકે પણ વપરાય છે. તો મેથીના દાણાના થોડા ફાયદાઓ પણ જાણીએ તો મેથીના દાણા અથવા મેથી દાણાનું ચૂર્ણ સેવન કરવાથી મહારોગ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
મેથી સ્વાદમાં કડવી અને તૂરી છે. ડાયાબિટીસમાં તૂરા અને કડવા દ્રવ્યો ખૂબ જ હિતકારી છે તો મેથી દાણાનું શાક અથવા મેથી દાણાનું ચૂર્ણ ખાવાથી તમને ફાયદો થશે. અઠવાડિયે એક વખત મેથી નુ શાક અવશ્ય કરશો તો ડાયાબિટીસ થયો હોય તો પણ ફાયદો છે અને ડાયાબીટીસ ન થવા દેવો હોય તો પણ મેથીદાણા ખૂબ જ ઉપયોગી છે.
જેને હાથ પગ સતત દુખતા હોય એમના માટે મેથી દાણાનું સેવન ખૂબ જ હિતકારી છે અને એવા લોકોએ મેથી દાણાનું સેવન અવશ્ય કરવું જોઈએ જે લોકોને અપચો રહ્યા કરતો હોય, પેટ ભારે લાગતું હોય, અરુચિ રહેતી હોય એમના માટે મેથી દાણાનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
સંધિવાના રોગીઓ માટે પણ મેથી દાણાનું સેવન ચૂર્ણ અથવા અન્ય કોઈપણ સ્વરૂપે સેવન કરશે તો તેને ખૂબ જ ફાયદો થશે કારણ કે, મેથી દાણા આપણા શરીરમાં અનેક રોગોને કાબુમાં કરનારું એકમાત્ર શાક છે.
મેથી અથવા મેથીના દાણા મેદસ્વિતા, વજનના મુદ્દા વગેરે કાબૂમાં રાખે છે અને તેનું સેવન કરવાથી આપનું વજન પણ તે ઘટાડવામાં મદદરૂપ થાય છે ત્યારે જાડા હોય તેને પતલા કરે છે ને પતલા હોય તેને સમ રાખે છે આ મેથીમાં ગુણ રહેલો છે.
મેથી દાણાનું સેવન મુખવાસ તરીકે કરવાથી, જમ્યા પછી તેનું સેવન કરશો તો ગેસ અને અપચોની સમસ્યા તે બંને બિલકુલ રહેતી નથી અને મેથી દાણાને મીઠું અને પાણી સાથે પલાળીને પછી શેકીને મુખવાસ બનાવાય છે. આ મુખવાસનું સેવન જમ્યા બાદ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે
મેથીના પાનમાં ટ્રિગોનેલીન નામનું તત્વ છે જે કડવું છે માટે કોઈ પણ તાવ ને તે કાબુમાં લેનાર છે અને તાવમાં મેથી દાણાનું શાક આપી શકાય છે પરંતુ ક્યારે તાવ આવે, ત્રણ દિવસ તો બિલકુલ સાદો ખોરાક લેવાનો છે પછી તાવની લેબોરેટરી કરીને જાણો કે કોઈ પ્રકારનો તાવ છે, જે અનુસંધાને તમે મેથી દાણાનું શાક લઈ શકો છો.
તે તમને તાવમાં ફાયદો આપનારુ છે મેથી દાણાનું સેવન કરવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. એસીડીટીના રોગીઓએ આનું સેવન વેદોની સલાહ મુજબ કરવું જોઈએ તો તેમને ફાયદો થઈ શકે છે અને તેમની એસીડીટી પણ કાબૂમાં આવી શકે છે. મેથીમા ખનિજદ્રવ્યો વિટામિન, પ્રોટીન, લોહતત્ત્વ આ બધું સહેલાઇથી મળી રહે છે માટે ચામડીને પણ તે તંદુરસ્ત અને ચમકીલા રાખે છે.
મેથીદાણા નુ શાક બીપી તથા કોલેસ્ટ્રોલના રોગમાં પણ મેથીદાણા, હળદર તથા આમળાનું આ બધાં જ દ્રવ્યો ખૂબ જ ઉપયોગી છે તો મેથી દાણાનું શાક બીપી તથા કોલેસ્ટ્રોલ વાળી વ્યક્તિઓએ મેથી દાણાનું શાક અઠવાડિયામાં એક વખત અવશ્ય કરવું જોઈએ.
મેથીનું સેવન કરવાથી થાઇરોઇડ માં પણ ખૂબ જ લાભ થાય છે અને થાઇરોઇડ પણ કાબૂમાં રહે છે. આ જે માનસિક ચિંતાઓ જે ભોગ બન્યા છે જે વધારે પડતું ખારું ખાય છે, આયોડીન યુક્ત વધારે પડતું મીઠું ખાય છે આ બધા જ લોકોમાં અને મોટાભાગના લોકો થાઈરોડની બીમારીથી પીડાય છે.
પરંતુ થાઇરોઇડ વાળી વ્યક્તિઓ આ પ્રકારે થોડાક શાક ખાવામાં ધ્યાન રાખે, મેથી દાણા જેવા શાકનું સેવન કરે અને તેનું મન શાંત રાખે તો થાઇરોડ પણ મટી શકે છે. તો તમને કડવી વસ્તુ પણ આજે સ્વીકારવી જોઈએ અને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ કારણકે આપણા શરીરને આપણા જીભને ભાવે છે તે આપણા પેટને ભાવતું નથી આપણા પેટને, આપણી હોજરીને જે ભાવે છે તે જીવને ભાવતું નથી પરંતુ આપણા શરીરના કારણે આ બધું ખાવું પડે ધન્યવાદ.
Comments are closed.