દૂધ ઉકાળવું એ ભલે સામાન્ય કામ લાગતું હોય પરંતુ જે ગૃહિણીઓ દરરોજ રસોડામાં કામ કરે છે જેમને ગરમી, ઠંડી અને વરસાદના દિવસોમાં કામ કરવું પડે છે તે સારી રીતે જાણે છે. રસોડામાં કામ કરતી વખતે ઉભા રહીને દૂધને ઉકળતું જોઈ રહેવું જેથી વાસણમાંથી દૂધ બહાર ના આવી જાય તે ખૂબ જ કંટાળાજનક કામ છે.
ઘણી વખત આપણી સાથે પણ એવું બને છે કે દૂધને ગેસમાં ઉકાળવા માટે મૂક્યું છે અને પછી તમે ભૂલી જાઓ કે દૂધ ગેસ પર રાખવામાં આવ્યું હતું અને તે ઉકળીને આખા ગેસ પર ફેલાઈ જાય છે.
આ નાનકડી ભૂલ તમારા કામને પણ વધારે છે અને ગેસ અને વાસણ બંને બગાડે. તો આ લેખમાં અમે તમને એવી કેટલીક ટિપ્સ વિશે જણાવીએ છીએ જેની મદદથી દૂધ ઉકળે તો પણ વાસણની બહાર નહીં નીકળી શકે.
આ માટે તમે બે અલગ અલગ કદના વાસણો લો અને મોટા વાસણમાં ચોથા ભાગનું પાણી નાખો અને નાના વાસણમાં દૂધ નાખીને ઉકળવા મુકો, આનાથી દૂધ ઉકળશે તો બહાર નહીં આવે. બીજી રીત, જે વાસણમાં દૂધ ઉકાળવાનું હોય તેમાં પહેલા થોડું પાણી નાખીને પછી દૂધ નાખીને ધીમી આંચ પર ઉકળવા દો, ઉભરો બહાર નહીં આવે.
દૂધનો ઉભરો બહાર ના આવે તે માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે જે વાસણમાં દૂધ ઉકાળવા જઈ રહ્યા છો તેની બાજુઓ પર માખણ લગાવો. જો તમે ભૂલી પણ જાઓ છો તો પણ વાસણમાંથી માખણ દૂધને બહાર નીકળવા દેશે નહીં.
જો તમે ત્યાં જ ઉભા છો તો જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તપેલીને ઉંચી કરીને થોડું હલાવો. તો પણ દૂધ બહાર નહીં આવે. સારી રીત એ છે કે દૂધ ઉકાળવા માટે, તપેલીમાં થોડું પાણી ઉમેરો.પછી દૂધ ઉમેરો અને તેને ધીમી આંચ પર પકાવો.
દૂધ ઉકળીને બહાર ના આવે તે માટે સૌથી સરળ ઉપાય એ છે કે દૂધના વાસણ પર વેલણ, મોટો ચમચો અથવા વેલણ જેવી મોટી વસ્તુ રાખો. આના કારણે દૂધ ઉકાળ્યા પછી પણ વેલણ સ્પર્શ થતા જ બહાર નીકળતા અટકી જશે.
હવે જો અમે પણ વારંવાર દૂધ મૂકીને ભૂલી જાઓ છો તો તમે પણ વેલણ મૂકી શકો છો. જો તમને આમારી ટિપ્સ પસંદ આવે છે તો આવી જ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.