દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને વધતા બાળકોના વિકાસ માટે અને હાડકાંને મજબૂત બનાવવા માટે દૂધ જરૂરી છે. આ સિવાય દૂધ પીવાથી વ્યક્તિ ઉર્જાથી ભરપૂર રહે છે કારણ કે તેમાં વિટામિન A, K અને B-12, થાઈમીન અને ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે.
તેથી જ મોટાભાગના લોકો તેમના બાળકોને દરરોજ દૂધ આપે છે. માત્ર બાળકો જ નહીં પણ મહિલાઓએ પણ તેમના આહારમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે એક ઉંમર પછી મહિલાઓના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે અને રોજ દૂધ પીવાથી તેની ઉણપને પૂરી કરી શકાય છે.
મોટાભાગના લોકો તેમના સ્વાસ્થ્ય સારું રાખવા માટે દૂધ પીવે છે. પરંતુ દૂધ પીવાના પણ કેટલાક નિયમો છે અને જો તેનું પાલન ના કરવામાં આવે તો દૂધ પીવાથી ફાયદો થતો નથી અને નુકસાન થઈ શકે છે.
કેટલાક લોકો દૂધ પીતી વખતે ઘણી ભૂલો કરે છે, જેમ કે જમ્યા પછી તરત દૂધ પી લે છે અને નોન-વેજની સાથે દૂધ પીવું વગેરે વગેરે. જેના કારણે દૂધથી ફાયદો થવાને બદલે નુકસાન પહોંચાડવા લાગે છે.
આવું ઘણા લોકો કરે છે કે બાળકોને દૂધ આપ્યા પછી તરત જ ખોરાક આપે છે તેનાથી બાળકોને નુકસાન થઈ શકે છે. આ સાથે દૂધ પીવાના કેટલાક નિયમો પણ છે જે આ લેખ દ્વારા તમારી સાથે શેર કરીશું, જેથી તમે પણ યોગ્ય રીતે દૂધ પીને તેનો લાભ લઈ શકો. તો રાહ જોયા વગર ચાલો જાણીએ 4 નિયમો વિશે.
નિયમ નંબર 1 : ઘણા લોકોને જમવાના થોડા સમય પહેલા કે જમ્યા પછી દૂધ પીવાની ટેવ હોય છે પણ જો તમને પણ જો તમને પણ આવી જ આદત છે તો તરત જ છોડી દો કારણ કે આમ કરવાથી દૂધને પચવામાં સમય લાગે છે અને તમને પેટ ભારેપણું લાગે છે.
આ સિવાય દૂધ સાથે ક્યારેય પણ મીઠાનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે શરીરને નુકસાન પહોંચાડે છે. દૂધ પીવાના 1 કલાક પહેલા અથવા દૂધ પીધાના 1 કલાક પછી જ ખાટી કે નમકીનવાળી વસ્તુઓ ખાઈ શકો છો. જો તમે આમ નથી કરતા તો તમને પેટ ફૂલવું જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
નિયમ નંબર 2 : જો તમારે શક્તિ અને વધુ પોષણ જોઈએ છે તો તમારે ભેંસના દૂધ કરતા ગાયનું દૂધ પીવું જોઈએ, પરંતુ જો તમારે તમારું વજન વધારવા માટે દૂધ પીવું હોય તો ગાયના બદલે ભેંસનું દૂધ પીવો. પરંતુ ભેંસનું દૂધ કફ વધારવાનું કામ કરે છે અને ગાયનું દૂધ ભેંસના દૂધ કરતાં વધારે હેલ્દી હોય છે.
ગાયના દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, એન્ટી-ઓક્સીડેન્ટ તેમજ વિટામિન ઈ, સેલેનિયમ, ઝિંક વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે. આ બધા તત્વો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જેના દ્વારા આપણે નાની-નાની બીમારીઓથી દૂર રહીએ છીએ. બાળકોને દરરોજ ગાયનું દૂધ પીવડાવવાથી બાળકોના મગજના વિકાસ સારો થાય છે.
નિયમ નંબર 3 : જો તમને અત્રે જમ્યા પછી દૂધ પીવાની આદત છે તો દૂધ પીવાના અને ખાવાની વચ્ચે ઓછામાં ઓછું 1 કલાકનું અંતર જરૂર રાખો અને થોડું જ ખાઓ. નહિંતર તમને પાચન સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. અર્થ એ છે કે તમારું પેટ ખરાબ થઇ શકે છે.
આ સિવાય તમારે ઠંડુ દૂધ પીવાથી બચવું જોઈએ અને તેમાં ખાંડનો ઉપયોગ ના કરવો જોઈએ. ઠંડુ દૂધ પીવાથી તે ધીમે ધીમે પછે છે જેના કારણે પેટમાં ગેસ થાય છે અને ખાંડ નાખવાથી પોષક તત્વો નષ્ટ થાય છે અને પાચનમાં સમસ્યા ઊભી કરે છે.
નિયમ નંબર 2 : ડુંગળી અને રીંગણ સાથે ક્યારેય દૂધનું સેવન ના કરો. તેમાં રહેલા રસાયણો એકબીજા સાથે સંપર્કમાં આવીને પ્રતિક્રિયા આપીને ચામડીના રોગોનું કારણ બની શકે છે. તેથી તેમના વચ્ચે થોડું અંતર રાખો. આ સિવાય પણ માછલી કે માંસાહારી ખોરાક સાથે દૂધ ક્યારેય ના લેવું જોઈએ.
આના કારણે તમને ત્વચા પર સફેદ દાગ અથવા લ્યુકોડર્મા જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય આ બંનેમાં પ્રોટીન હોય છે અને તેના કારણે તેને પચવામાં પણ ઘણો સમય લાગે છે. જો તમે પણ દૂધ સંબંધિત આ 4 નિયમો યાદ રાખશો તો દૂધ પીવાથી તમને બમણો ફાયદો થશે.
તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો આગળ મોકલો જેથી બીજા લોકો પણ જાણી શકે, આવી જ કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ વગેરે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.