milk masala powder recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દૂધનો મસાલો કેટલાક પરંપરાગત મસાલા અને ડ્રાયફ્રુટને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. દૂધ મસાલા પાવડરને એકવાર દૂધ સાથે મિક્સ કરીને પીવાથી, ભલે દૂધને ઠંડુ અથવા ગરમ પીરસવામાં આવે તો પણ તેનો સ્વાદ ભૂલી શકતા નથી.

જે બાળકોને દૂધ પીવું પસંદ નથી તે બાળકોને એક વખત આ મસાલેદાર દૂધ આપો, આ દૂધ એટલું સ્વાદિષ્ટ બને છે કે તેઓ દરરોજ આ દૂધ પીવાનું પસંદ કરશે, જે તેમને સ્વાદ સાથે શક્તિ, પોષણ આપશે. આ દૂધ મસાલા પાઉડરને તમે પણ ઘરે સહેલાઈથી બનાવી શકો છો. તો ચાલો જાણીયે તેને બનાવવાની રીત અને કેવી રીતે સ્ટોર કરીને સર્વ કરવું તેની ઉપયોગી ટિપ્સ.

જરૂરી સામગ્રી : બદામ 50 ગ્રામ, પિસ્તા 50 ગ્રામ, કાજુ 50 ગ્રામ, લીલી ઈલાયચી 10 ગ્રામ, કેસરના દોરા 10-15, જાયફળ પાવડર 1/2 ચમચી અને કાળા મરીના બીજ 1/2 ચમચી

દૂધ મસાલા પાવડર બનાવવાની રીત : દૂધ મસાલા પાવડર બનાવવા માટે, એક પેન ગરમ કરો અને તેમાં કાજુ, પિસ્તા, બદામ, લીલી ઈલાયચી અને કાળા મરીના દાણાને મધ્યમ તાપ પર થોડીવાર માટે શેકી લો અને ગેસ બંધ કરી દો. શેકેલા ડ્રાયફ્રૂટ્સને અલગ વાસણમાં કાઢીને ઠંડુ થવા માટે રાખો.

હવે એ જ ગરમ પેનમાં જાયફળનો પાઉડર અને કેસરના દોરાને પણ હલકું ગરમ કરીને ઠંડુ કરો. બધી ઠંડી કરેલી સામગ્રીને મિક્સર જારમાં નાખીએ પીસી લો, આ પછી તેમાં જાયફળ પાવડર અને કેસર મિક્સ કરો.

પીસી લીધા પછી દૂધ મસાલા પાવડરને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી, પાવડરને સ્વચ્છ અને સૂકા એર-ટાઈટ જારમાં ભરીને સ્ટોર કરો. તમે આ મિલ્ક મસાલા પાવડરને 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

જ્યારે પણ તમને મસાલા દૂધ પીવાનું મન થાય ત્યારે એક ગ્લાસ દૂધ ગરમ કરીને તેમાં ખાંડ નાખીને, 2 ચમચી મસાલા પાવડર નાખીને મસાલા દૂધની મજા લો. પોષણથી ભરપૂર આ દૂધ મસાલા પાવડરને તમે કુલ્ફી, ખીર, આઈસ્ક્રીમ વગેરે બનાવવામાં માટે પણ ઉપયોગ કરી શકો છો.

સામગ્રીમાં ફેરફાર કરીને તેને વધુ ઉપયોગી બનાવો : શિયાળાની ઋતુમાં ઘણા લોકોને દૂધ પીવાથી ઉધરસ અને કફની સમસ્યા થાય છે, ખાસ કરીને અસ્થમાના દર્દીઓ માટે દૂધમાં હળદર, જાયફળ, પીપળ, ઈલાયચી વગેરે મિક્સ કરીને પીવાથી ખૂબ જ ફાયદાકારક છે. .

જાયફળ પાવડર અને કેસર દૂધના મસાલામાં ઉમેરવાથી તેને સ્વાદ, પૌષ્ટિકતા અને આછો કેસરી રંગ આપે છે. તમે દૂધના મસાલામાં કેસરની જગ્યાએ હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરવાળું દૂધ પણ સ્વાથ્ય માટે ફાયદાકારક છે.

દૂધના મસાલામાં કેસરની માત્રા વધારવાથી કેસરી રંગ મળે છે અને કેસરના બદલે જાયફળનું પ્રમાણ વધારશો તો દૂધનો રંગ આછો બ્રાઉન (ચોકલેટી) થઈ જશે.

સ્ટોર કરવા અને સર્વ કરવા માટેની ટિપ્સ : દૂધનો મસાલો પાવડર બનાવીને તમે ફ્રિજમાં એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો છો તો 3 મહિના સુધી સારું રહેશે. તમે પીનારા લોકોના સ્વાદ અનુસાર મસાલાવાળા હળદર, સાકર મિક્સ કરીને સર્વ કરી શકો છો.

આ મસાલાને ઠંડા દૂધમાં અથવા ગરમ દૂધમાં ભેળવીને સર્વ કરી શકાય છે. ઉત્તર ભારતમાં ઠંડા મસાલા મિક્સ દૂધને ઠંડાઈ કહેવામાં આવે છે. ઠંડાઈને હોળી અને શિવરાત્રીના તહેવારમાં દરેક ઘરમાં તૈયાર કરવામાં આવે છે. તમે ખીર અને શિરો બનાવીને તેના પર દૂધ મસાલા પાવડર નાખીને ગાર્નિશ કરી શકો છો.

દૂધ મસાલા પાવડર ખાવાના ફાયદા : મસાલેદાર દૂધ, દૂધની શક્તિમાં દસ ગણો વધારો કરે છે કારણ કે દૂધ પૌષ્ટિક છે અને જ્યારે દૂધના મસાલામાં બદામ, પિસ્તા અને કાજુ મિક્સ કરેલા હોય તો તે વિટામિન અને ફાઇબરથી ભરપૂર બનાવે છે, કેસર, ઈલાયચી અને જાયફળ તેને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે.

મસાલાવાળા દૂધના સેવનથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે, આ દૂધ દરેક ઋતુમાં પી શકાય છે જે પરિવારના દરેક વ્યક્તિ માટે ફાયદાકારક હોય છે. આવી જ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા