બોડી પોલિશિંગને જો સરળ ભાષામાં સમજાવવામાં આવે તો તેને શરીરને એક્સફોલિએટિંગ કહી શકાય. વાસ્તવમાં, આપણે આપણા ચહેરા પર જેટલું ધ્યાન આપીએ છીએ, તેટલું વધુ ધ્યાન આપણે શરીરના બીજા ભાગો પર નથી આપતા હોતા.
આવી સ્થિતિમાં, આપણા શરીરના કેટલાક ભાગો પર મૃત ત્વચાનું સ્તર જમા થઈ જાય છે, જેના કારણે શરીરના કેટલાક ભાગો પર કાળાશ આવે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો બોડી પોલિશિંગ સારો વિકલ્પ છે.
આની સૌથી સારી વાત એ છે કે તમારે આ માટે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી કારણ કે તમે માત્ર મિલ્ક પાવડરથી બોડી પોલિશિંગ કરી શકો છો. ચાલો અમે તમને સરળ સ્ટેપમાં જણાવીએ કે તમે મિલ્ક પાઉડરથી ઘરે જ બોડી પોલિશિંગ કેવી રીતે કરી શકાય.
સ્ટેપ 1 : આ માટે સૌ પ્રથમ તમારે હૂંફાળા પાણીથી સ્નાન કરવું કરવાનું છે. તમે ફક્ત તમારા શરીરને એક વાર પાણીથી ભીનું કરી લો. ધ્યાનમાં રાખો કે પાણી ન તો ખૂબ વધારે ગરમ હોય અને ન તો ખૂબ ઠંડું હોવું જોઈએ.
સ્ટેપ 2 : આ પછી, તમારા હાથમાં મિલ્ક પાવડર લઈને આખા શરીર પર લગાવો. તમે ફક્ત 5 મિનિટ સુધી શરીરને સ્ક્રબ કરો. ધ્યાનમાં રાખો કે તમારે આ સ્ક્રબને મુલાયમ અંગો પર લગાવવાની જરૂર નથી. જો તમારા શરીર પર ક્યાંક ઘા છે તો ત્યાં પણ ન લગાવો.
સ્ટેપ 3 : શરીરને સ્ક્રબ કર્યા પછી, 5 મિનિટ માટે બોડી સ્ટીમ લો. દેખીતી રીતે, તમારી પાસે ઘરે બોડી સ્ટીમર નહીં હોય. તો તમે ટુવાલને ગરમ પાણીમાં બોળી લો અને શરીરને ટુવાલથી લપેટીને 5 મિનિટ સુધી રહેવા દો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછા 2 થી 3 વખત કરો.
સ્ટેપ 4 : હવે તમારા આખા શરીરને નારિયેળ તેલથી માલિશ કરો. 5 મિનિટ સુધી માલિશ કર્યા પછી, હુંફાળા પાણીથી સ્નાન કરો. જો તમે અઠવાડિયામાં આ રીતે 2 વાર બોડી પોલિશિંગ કરશો તો તમને તેના ઘણા ફાયદા થશે.
બોડી પોલિશ કરવાના ફાયદા : સૌપ્રથમ તો તમારા શરીર પરની મૃત ત્વચાની પરતને દૂર કરે છે, જેના કારણે ત્વચાનો રંગ નિખરવા લાગે છે અને શરીરની ત્વચામાં પણ ચમક આવી જાય છે. બોડી પોલિશિંગથી ત્વચામાં રક્ત પરિભ્રમણ પણ સુધારે છે અને ત્વચા જુવાન દેખાય છે.
જો તમારી ત્વચામાં ઢીલાપણું આવી ગયું છે તો બોડી પોલિશિંગ કરવાથી ત્વચા કડક બને છે. બોડી પોલિશિંગની પ્રક્રિયા તમારા શરીરનો થાક પણ દૂર કરે છે, જેના કારણે તમે ખૂબ જ હળવાશ અનુભવો છો.
બોડી પોલિશિંગ કરવા માટેની બીજી રીત : તમે મિલ્ક પાઉડરને બદલે બ્રાઉન સુગરથી પણ બોડી પોલિશિંગ કરી શકો છો. આ સિવાય કોફીનો ઉપયોગ બોડી પોલિશિંગ માટે પણ કરી શકાય છે. ખાસ કરીને જો તમારી ત્વચામાં વૃદ્ધત્વની સમસ્યા હોય તો.
બોડી પોલિશિંગ માટે ઓટ્સ પણ એક સારો વિકલ્પ છે. આ તમારી ત્વચાને ઊંડાઈથી સાફ કરે છે. તમે ચોખાના લોટથી પણ બોડી પોલિશિંગ કરી શકો છો. તેનાથી પણ ત્વચાનો રંગ સુધરે છે.
આશા છે કે તમને અમારી આ બોડી પોલિશિંગ ની માહિતી દરેકને ગમી હશે. જો તમે પણ આવી જીવનઉપયોગી જાણકારી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.