milk treatment for hair
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તેના સુંદર વાળ અને લાંબા હોય, પરંતુ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં કોઈ પણ સ્ત્રી પોતાના વાળની ​​યોગ્ય કાળજી નથી લઈ શકતી. દેખીતી રીતે આવી સ્થિતિમાં વાળ ખરવા સામાન્ય છે. પરંતુ યોગ્ય સમયે વાળને પ્રોટીન ટ્રીટમેન્ટ આપીને આ તમામ પ્રકારની વાળની સમસ્યાઓથી બચી શકાય છે.

બ્યુટી પાર્લરમાં જઈને મોંઘી પ્રોટીન ટ્રીટમેન્ટ પર પૈસા ખર્ચવાને બદલે તમે ઘરે જ વાળને પ્રોટીન ટ્રીટમેન્ટ આપી શકો છો. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ગાયના દૂધથી વાળને પ્રોટીન ટ્રીટમેન્ટ આપી શકો છો.

આ માટે તમારે બજારમાંથી કોઈપણ વસ્તુ ખરીદવાની જરૂર નહીં પડે, તમે કેટલીક ઘરગથ્થુ સામગ્રીઓની મદદથી ઘરે કરી શકો છો, તો આવો જાણીએ પહેલા દૂધ વાળ માટે કેટલું ફાયદાકારક છે.

વાળમાં દૂધ લગાવવાથી થતા ફાયદા : વાળમાં દૂધ લગાવવાથી વાળને ભરપૂર પ્રોટીન મળે છે. તે વાળના ફોલિકલ્સને પણ મજબૂત બનાવે છે અને જો તમારા પણ વાળ ખરી રહયા છે તો તમારા વાળમાં દૂધનો ઉપયોગ કરવાથી તમને ઘણો ફાયદો થશે.

દૂધ વાળની ​​ફ્રિઝિનેસને ઘટાડે છે, જેના કારણે ઓછા ગુંચવાય છે અને ઓછા તૂટે છે. આટલું જ નહીં, તે તમારા વાળને ખૂબ જ સોફ્ટ બનાવે છે અને સ્ટ્રેટ પણ બનાવે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે તેમના વાળ સાવ ઓછા છે, આવી સ્થિતિમાં ગાયના દૂધથી વાળને પ્રોટીન ટ્રીટમેન્ટ આપવાથી તમારા વાળ જાડા દેખાય છે.

આ ઉપાય કરવાથી તમારા વાળમાં નેચરલ કેરાટિન ટ્રીટમેન્ટ પણ થાય છે. એટલા માટે તમારા વાળ અમુક હદ સુધી સ્ટ્રેટ દેખાવા લાગે છે. તો આવો જાણીએ કે વાળ પર દૂધ કેવી રીતે લગાવવું.

સામગ્રી : 1 કપ ગાયનું દૂધ, 1 ચમચી મધ, 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ અને 2 મોટી ચમચી મુલતાની માટી.

સૌપ્રથમ તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો અને તેને 90% આપમેળે સુકાવા દો. આ પછી, તમારે ન તો વાળમાં કોઈ હેર સીરમ લગાવવાનું છે કે ન તો વાળમાં તેલ લગાવવાનું છે. આ માટે, એક બાઉલ લો અને તેમાં દૂધ, મધ, વિટામિન-ઈ કેપ્સ્યુલ્સ અને મુલતાની માટીને ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો અને વાળની ​​લંબાઈ પર પણ લગાવો. આ પેસ્ટને વાળમાં લગાવતા પહેલા વાળને નાના-નાના ભાગમાં વહેંચી લો અને પછી આ મિશ્રણને વાળમાં હળવા હાથે મસાજ કરતા કરતા લગાવો.

આ પછી વાળને બાંધો નહીં પરંતુ ખુલ્લા જ રહેવા દો અને આ મિશ્રણને વાળમાં લગભગ 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. જ્યારે આ મિશ્રણ વાળમાં સારી રીતે સુકાઈ જાય ત્યારે તમે સાદા પાણીથી વાળને ધોઈ શકો છો. પછી વાળને કુદરતી રીતે સુકાવા દો.

આમ કરવાથી તમારા વાળ સુકાઈ ગયા પછી ચમકદાર અને સોફ્ટ દેખાવા લાગશે. મુલતાની માટી વાળને થોડા સૂકા બનાવે છે તેથી તમે આ હેર પ્રોટીન ટ્રીટમેન્ટ પછી તમારા વાળમાં તેલ લગાવી શકો છો. પછી બીજા દિવસે વાળને ફરીથી શેમ્પૂથી ધોઈ લો.

જો તમે મહિનામાં બે વાર આ રીતે હેર ટ્રીટમેન્ટ કરો છો તો તમને આગળ જતા ખૂબ જ સારા પરિણામ જોવા મળશે. આશા છે કે તમને અમારો આ લેખ પસંદ આવો હશે. આવા જ વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે હંમેશા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા