જયારે પણ તમને દાંતમાં દુખાવો થાય છે ત્યારે દાદીને કહેતા સાંભળ્યા જ હશે કે મીઠાના પાણીથી કોગળા કરી લો, ઠીક થઇ જશે. મીઠાના પાણીથી કોગળા કરવું મોં માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તમારા ઘરમાં મીઠાના પાણીના કોગળા કરવા વિશે સાંભળ્યું જ હશે.
ગળું ખરાબ થવાની સ્થિતિમાં મીઠાના પાણીથી કોગળા કરવાની પદ્ધતિ પહેલાના જમાનાથી પ્રચલિત છે. પરંતુ શું તમે જાણો છો કે મીઠાના પાણીથી કોગળા કરીને મોં સંબંધિત ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર કરી શકુ છો.
મીઠાના પાણીના કોગળા કરવું એ ઓરલ હાઈજીન અને પેટ માટે ફાયદાકારક છે. જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરો છો તો તમે શરદી, ફ્લૂ અને ઇન્ફેક્શનથી દૂર રહી શકો છો. તો આવો જાણીએ મીઠાના પાણીથી કોગળા કરવાના ફાયદાઓ.
શ્વાસની દુર્ગંધથી રાહત : મીઠાના પાણીથી કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. આ માટે તમે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કર્યો હશે. આવી સ્થિતિમાં તમે આ કુદરતી રીતે મોંની દુર્ગંધને દૂર કરી શકો છો. પરંતુ જો તમે રાત્રે મીઠાના પાણીથી કોગળા કરો છો, તો તમને વધુ ફાયદો થાય છે.
મોસમી રોગોથી બચાવે છે : મીઠાના પાણીથી કોગળા કરવાથી ઉધરસ, ગળામાં દુખાવો અને શરદી જેવી બીમારીથી રાહત મળે છે. આ સાથે મોંના બેક્ટેરિયા પણ મરી જાય છે, જેથી ચેપ અટકે છે. ઉપરાંત, દરરોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં ખરાશ થતી નથી.
મોઢાના ચાંદા મટે છે : રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરવાથી મોઢાના ચાંદા મટે છે. જો તમને મોઢામાં ચાંદા પડયા હોય તો તમે આ ઉપાય કરો છો તો મોંનો કુદરતી pH જળવાઈ રહે છે અને તમને મોઢાના ચાંદા મટે છે.
તમે પણ મોં ની સ્વચ્છતા માટે દરરોજ રાત્રે મીઠાના પાણીના કોગળા કરી શકો છો અને મોંના સ્વાથ્યને તંદુરસ્ત રાખી શકો છો. જો આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.