અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
હેલ્લો ફ્રેન્ડ, આજે તમને જે રેસિપી બતાવાના છીએ એ રેસિપી નાનાં બાળકો, કાકા- કાકી, મામાં- મામી, માસા- માસી અને ફોઈ- ફુઆ અને બીજા સગા- સબંધી ઘરે આવે ત્યારે તમે ઘરે સરળ રીતે મિક્સ વેજ ટોસ્ટ સેન્ડવિચ રેસિપી બનાવીને આપી શકો છો. તો રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર થી કરજો.
સામગ્રી :
- બ્રેડ ની સ્લાઈસ
- બાફેલા બટાટા ૨ નંગ મીડીયમ
- ગાજર ૧ નંગ મીડીયમ
- ડુંગળી ૩ નંગ મીડીયમ
- લીલા વટાણા ૧/૨ વાટકી
- મકાઈ ના દાણા ૧/૨ વાટકી
- ફણસી ૧૦-૧૨ નંગ
- લીલા મરચા ૨-૩
- કોથમીર
- ૧/૨ ચમચી હળદર
- ૧ ચમચી ગરમ મસાલો
- ૧-૧૧/૨ ચમચી આમચૂર પાવડર
- મીઠું સ્વાદઅનુસાર
- બટર
બનાવાની રીત :
- ડુંગળી,ગાજર,ફણસી,મરચા ને ઝીણા સમારી લો.
- ત્યારબાદ એક પેન મા બટર મૂકી ડુંગળી અને મરચા નાંખી ૧-૨ મિનીટ સાંતળો.
- પછી બધુ શાક નાંખી મીઠું અને હળદર નાંખી સંતળાવો.
- શાક સંતળાય ગયાબાદ બટાટા ને મસળી ને નાખો.
- હવે તેમાં ગરમ મસાલો આમચૂર કોથમીર અને સ્વાદઅનુસાર મીઠું નાખો.
- આ મસાલા ને બ્રેડ વચ્ચે મૂકી બ્રેડ ની બન્ને બાજુ બટર લગાવી ટોસ્ટ કરો.
- સેન્ડવીચ ને કોથમીર ફુદીના ની ચટની અને ટોમેટો સોસ સાથે પીરસો.