રસોડામાં આવા કેટલાક સાધનો હોય છે, જે બધાના ઘર માટે ખૂબ જ જરૂરી છે. તેમાંથી એક ઉપકરણ છે મિક્સર, જેનો ઉપયોગ દરેક નાના-મોટા કામોને ચપટીમાં કરવા માટે થાય છે. પરંતુ, થોડા મહિના ઉપયોગ કર્યા પછી, મિક્સર બ્લેડની ધાર કામ કરતી નથી અને મસાલા કે કોઈ પણ વસ્તુને પીસવામાં તકલીફ થાય છે.
આ સ્થિતિમાં, સમયસર મિક્સરની બ્લેડની ધારને તેજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો તમારા મિસર બ્લેડની ધાર બરાબર નથી તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે મિસકર બ્લેડની ધારને સરળતાથી ધારદાર બનાવી શકો છો.
આવી રીતે શરૂઆત કરો : મિસ્કર બ્લેડની ધાર કાઢવી ખૂબ જ સરળ છે. તમે ઘરે આશરે 10 થી 20 મિનિટમાં ધારને શાર્પ કરી શકો છો. આ માટે પહેલા મિક્સરમાંથી બ્લેડ ખોલો અને તેને બહાર કાઢો. ધારને તીક્ષ્ણ બનાવવા માટે તમારે સેન્ડપેપર, લોખંડનો સળીયો, પથ્થર અને સિરામિક ટાઇલ્સ જેવી વસ્તુઓની જરૂર પડી શકે છે. આ સિવાય એકથી બે કપ પાણી બાજુમાં રાખો.
સૈન્ડપેપર વાપરો : હા, સૈન્ડપેપરથી તમે સરળતાથી મિક્સર બ્લેડની ધારને શાર્પ કરી શકો છો. આ માટે પહેલા તમે ધારના વિસ્તારમાં એકથી બે ચમચી પાણી નાખીને તેને લગભગ 5 થી 10 મિનિટ સુધી સૈન્ડપેપરથી ઘસો. વચ્ચે વચ્ચે પાણી ધારના વિસ્તારમાં પડતું રહે અને તેને સેન્ડપેપરથી ઘસતા રહો. આ મિક્સર બ્લેડની ધારને પહેલા કરતા વધારે ધારદાર બનાવશે.
લોખંડનો સળીયો : જો ઘરમાં કોઈ જૂનો લોખંડનો સળીયો છે તો તમે તેની મદદથી મિક્સર બ્લેડની ધારને સરળતાથી શાર્પ કરી શકો છો. આ માટે પહેલા સળિયાને સારી રીતે સાફ કરો અને તેને ગરમ કરવા માટે થોડો સમય માટે તડકામાં રાખો.
જ્યારે સળીયો ગરમ થઇ જાય ત્યારે હાથમાં કપડું લઈને એક સાઈડ પકડીને બ્લેડ પર ઝડપથી ઘસો. જો કે આ ટિપ્સ અપનાવતી વખતે ધ્યાન એવું જરૂરી છે કારણ કે તેમાંથી તણખા થઇ શકે છે.
સિરામિક ટાઇલ્સ : કોઈપણ વસ્તુની ધારને ધારદાર બનાવવા માટેની ઉત્તમ ટીપ્સ સિરામિક ટાઇલ્સ. તેનો ઉપયોગ ધારને વધારે ધારદાર બનાવે છે. આ માટે સૌથી પહેલા ધારવાળી જગ્યા પર એકથી બે ચમચી પાણી રેડવું. પાણી રેડ્યા પછી સિરામિક ટાઇલ્સથી ધારવાળા વિસ્તાર પર આરામથી ઘસવું. આ ઉપરાંત, તમે મિક્સર બ્લેડની ધારને શાર્પ કરવા માટે પથ્થરનો પણ ઉપયોગ કરી શકો છો.