mixer grinder cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ રસોડામાં ઘણા બધા ઉપકરણો જોવા મળે છે. મહિલાઓ રસોડામાં એક કરતા પણ વધારે પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરે છે, પરંતુ જો આપણે સૌથી મૂળભૂત ઉપકરણની વાત કરીએ તો તે સૂચિમાં સૌથી ઉપર નામ આવે છે તે મિક્સર છે, એટલે કે ગ્રાઇન્ડર.

આપણે દરરોજ તેનો ઉપયોગ ક્યારેક મસાલા પીસવા માટે, ક્યારેક ચટણી બનાવવા અને ક્યારેક સ્મૂધી અથવા ફ્રૂટ જ્યુસ બનાવવામાં કરીએ છીએ. મિક્સરનો ઉપયોગ કરવાથી આપણને વધારે તકલીફ પડતી નથી અને તેના ઉપયોગથી સમયની પણ બચત થાય છે.

પરંતુ ક્યારેક મસાલા પીસતી વખતે અથવા જ્યુસ બનાવતી વખતે અને વારંવાર પાણી પડવાથી મિક્સરને પણ કાટ જેવા નિશાન લાગી જાય છે. ક્યારેક બહારના ભાગમાં તો ક્યારેક મિક્સર બ્લેડમાં બ્રાઉન કલરનું કોટિંગ દેખાવા લાગે છે. ક્યારેક મિક્સર બ્લેન્ડરના તળિયે જંગ લાગી જાય છે.

હવે કાટ લાગવાને કારણે મિક્સર ગંદુ તો લાગે જ છે પણ તેની સાથે તે સારી રીતે કામ પણ કરતું નથી. તો આવી સ્થિતિમાં, જો તમારા મિક્સરમાં પણ કેટલાક હઠીલા ડાઘ અથવા કાટ દેખાય છે તો તમારે આ લેખ વાંચવો જ જોઈએ કારણ કે, અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી કાટને દૂર કરી શકો છો.

બેકિંગ સોડા (ખાવાનો સોડા) : તમે પહેલા બેકિંગ સોડાનો ઉપયોગ એક વાર નહિ પરંતુ ઘણી વખત ઘરને રાંધવા કે સાફ કરવા માટે કર્યો જ હશે, તો અમે તમને જણાવી દઈએ કે તેની મદદથી તમે મિક્સરમાંથી સરળતાથી કાટ પણ દૂર કરી શકો છો. આ માટે 1/2 લીટર ગરમ પાણીમાં બેથી ત્રણ ચમચી ખાવાનો સોડા નાખીને મિક્સ કરી લો.

હવે આ મિશ્રણમાં કોટનથી પલાળીને તેને થોડીવાર માટે કાટવાળા જગ્યા પર રહેવા દો. લગભગ 10 મિનિટ પછી તેને ટૂથબ્રશથી રગડીને સાફ કરો. જો કાટ એક જ વારમાં દૂર થતો નથી, તો તમે પ્રક્રિયાને ફરીથી કરી શકો છો. તેનાથી કાટ સરળતાથી દૂર થઇ જાય છે. સાફ કર્યા પછી તેને લગભગ 15 મિનિટ માટે તડકામાં રાખો.

ચૂનો, લીંબુ અને મીઠું : લીંબુનો રસ મીઠાના સ્ફટિકોને સક્રિય કરે છે અને કાટને ઓછા સમયમાં નરમ કરીને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ચૂનો કાટના ડાઘ સાફ કરે છે. આ ત્રણેય સામગ્રીનું મિશ્રણ ગ્રાઇન્ડરનો કાટ દૂર કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરીને કોઈપણ વસ્તુમાંથી કાટ દૂર કરી શકાય છે. ગ્રાઇન્ડરમાંથી કાટ દૂર કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

સૌથી પહેલા લીંબુનો રસ કાટવાળી જગ્યા પર સારી રીતે છાંટો. પછી એક વાસણમાં મીઠું અને ચૂનો સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને કાટવાળી જગ્યા પર લગાવીને થોડી વાર રહેવા દો. લગભગ 20 મિનિટ પછી બ્રશ અથવા સેન્ડપેપરથી તેને સાફ કરો. સફાઈ કર્યા પછી નવશેકા પાણીથી ધોઈ લો અને થોડીવાર માટે તડકામાં રાખો.

હાઇડ્રોજન પેરોક્સાઇડ : હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ તમે ગ્રાઇન્ડરનો બહારનો, નીચે અથવા બ્લેડમાંથી કાટને સરળતાથી દૂર કરવા માટે કરી શકો છો. તેના ઉપયોગથી થોડા સમયમાં જ કાટને દૂર કરી શકાય છે. જો કે તેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તે જ્વલનશીલ સામગ્રી છે, તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તમારા હાથમાં મોજા પહેરવા જરૂરી છે.

સૌથી પહેલા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને લીંબુનો રસ મિક્સ કરીને સ્પ્રે બનાવો. હવે આ સ્પ્રે કાટ લાગેલી જગ્યા પર સ્પ્રે કરીને લગભગ 10 મિનિટ માટે આ રીતે છોડી દો. 10 મિનિટ પછી તેને ક્લિનિંગ બ્રશ અથવા ટૂથબ્રશથી સાફ કરી લો. બ્રશથી સાફ કર્યા પછી તેને નવશેકા પાણીથી સાફ કરીને થોડીવાર તડકામાં રાખો.

આ બાબતોનું પણ ધ્યાન રાખો : મિક્સરમાં કોઈપણ પ્રકારનો કાટ ના લાગે તે માટે તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે મસાલા પીસીને અથવા જ્યુસ બનાવ્યા પછી ગ્રાઇન્ડરને સારી રીતે સાફ કરીને જ મુકો. સાફ કર્યા પછી પાણીને સારી રીતે સૂકવવા દો અને પછી જ તેને પેક કરીને અંદર મુકો.

મિક્સરની બહારની સફાઈની સાથે સાથે મિક્સર બ્લેડની સફાઈ પણ એટલી જ જરૂરી છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો આવી જ જીવનઉપયોગી અને કિચન ટિપ્સ, રેસિપી વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “મિનિટોમાં ગંદુ થયેલું મિક્સર એકદમ નવું જ લાવ્યા હોય તેવું દેખાશે, ફક્ત તેને આ રીતે સાફ કરો”

Comments are closed.