આપણે રસોડામાં નાના નાના કામો માટે પણ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તેથી તે ઝડપથી ગંદા થઇ જાય છે. આવી વસ્તુઓને આપણે દરરોજ સાફ નથી કરતા અને પછી તે તેને સાફ કરવું મુશ્કેલ બની જાય છે. આવું જ એક ઉપકરણ છે મિક્સર ગ્રાઇન્ડર.
મિક્સરનો ઉપયોગ આપણે રોજબરોજ કોઈ કામ માટે કરીએ છીએ પરંતુ તેને સાફ કરતી વખતે તેને માત્ર પાણીથી સાફ કરીએ છીએ. આમ કરવાથી મિક્સર સંપૂર્ણપણે સાફ નથી થતું. ક્યારેક તેના પર મસાલો પડે છે તો ક્યારેક કોઈ પ્રવાહી.
જ્યારે આ વસ્તુઓ મિક્સર પર પડે છે ત્યારે તે બહારથી કાળું પડી જાય છે અને ડાઘ પણ છોડી દે છે જે માત્ર પાણીથી સાફ થતું નથી. આ ડાઘને સાફ કરવા માટે બીજા ઉપાયો અપનાવવા જરૂરી છે અને આજે અમે તમને એવી બે રીતો જણાવીશું જેની મદદથી તમે મિક્સર ગ્રાઇન્ડરને સાફ કરી શકો છો.
મીઠું અને લીંબુની છાલ : જો તમે તમારા મિક્સર ગ્રાઇન્ડરને સારી રીતે સાફ કરવા માંગતા હોય તો તમે મીઠું અને લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં મીઠું નાખો અને અડધું લીંબુ લો અને લીંબુને મીઠામાં બોળીને મિક્સરની બહાર હળવા હાથે ઘસો.
થોડીવાર આ રીતે સાફ કર્યા પછી તેને 10 મિનિટ માટે આમ જ રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મીઠાનો ઉપયોગ મિક્સરને અંદરથી સાફ કરવા માટે ન કરો. મીઠું મિક્સરને બગાડે છે.
ખાવાનો સોડા અને મીઠું : મિક્સર ગ્રાઇન્ડર સાફ કરવાની બીજી રીત એ છે કે બેકિંગ સોડા અને લીંબુની પેસ્ટ બનાવો અને તેને મિક્સર ગ્રાઇન્ડરની બહાર લગાવો અને થોડીવાર રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. આ તમારા મિક્સર ગ્રાઇન્ડરને સાફ કરશો તો એકદમ નવા જેવું દેખાશે. આ ટિપ્સથી તમે બીજી વસ્તુઓને પણ સાફ કરી શકો છો.
અમે આવી જ તમારા માટે અવનવી ટિપ્સ લાવતા રહીશું. જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે આવી જ ટિપ્સ વાંચવા માટે જોડાયેલા રહો.