રસોડાના નાના નાના કામ માટે આપણે જે પણ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તે ખૂબ જ જલ્દી ગંદા થઈ જાય છે. રોજેરોજ સફાઈ કર્યા પછી પણ આવી વસ્તુઓ જલ્દીથી સાફ થતી નથી. મિક્સર ગ્રાઇન્ડર પણ એવું જ એક ઉપકરણ છે.
મિક્સરનો ઉપયોગ આપણે દરરોજ કોઈ કામ માટે કરીએ છીએ, પરંતુ તેને સાફ કરતી વખતે આપણે તેને ફક્ત પાણીથી ઉપરથી ધોઈએ છીએ. આમ કરવાથી મિક્સર સંપૂર્ણપણે સાફ થતું નથી કારણ કે ક્યારેક તેના પર મસાલો પડે છે તો ક્યારેક થોડું પ્રવાહી.
જો આ વસ્તુઓ મિક્સરમાં પડી જાય તો તે બહારથી કાળું દેખાય છે અને તેના પર ડાઘ પણ પડી જાય છે, જે માત્ર પાણીથી સાફ નથી થતા. આ દાગ સાફ કરવા માટે અન્ય પદ્ધતિઓની જરૂર પડે છે અને આજે અમે તમને એવી બે રીતો જણાવીશું જે તમારા મિક્સરને જલ્દીથી સાફ કરશે.
મીઠું અને લીંબુની છાલ : જો તમે તમારા મિક્સરને સારી રીતે સાફ કરવા માંગો છો, તો તમે મીઠું અને લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં મીઠું નાખો અને અડધુ લીંબુ લો અને લીંબુને મીઠામાં બોળીને મિક્સરની બહારની બાજુઓ પર ઘસો.
થોડીવાર આ રીતે સાફ કર્યા પછી, તેને 10 મિનિટ માટે આમ જ રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે મિક્સરને અંદરથી સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ ક્યારેય ન કરો. મીઠું મિક્સરને બગાડી શકે છે.
ખાવાનો સોડા અને મીઠાની પેસ્ટ : મિક્સર ગ્રાઇન્ડર સાફ કરવા માટે, બેકિંગ સોડાઅને લીંબુની પેસ્ટ બનાવો અને તેને મિક્સર ગ્રાઇન્ડરની બહાર લગાવો. આ પેસ્ટને થોડીવાર આમ જ રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. આ તમારા મિક્સર ગ્રાઇન્ડરને સારી રીતે સાફ કરીને નવા જેવું બનાવશે.
આ ટિપ્સથી તમે બીજી પણ ઘણી વસ્તુઓ સાફ કરી શકો છો. અમે તમને આના જેવી નવી નવી સફાઈ ટીપ્સ જાણવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.