મોબાઈલ ફોનની સ્ક્રીન પર સ્ક્રેચ પડવા સામાન્ય છે. સ્ક્રીન પર સ્ક્રેચ હોવાને કારણે ફોનનો ઉપયોગ કરવામાં પણ તકલીફ થાય છે, તેમજ ફોન પણ જોવામાં સારો નથી લાગતો. પરંતુ શું તમે જાણો છો કે ફોનની સ્ક્રીન પરના સ્ક્રેચને મોબાઈલની દુકાન પર ગયા વગર તમે ઘરે બેઠા દૂર કરી શકો છો?
આજે અમે તમને એવી 5 ઘરેલું અને મફત ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમારા ફોનની સ્ક્રીન સંપૂર્ણ રીતે સાફ કરી શકો છો અને સ્ક્રેચને પણ દૂર કરી શકો છો. ચાલો જાણીએ કે ફોનની સ્ક્રીન પરના સ્ક્રેચને દૂર કરવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો.
1. ટૂથપેસ્ટ પણ એક સારો વિકલ્પ : ટૂથપેસ્ટનો ઉપયોગ દાંતને સાફ કરવા સિવાય પણ ઘણા કામો માટે કરી શકાય છે. તમે ફોનના સ્ક્રેચ માટે માટે પણ કરી શકાય છે. સ્ક્રીન પરથી સ્ક્રેચ દૂર કરવા માટે તમારે ફક્ત કપાસ (રૂ) પર ટૂથપેસ્ટ લગાવવાની છે અને તેને મોબાઈલ સ્ક્રીન પર ઘસવાની છે.
પરંતુ ફોનના સ્પીકર પર ટૂથપેસ્ટ ના લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રિપોર્ટ્સ અનુસાર આ ટ્રિકથી સ્ક્રીન પરના તમામ પ્રકારના સ્ક્રેચ દૂર થઈ જાય છે. આ સાથે તમને જણાવી દઈએ કે ફોન પર માત્ર સફેદ રંગની ટૂથપેસ્ટ જ લગાવવી જોઈએ.
2. કાર વેક્સનો ઉપયોગ કરો : લોકો કાર વેક્સનો ઉપયોગ કારના સ્ક્રેચને દૂર કરવા માટે કરે છે. થોડી કાર વેક્સ લઈને સ્ક્રીન પર લગાવો અને તેને કોટનથી ઘસો. જ્યારે કાર વેક્સ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેને સ્વચ્છ કોટનથી સાફ કરો. ફોનની સ્ક્રીનને સાફ કરવા માટે પણ કાર વેક્સનો ઉપયોગ કરી શકો છો .
3. બેકિંગ સોડા : સ્ક્રેચ દૂર કરવા માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને કોટનની મદદથી મોબાઈલ સ્ક્રીન પર લગાવો. પેસ્ટ સુકાઈ ગયા પછી પેસ્ટને સ્વચ્છ કપડા અથવા રૂ થી સાફ કરો. આ ઉપાયથી ફોનની સ્ક્રીન પહેલા કરતા ઘણી હદ સુધી સાફ થઇ જાય છે.
4. વેસેલિનનો ઉપયોગ કરો : મોટાભાગના ઘરોમાં વેસેલિન તો હોય જ છે. તેની મદદથી તમે તમારા ફોનની સ્ક્રીનને ચમકાવી શકો છો. આ માટે ફોનની સ્ક્રીન પર વેસેલિન લગાવ્યા પછી અને તેને સ્વચ્છ કપડાથી સાફ કરી લો. સ્ક્રીન સંપૂર્ણ રીતે ચમકી જાય છે.
5. ઇરેઝર નો ઉપયોગ કરો : જ્યારે બાળકો લખવામાં ક્યાંક ભૂલ કરે છે ત્યારે ઇરેઝરનો ઉપયોગ કરે છે. સ્ક્રીન પર ઇરેઝરને ઉપરથી નીચે અને નીચેથી ઉપર ફેરવીને ઘસવાથી પણ ફોનની સ્ક્રીન પહેલા કરતા ઘણી સારી બને છે.
અહીં આપેલા ઉપાયો નાના સ્ક્રેચને દૂર કરી શકે છે. સ્ક્રીન સાફ કર્યા પછી તમારો ફોન એકદમ નવો અને સ્વચ્છ દેખાશે. ફોનને ચમકાવવા માટે તમે ઉપર જણાવેલ ઉપાયોની મદદ લઈ શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.