ભારતમાં કેટલાક વૃક્ષો અને છોડ ધર્મ અને વાસ્તુ સાથે જોડીને જોવામાં આવે છે. આમાંથી એક છોડનું નામ છે મની પ્લાન્ટ. સામાન્ય રીતે તમને દરેક ઘરમાં મની પ્લાન્ટનો છોડ જોવા મળી જશે. ઘરની સજાવટની સાથે મની પ્લાન્ટ તમારા જીવનને સારી અને ખરાબ રીતે પ્રભાવિત કરે છે.
એવું જોવામાં આવ્યું છે કે જે લોકો વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા નિયમોને ધ્યાનમાં રાખ્યા વગર ઘરમાં કોઈપણ દિશામાં અને કોઈપણ જાગ્યો મની પ્લાન્ટ લગાવે છે, તેઓને સારા પરિણામો જોવાને બદલે ખરાબ અસર જોવા મળે છે. આવા ઘરોમાં મની પ્લાન્ટ વધારે ફૂલતો ફાલતો પણ નથી અને જલ્દી બગડી જાય છે.
જો તમારા ઘરમાં તમે પણ મની પ્લાન્ટ લગાવ્યો છે અને તમે વાસ્તુ અનુસાર તેની કાળજી લેતા નથી, તો દેખીતી રીતે તમે પણ આ ભૂલો કરી જ હશે. તેનું નામ જ સૂચવે છે તેમ, મની પ્લાન્ટ આપણી આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે. પરંતુ આ છોડ સારું પરિણામ ત્યારે આપે છે જ્યારે તમે તેને લગાવતી વખતે વાસ્તુનું ધ્યાન રાખશો.
આ દિશામાં મની પ્લાન્ટ ન લગાવો : તમે ઘર અથવા વ્યવસાય પર મની પ્લાન્ટ લગાવતા હોવ તો હંમેશા ધ્યાન રાખો કે આ છોડને ઉત્તર-પૂર્વ દિશામાં ના લગાવવો જોઈએ. આના કારણે તમને આર્થિક નુકસાનની સાથે ઘરેલું સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મની પ્લાન્ટ હંમેશા તે દિશામાં લગાવો જેની માલિકી ભગવાન ગણેશની છે.
એવું કહેવાય છે કે શ્રી ગણેશ વિઘ્નો દૂર કરે છે અને તેમનો વાસ દક્ષિણ-પૂર્વ દિશામાં હોય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તમારા જીવનમાંથી ગરીબી દૂર થાય છે અને આ દિશાને મંગળની દિશા પણ કહેવામાં આવે છે.
આ રીતે મની પ્લાન્ટ ન લગાવો : જો મની પ્લાન્ટની યોગ્ય કાળજી લેવામાં આવે તો તેનો ખુબ જ ઝડપથી ગ્રોથ થાય છે. આવી સ્થિતિમાં તે મહત્વનું છે કે મની પ્લાન્ટની ઉગતી વેલાઓને જમીન પર ના પડવા દેવી જોઈએ. તમારે હંમેશા મની પ્લાન્ટની ઉગતી વેલાને દોરીથી ઉપરની તરફ લઈ જવી જોઈએ. જો મની પ્લાન્ટ જમીન પર પથરાયેલો રહે તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નાશ કરે છે.
મની પ્લાન્ટની સાળ સંભાળ જરૂરી છે : મની પ્લાન્ટને ક્યારેય સૂકવવા ન દો અને તમે તેની યોગ્ય કાળજી લઈને આ કામ કરી શકો છો. જો કે મની પ્લાન્ટ લગાવવો અને તેને લીલો રાખવો ખૂબ જ સરળ કામ છે. જો તમે તેની કાળજી નથી લેતા અને તે સુકાઈ જવા લાગે છે, તો સમજી લો કે ટૂંક સમયમાં તમારે કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આ સાથે ઘણા લોકો મની પ્લાન્ટને બીજા છોડ સાથે રાખે છે, પરંતુ જ્યારે મની પ્લાન્ટને ઘરની અંદર જ રાખવો જોઈએ. જો તમે ઘરની બહાર મની પ્લાન્ટ રાખો છો તો વાસ્તુ અનુસાર તમને કોઈ લાભ નહીં મળે. તમે મની પ્લાન્ટને બારી સામે અથવા ઘરની અંદર દિવાલ પર લટકાવી શકો છો.
મની પ્લાન્ટથી આ કામ ન કરો : ક્યારેય કોઈના ઘરમાંથી મની પ્લાન્ટ તોડીને તમારા ઘરમાં ના લગાવવો જોઈએ, ક્યારેય કોઈ બીજાને તમારા ઘરમાંથી મની પ્લાન્ટ ના લેવા દો. વાસ્તુ અનુસાર આ બંને રીત ખોટી છે. આમ કરવાથી જો કોઈ બીજાના ઘરની કોઈ સમસ્યા હશે તો તે તેને મની પ્લાન્ટ દ્વારા પોતાના ઘરે લાવે છે.
હવે જો તમારા ઘરમાં પણ મની પ્લાન્ટ છે તો ઉપર જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખો. આશા છે કે તમને આ માહિતી ગમશે. આવી જ જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.