money saving tips by an indian housewife
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે તમે સુપરમાર્કેટમાં જાઓ છો ત્યારે ઘણી વખત એવું બન્યું હશે કે તમે જે વસ્તુઓ ખરીદવા માટે ગયા હોય તેને બદલે કઈ બીજું ખરીદીને આવ્યા હોય અથવા તમે ઘણી વખત બજેટ હોય તેના કરતાં વધુ ખરીદી કરી હશે. જો તમને લાગે કે આવું તમારા એકલા જોડે જ થાય છે તો એવું બિલકુલ નથી.

એવી ઘણી સ્ત્રીઓ છે જે કરિયાણાની ખરીદી કરતી વખતે પૈસા બચાવવા વિશે તો વિચારે છે, પરંતુ એટલા પૈસા બચાવી શકતી નથી. શું તમે ક્યારેય કરિયાણાની ખરીદી કરતી વખતે પોતાના બજેટની ગણતરી કરી છે ખરા?

જો તમારો જવાબ છે હા, તો તમે નોંધ્યું જ હશે કે તમે ઘણીવાર તમારા નક્કી કરેલા બજેટ કરતાં થોડું વધારે આવી જશો. પરંતુ કરિયાણાની ખરીદી કરતી વખતે પૈસા કેવી રીતે બચાવવા? શું કરવું જેથી તમારી શોપિંગ તમે બજેટ નક્કી કર્યું હોય એમાં જ થાય. ચાલો જાણીએ કેટલીક ટિપ્સ.

પહેલા લિસ્ટ બનાવો : જો તમે પણ તે ગૃહિણીમાં છો કે તમે લિસ્ટ બનાવ્યા વગર જ સુપરમાર્કેટમાં પ્રવેશ કરો છો અને ખરીદી શરૂ કરો છો, તો તમારી આદત ખોટી છે. સુધી પહેલા એક લિસ્ટ બનાવી લો અને લખો કે તમારે શું ખરીદવા માંગો છો. તમે તમારી સાથે એક નાનું નોટપેડ પણ રાખી શકો છો અથવા તમારા ફોનમાં જ જરૂરી વસ્તુઓની યાદી બનાવીને રાખી શકો છો.

આમ કરવાથી તમે નહિ તો વસ્તુઓ ભૂલી જશો અને ના તો તમારા બજેટથી ઉપર જશે. આ સિવાય તમારે હંમેશા ઇન્વેન્ટરી બનાવી જોઈએ, તેનાથી તમને તમારા ખર્ચને ટ્રેક પણ કરી શકશો.

નીચલા શેલ્ફ પર ધ્યાન આપો : કેટલાક સુપરમાર્કેટ જાણી જોઇને ગ્રાહકોની નજર સામે ઊંચી કિંમતની પ્રોડક્ટ્સ મૂકે છે, જેથી તમે પહેલા જોઈને તે જ ખરીદો. ઘણી વખત તેના જેવી સરખી વસ્તુઓ નીચેના શેલ્ફ પર રાખે છે, તેથી તરત જ ઉપરથી વસ્તુઓ ખરીદવાને બદલે, આસપાસ અને નીચલા શેલ્ફ પર નજર નાખો નજર નાખો. આ સાથે તેના વજનની પણ સરખામણી કરો અને પછી જ કોઈપણ વસ્તુની ખરીદી કરો.

સારી ડીલ પર નજર રાખો : જ્યારે તમે કરિયાણાની ખરીદી કરી રહ્યાં હોવ ત્યારે નાણાં બચાવવા માટે સ્પેશિયલ ઑફર્સ એ એક સરસ રીત છે. તમે જોયું હશે કે ઘણી વખત સુપરમાર્કેટ્સમાં મસાલા, અનાજ, લોટ અને બીજી ઘરગથ્થુ વસ્તુઓ પર બાય વન ગેટ વન ફ્રી અને બીજી ઑફર્સ હોય છે. આવી ઑફર્સ તમારા માટે ફાયદો કરાવી શકે છે તેથી તેના પર નજર રાખો.

હંમેશા કિંમતો અને વજનની તુલના કરો : બજેટમાં કરિયાણાની ખરીદી કરવા માટે આ બીજી શ્રેષ્ઠ ટિપ્સ છે. તમે કરિયાણાની કિંમતોની તુલના તેમના વજનથી કરો, તેમની બતાવેલી કિંમતથી નહીં. સામાન્ય રીતે છૂટક કિંમત ઉપરાંત તમે શોધી શકો છો કે 100 ગ્રામ દીઠ દરેક પ્રોડક્ટની કિંમત કેટલી છે. બીજી કોઈપણ સામાન ખરીદતી વખતે પણ આ રીતનો ઉપયોગ કરવો જોઈએ.

સ્ટોર કરવાના નિયમો જાણવા જોઈએ : તમારે ધ્યાન રાખવું જોઈએ કે દરેક વસ્તુ તેના સ્ટોરેજ નિયમોની સાથે આવે છે. કેટલીક વસ્તુઓને સૂકી જગ્યાએ રાખવી પડે છે અને કેટલીક વસ્તુઓને અંધારાવાળી જગ્યાએ અને કેટલીક વસ્તુઓને ખુલ્લામાં અને કન્ટેનરમાં રાખવી પડે છે. તો આ નિયમોનું પણ ધ્યાન રાખો, જેથી તમારી બધી સામગ્રી લાંબા સમય સુધી ચાલે અને બગડે નહીં.

ઉદાહરણ તરીકે તમે બ્રેડને લાંબા સમય સુધી બહાર રાખી શકતા નથી એટલા માટે મોટી બ્રેડને ખરીદી કરવાની બદલે નાની બ્રેડ પસંદ કરો. જો બ્રેડ બચી હોય તો પણ તમે તેને 1 થી 2 દિવસ માટે રેફ્રિજરેટરમાં રાખી શકો છો અને જમતી વખતે ટોસ્ટર અથવા માઇક્રોવેવમાં ફરીથી ગરમ કરીને ખાઈ શકો છો.

ખરીદી કરતી વખતે ગણતરી કરો : જ્યારે પણ તમે ખરીદી કરો ત્યારે તમે કેટલો ખર્ચ કરો છો તેનો સ્પષ્ટ હિસાબ રાખવા માટે, તમારી બાસ્કેટની રહેલા સામાનની કિંમત કેટલી છે તેના પર નજર રાખો. દરેક વસ્તુ ખરીદતી વખતે તે વસ્તુની કિંમત જોઈને તમારા ફોનમાં કેલ્ક્યુલેટર વડે તેની ગણતરી કરો. આ તમને ભૂલથી થતા વધારાના ખર્ચાને અટકાવે છે.

જો તમે પણ આ ટીપ્સને ધ્યાનમાં રાખશો તો તમે પણ કરિયાણાની ખરીદી કરતી વખતે જરૂર કરતાં વધુ પૈસા ખર્ચ થતા બચાવી શકશો. તો અમને આશા છે કે તમને આ ટીપ્સ ઉપયોગી લાગશે અને તમે પણ અપનાવશો. તજો મને આ જાણકરી ગમી હોય તો રસોઈનીદુનિયા ની આવી વધુ ટિપ્સ વાંચતા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા