mosambi khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોસંબી ખાવાના ફાયદા: આજે તમને જણાવીશું કે ડાયેટિંગ કરનારા માટે અને જે લોકોને વજન ઘટાડવું છે અને જે લોકો મેદસ્વી છે તેવા લોકો માટે આ ફળ ખાવું હિતાવહ છે. આ ફળ તમે છૂટથી ખાઈ શકો છો.  તો કયું ફળ તો તે ફળ વિશે આપને માહિતી આપીશું.

આ ફળ સંતરા કરતાં થોડું ખાટું અને ઓછું ગર્યું ફળ જેની પેસી છૂટી પાડી શકાતી એ મોસંબી,  મોટાભાગે મોસંબી ખાવા કરતાં જ્યુસ તરીકે વધુ વપરાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી જ્યુસ પીવાનું વધુ પસંદ કરે છે. કેલેરી ની દ્રષ્ટિએ જોઈએ તો મેદસ્વી લોકો એ મોસંબી ખાતી વખતે જરાય પણ ચિંતા કરવા જેવું નથી. 

mosambi khavana fayda

એક આખી મોસંબી મા ફાઇબર મિનરલ અને વિટામિનનો ભંડાર ભરપૂર માત્રામાં ભરેલો હોય છે એમાં વિટામિન સીનું પ્રમાણ તો ભરપૂર માત્રામાં હોય છે.  મોસંબી એન્ટિ-ઓક્સિડન્ટ હોવાથી દરરોજ એક ગ્લાસ પીવાથી ત્વચામાં નિખાર આવે છે. ત્વચા સબંધી રોગોમાં પણ ફાયદો થાય છે.

શરીરમાં રહેલા કચરાને અને બિનજરૂરી કેમિકલ અને બહાર કાઢવામાં મોસંબી મદદરૂપ થાય છે. ઘણા લોકો માને છે કે મોસંબીમાં તો માત્ર રસ અને કુચા જ હોય છે એટલે એનો રસ સ્વરસ પીએ તો પણ ચાલે પરંતુ આ ફાઈબરસ શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. કુચા સાથે મોસંબી ખાવાથી પેટ ભરેલું લાગે છે એટલે પાતળા થવા માટે ડાયટીંગ કરનારા લોકો માટે મોસંબી ઉત્તમ ફળ ગણાય છે.

mosambi khavana fayda

મિત્રો એટલા માટે ઉત્તમ ફળ ગણાય છે કે મોસંબી ખાવાથી પેટ ભર્યું ભર્યું લાગે છે એટલે જે લોકોને ભૂખ લાગવાની સમસ્યા છે જે લોકોને ભૂખ લાગે છે જે લોકો જાડા છે. જે લોકો મેદસ્વી છે તેવા લોકોને ડોક્ટરો ઓછું ખાવાની સલાહ આપતા હોય છે. તો મોસંબી ખાવાથી પેટ ભર્યું ભર્યું લાગે છે જેના કારણે ડાયેટિંગ કરનારા માટે મોસંબી ઉત્તમ ફળ ગણવામાં આવ્યું છે.

એમાં લો કેલેરી અને પુષ્કળ મિનરલ તથા વિટામિન હોવાથી શક્તિ જળવાઈ રહે છે. તાવને કારણે નબળાઈ અને અશક્તિ અનુભવાતી હોય ત્યારે મોસંબીનો રસ કે જ્યુસ પી શકાય છે. શરીરમાં આ કચરાને બહાર કાઢવામાં અને શરીરનું તાપમાન નીચું લાવવામાં મદદ કરે છે.  પાંડુરોગ કમળો થયો હોય ત્યારે પણ મોસંબીનો જ્યૂસ ફાયદાકારક રહે છે પરંતુ એ વખતે જ બરાબર ગાળીને જ પીવો હિતાવહ છે.

mosambi khavana fayda

ફ્લૂના તાવમાં મોસંબીનો રસ પીવાથી કદાચ ફાયદો ન થાય એવું બને પરંતુ ખાસી કે ઉધરસમાં આખી મોસંબી ખાવામાં કોઈ વાંધો નથી.  મિત્રો મોસંબી ખાવાના અનેક ફાયદાઓ છે કે મોસંબી આપણે દરરોજ નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી ખાસુ તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જળવાશે. 

આપણું શરીર રોગોથી મુક્ત રહેશે અને વિટામિન-સી હોવાથી આપણને કોઈપણ પ્રકારના વાયરસ ની અસર આપણા શરીરને થશે નહીં અને ડાયટિંગ ને આગળ જણાવ્યું તેમ ડાયટિંગ અને જે લોકો વધુ વજન ધરાવે છે એના માટે તો તે ઉત્તમ ફળ માનવામાં આવ્યું છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા