ત્વચા પર કુદરતી નિખાર લાવવા માટે વિટામિન-સીથી ભરપૂર ફેસ પેક ચહેરા પર લગાવી દો

multani mitti face pack for skin whitening
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સુંદર દેખાવું કોને નથી ગમતું. આ માટે મહિલાઓ મોંઘી મોંઘી સ્કિન કેર પ્રોડક્ટ્સથી લઈને પાર્લરમાં જઈને અલગ અલગ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ કરાવતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ તમામ પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

તમને જણાવી દઈએ કે તમે ઘરમાં રહેલી જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાની સારી રીતે સંભાળ લઇ શકો છો. ત્વચાને ચમકદાર બનાવવા માટે વિટામિન-સી ખૂબ જ જરૂરી હોય છે.

બીજી તરફ, બ્યુટી એક્સપર્ટનું કહેવું છે કે ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે મુલતાની માટી, નારંગીની છાલ અને ગુલાબજળ ખૂબ જ ફાયદાકારક હોય છે. ચાલો જાણીએ કે ઘરે ફેસ પેક કેવી રીતે બનાવવું અને તેના ફાયદા શું છે.

ફેસ પેક કેવી રીતે બનાવવો 

ઘરે વિટામિન-સીથી ભરપૂર ફેસ પેક બનાવવા માટે સૌપ્રથમ નારંગીની છાલને મિક્સરમાં પીસી લો. હવે તેમાં થોડી મુલતાની માટી અને ગુલાબજળ ઉમેરો અને આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.

હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવવા માટે બ્રશનો ઉપયોગ કરો. તેને લગાવીને ઓછામાં ઓછા 20 મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો. લગભગ 20 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો. આ પછી ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવી લો.

આ પણ વાંચો : 

ફેસ પેકના ફાયદા 

નારંગીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં ખુબ જ મદદ કરે છે. તેમાં રહેલા સામગ્રી ત્વચા પર કુદરતી રીતે ચમક લાવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત, તે ત્વચાને મુલાયમ પણ બનાવે છે. મુલતાની માટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વો ત્વચા પર હાજર ટેનિંગને દૂર કરે છે. ગુલાબજળ ત્વચા પર કુદરતી ટોનર તરીકે કામ કરે છે અને આ સામગ્રીમાં કોઈપણ પ્રકારનું કેમિકલ હોતું નથી.

ગુલાબજળ ત્વચાના પીએચ લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેમજ તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચામાં થતી ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે અને તેમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચાના મૃત કોષોને સુધારવામાં મદદ કરે છે.

આ સિવાય, ગુલાબજળમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચા પર દેખાતા કાળા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, જો તમને નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલ આ વિટામિન-સીથી ભરપૂર ફેસ પેક ઘરે બનાવવાની રીત પસંદ આવી હોય તો આ રસોઈનીદુનિયા સાથે જોડાવવાનું ભૂલશો નહીં.