આજે ઘણા એવા લોકો વિશે જેને અમુક પ્રકારની ખાસ પ્રકારની સમસ્યાઓ છે. આ સમસ્યાઓ કે જે તેમનો માથાનો દુખાવો બની જાય છે. તો એક એવી સમસ્યા છે જેનું નામ છે “કફ”. આ કફ ઘણા લોકોને ખૂબ જ પરેશાન કરી દે છે અને આજે તમને કફનો એક સરસ મજાનો ઉપાય બતાવવાનાં છીએ જેથી તમને ખૂબ આનંદ આવશે.
જે લોકો તમાકુના બંધાણી હોય, વ્યસન હોય ખાસ કરીને પાન માવો ખાતા હોય. જે રીતે લોકો પાનની દુકાને જઈને પાન માવા ખાતા હોય છે તેવીજ રીતે કફ થયો હોય તે લોકોએ પણ પાન નાં ગલ્લે જઈને પાન ખાવાનુ છે. જેથી તમારે કફની સમસ્યા દૂર થઈ જશે.
શરીરની ત્રણ પ્રકૃતિ હોય છે. વાત પિત્ત અને કફ .આ ત્રણેય પ્રકૃતિ નું સંતુલન રહેવું શરીર માટે ખૂબ જરૂરી છે. ત્રણમાંથી એક પણ પ્રકૃતિ નું સંતુલન બગડે એટલે કે એક પણ પ્રકૃતિનો પ્રકોપ વધે એટલે શરીરમાં વધારો થાય અને શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે એટલે કે તેને લગતી કે પ્રવૃત્તિને લગતી અનેક બીમારીઓ છે થાય છે.
જો કફ પ્રકૃતિ નો શરીરમાં વધારો થાય તો કફ ને લગતી સમસ્યાઓથી શરીરમાં ઉત્પન્ન થાય છે. કફ ને લગતી બીમારીઓ શરીરમાં ઉત્પન થાય છે. જેવી કે શરદી, ઉધરસ, ગળાની તકલીફ, ગળામાં ખરાશ, ગળામાં સોજો આવવો, નાક માંથી પાણી પડવું વગેરે. છાતીથી મસ્તક સુધીનો જે ભાગ છે તેમાં જે સમસ્યાઓ થાય છે તે મોટાભાગની સમસ્યાઓ બધી કફ આધારિત સમસ્યાઓ હોય છે.
કફની પ્રકૃતિ ના પ્રકોપને લીધે આ સમસ્યા મોટે ભાગે થતી હોય છે. જે લોકોને કફની સમસ્યા ખાસ કરીને શિયાળામાં થતી હોય, જે લોકો ને ઉધરસ આવતી હોય છે. ઉધરસ માં પણ ગલફા નીકળતા હોય છે, છાતીમાં કફ ભરાઈ રહેતો હોય અને ઘણી વાર શ્વાસ લે ત્યારે ગરડ ગરડ અવાજ આવતો હોય છે.
આ બધું કફ જામી જવાને લીધે આવું થતું હોય છે. જાહેર જગ્યાએ આપણે ઉધરસ આવે તો આપણને શરમ જેવું પણ લાગતું હોય છે. ખાસ તો કફ ને કારણે ઉધરસ ની સમસ્યા હોઈ તો રાત્રે તમને બરાબર સુવા પણ દેતી નથી. રાત્રે ઊંઘ પણ નથી.જે લોકોને કફની સમસ્યા છે એની માટે એક સરળ ઉપાય છે.
અહિયાં પાન તમારે ઘરેજ બનાવવાનું છે અને દિવસ માં બે કે ત્રણ વાર ખાવાનુ છે. આ પાન ખાવાથી તમારો કફ ગાયબ થઈ જસે. તો તમારે એક નાગરવેલનું પાન લેવાનું છે. એક નાગરવેલનું પાન લઈ તેની ઉપર પાંચ તુલસીના પાન મૂકવાનાં છે.
અહિયાં તમારે પાન ની દુકાને પાન બનાવે તે રીતે અહિયાં પાન બનાવવાનું છે. હવે તેમાં અડધી ચમચી છીણેલું આદુ, ત્રણ દાણા કાળાં મરી, અડધી ચમચી લીલી છીણેલી હળદળ અને તેની ઉપર એક અડધી ચમચી મધ નાખવું.
હવે અહિયાં તમારે જે રીતે પાન ની દુકાને પાન વાળે છે તે જ રીતે વાળી અને પાન તૈયાર કરી લો. તો અહિયાં પાન બનીને તૈયાર છે. આ પાન તેને દિવસ માં બે કે ત્રણ વાર ખાઈ શકો છો. આ પાન ખાવાથી તમારા શરીર માં રહેલો કફ ટૂંકજ દિવસ માં બહાર નીકળી જશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.