ઘણા લોકો એવું માને છે કે નખ માટે મેનીક્યોર કરાવવું એક સારો વિકલ્પ છે, પરંતુ દર અઠવાડિયે મેનીક્યોર કરાવવું એ પણ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. આપણા નખને પણ શરીરના બીજા ભાગોની જેમ નિયમિત સફાઈની જરૂર હોય છે.
જો તમે નખને યોગ્ય રીતે સાફ નથી કરતા તો તમને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. નખ પર પણ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે પરંતુ ઘણી વખત લોકો બીજા અંગોની જેમ તેમના પર ધ્યાન નથી આપતા અને જેના કારણે વધુ સમસ્યાઓ થાય છે.
જો નખમાં હંમેશા ગંદકી રહે છે તો તેમાં ઇન્ફેક્શનથી લઈને તેનો દેખાવ પણ બગડી શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમે ઘરે જ તમારા નખને કેવી રીતે સરળતાથી સાફ કરી શકો છો જેથી કરીને તમારે મેનીક્યોર કરાવવાની જરૂર નહિ પડે.
તેલથી નખ સાફ કરો : હવે તમે વિચારતા જ હશો કે નખને તેલથી કેવી રીતે સાફ કરી શકાય. નખ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તેને યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરો. તેલથી માલિશ કરવાથી તેમની કુદરતી ચમક પાછી આવશે અને નખની વચ્ચે કોઈ ગંદકી ફસાઈ ગઈ છે તો તેલની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે.
આ માટે તમે કુદરતી તેલ અને ઓર્ગેનિક તેલનો ઉપયોગ કરી શકો છો, જેમ કે ઓલિવ ઓઈલ, નાળિયેળ તેલલ, વિટામીન-ઈ ઓઈલ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. તમે તમારા નખને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી તેલથી માલિશ કરો. તેલ બંને હાથ અને પગની માલિશ કરવા માટે સારું સાબિત થઈ શકે છે.
ગરમ પાણીમાં પલાળવું : નખને સાફ કરવાની સારી રીત છે, કે નખને હૂંફાળા પાણીમાં પલાળી રાખો. તમે માત્ર 5 મિનિટ માટે જ કરો અને તમે આ પાણીમાં વિટામિન-ઈ તેલ પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે હૂંફાળા પાણીમાં ગુલાબજળ, થોડું રોક મીઠું વગેરે પણ ઉમેરી શકો છો જેથી કરીને તમારા નખની ગંદકી સારી રીતે સાફ થઈ જાય. આ ટ્રિક હાથ અને પગ બંનેના નખ માટે કામ કરી શકે છે.
નેઇલ કટરથી હંમેશા સાફ કરો : તમારે ધ્યાન રાખવું પડશે કે જો તમે સમયસર નખ નથી કાપતા તો તે ખરાબ થઈ શકે છે. નખને મોં થી ચાવવાની જગ્યાએ તમારે તેને સ્વચ્છ નેલ કટરથી કાપવા જોઈએ. આ નખના ઇન્ફેક્શનને પણ અટકાવશે અને નખના દેખાવમાં પણ સુધારો કરશે. નખ કાપ્યા પછી હંમેશા નેલ કટરની સફાઈ કરો.
લીંબુનો રસ : સાઇટ્રિક એસિડમાં, જો આપણે લીંબુના રસ વિશે વાત કરીએ તો તે નખ સાફ કરવા માટે સારી રીત હોઈ શકે છે. તમે લીંબુના રસથી નખ સાફ કરી શકો છો અને લીંબુની છાલ પણ નખ પર ઘસી શકાય છે. જો તમે ઘણા દિવસોથી નખ સાફ કર્યા નથી તો આ એક ખૂબ જ અસરકારક રીત છે.
મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ: નખને મોઇશ્ચરાઇઝ કરવા જરૂરી છે. જો તમે નહીં કરો તો ધીમે-ધીમે તે તૂટવા લાગશે અને શુષ્કતાને કારણે તેમની કુદરતી ચમક પણ જતી રહેશે. આ માટે તમે વિટામિન-ઈ ધરાવતી કોઈપણ ક્રીમ અથવા તેલ લઈ શકો છો. જ્યારે તમે તમારા હાથ ધોવો છે એટલી વાર તમારા નખને સારી રીતે સુકાવો અને પછી મોઇશ્ચરાઇઝ કરો.
શું બિલકુલ ના કરવું જોઈએ : નખની કાળજી લેતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની છે જે તમારા નખને વધારે ખરાબ કરી શકે છે. જેમ કે, તમારા નખને બિલકુલ ચાવશો નહીં. જો નખની અંદર ગંદકી છે તો તેને તીક્ષ્ણ અથવા અણીદાર વસ્તુથી સાફ કરશો નહીં. જો તમારા નખ વારંવાર તૂટી જાય છે તો તેને વધારવાનો પ્રયાસ કરશો નહીં અને સમયસર કાપો.
તેથી જો તમારે નખ સાફ કરવા હોય તો આ ઉપર જણાવેલી કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખો. જો નખ દુખાવો થાય છે, લોહી નીકળવા લાગે છે, ખૂબ જ નિર્જીવ દેખાય અથવા કોઈપણ પ્રકારના ચેપની શંકા હોય તો તમારે ડૉક્ટરમોં સંપર્ક કરવો જોઈએ.
જો તમને પણ આ માહિતી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.
Comments are closed.