આજે આપણે વાત કરીશું નારિયેળ વિશે. પૂજન કર્મમાં નારિયેળ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કોઈપણ દેવી દેવતાઓની પૂજા નારિયેળ વગર અધુરી છે. કોઈ પણ સારા કામ માટે ભગવાન ને નારિયેળ ચઢાવતા હોઈએ છીએ. પણ તમે જાણો છો કે નાળીયેર ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને ભગવાનને નારિયળ અર્પિત કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
નારિયલ ને શ્રીફળ પણ કહેવાય છે. જ્યારે ભગવાન વિષ્ણુએ ધરતી પર અવતાર લીધો તો તે પોતાના સાથે ત્રણ વસ્તુઓ લક્ષ્મી નારિયેળનું ઝાડ અને કામધેનુ લાવ્યા હતા. નારાયણ માં બનેલી ત્રણ આંખોને ત્રિનેત્ર રૂપમાં જોવાય છે. હવે જાણીલો પવિત્ર નારિયેળનાં ફાયદા:
ચામડીના મસા:- ઘણી વાર ચહેરા પર કે શરીર ના બીજા ભાગની ચામડી ઉપર, ચામડી ના કલર ના જ મસા થાય છે. આ મસાની કાળજી લેવામાં ન આવે તો બીજી જગ્યાએ પણ થાય છે અને વધે છે. આ મસાને ચમકીલ નામે ઓળખવામાં આવે છે. આ પ્રકારના મજામાં નારિયેળનું પાણી ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છ. ચામડીના મસા ઉપર રોજ પાંચથી સાત મિનિટ સુધી શ્રીફળના પાણીનું મસાજ કરવાથી થોડાક દિવસોમાં મસા સંપૂર્ણપણે મટી જાય છે.
હેડકી માટે:- હેડકી થોડીવાર આવીને બંધ થઈ જાય, ત્યારે તેની ગંભીરતાનો ખાસ અનુભવ થતો નથી.પરંતુ જ્યારે આવી જ હેડકી સતત આવ્યા કરે અને કોઈપણ ઉપાયો કરવા છતાં બંધ ના થાય ત્યારે દર્દી અને સગા-સંબંધીઓની પરેશાન જાય છે. સતત આવતી હેડકીમાં નારિયેળનો એક ઉપચાર ખૂબ ઉપયોગી છે.
સુકા નાળિયેર ના છોતરા કાઢી એ છોકરાને સુઢી થી નાની કત્રણ કરી એક ચલમમાં ભરવા. પછી એને સળગાવી જે દર્દીને હેડકી આવતી હોય એને આ ચલમ પીવા માટે આપવી. ચલમમાના નાળિયેર નો ધુમાડો અંદર જઈને વાયુ દોશ ની વિકૃત ગતિને પૂર્વવત કરે છે. જેનાથી હેડકીના વેગ ધીમે ધીમે બંધ થાય છે. સુકા નારિયેળ ની અંદર સાવ નહીવત પ્રમાણમાં કોલેસ્ટેરોલ હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની ચરબી ઘટાડવા માટે ખૂબ જ ફાયદો થાય છે.
સુકા નારિયેળ ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તે તમારા હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. હાડકાને જરૂરી એવા બધા જ પોષક તત્વો નારીયેલની અંદરથી મળી રહે છે. અને આથી જ તમને હાડકાને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સૂકું નારિયેળ તમારા માટે એક આશીર્વાદરૂપ છે.
ઉધરસ અને ફેફસાંને લગતી કોઈપણ બીમારીઓને દૂર કરવા માટે સૂકું નારિયેળ રામબાણ ઈલાજ સાબિત થાય છે. આ માટે એક કપ જેટલા પાણીમાં અંદર અડધા કપ જેટલા નારિયેળનું છીણ નાખી પલાળી દેવું. ત્યારબાદ બે કલાક બાદ તેને ચટણીની જેમ ખાઈ લેવું. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
સૂકું નારિયેળ કેન્સર જેવી બીમારીઓ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને જે મહિલાઓને કેન્સર થયું હોય તેવી મહિલાઓ નારિયેળનું સેવન કરશે તો તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સૂકા નારિયેળ નાં સેવનથી તમારા માથામાં ભાગમાં થયેલા કોઈપણ જાતના બ્રેઈન ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ કારગર છે. તમારા મગજની અંદર રહેલા યુરોન્સ ઉપર એક પ્રકારનું આવરણ હોય છે અને તે આવરણને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.
હૃદયરોગની સમસ્યાનું નિવારણ કરવા માટે સૂકું નારિયેળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો દરરોજ નિયમિત રૂપે નારિયેળનું સેવન કરવામાં આવે તો પુરૂષોને હૃદયરોગની કોઈપણ જાતની બીમારી માંથી કાયમી છુટકારો મળે છે. જે લોકોને ગઠિયા વાની કોઈપણ જાતની સમસ્યાઓએ તેવા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે સુકા નારિયેળ નું સેવન તમારા શરીરની અંદર થનારા કોઈપણ જાતના ગઠિયાવાને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.
સૂકું નારિયેળ લોહીની ઉણપ ને પણ દૂર કરે છે. શરીરમાં લોહીની કમી હોય તે જીવલેણ પણ થઈ શકે છે.સામાન્ય રીતે મહિલાઓમાં વધુ જોવા મળે છે. લોહીની કમીને કારણે મહિલાઓ કમજોર પડી જતી હોય છે. તેથી મહિલાઓએ સૂકું નારિયેળ અવશ્ય આવવું જોઈએ.
સુકા નારિયેળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જેથી એનીમિયાના જેવી સમસ્યાઓ થતી નથી.સૂકું નારિયેળ પાચન ક્રિયા માં પણ મદદરૂપ છે. સુકા નાળિયેર ને રોજ ખાવાથી કબજીયાત, ઝાડા અને લોહીના ઝાડા જેવી સમસ્યાઓ થતી નથી. તો જે લોકોને પણ પાચન સંબંધી સમસ્યાઓ એ તેમણે અવશ્ય સૂકું નારિયેળ ખાવુંજોઈએ.
જો નિયમિત પણે પંદર દિવસ સુધી તમે કરશો તો તમારા શરીરનું લેવલ માનસિક અને શારીરિક તાકાત નું લેવલ ત્રણેયમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. લીલા નારિયેળ સાથે સાકર ખાવાથી ગર્ભવતી સ્ત્રીની શારીરિક નબળાઈ દૂર થાય છે અને બાળક સુંદર તથા ગોરા વરણનું જન્મે છે. સ્ત્રીઓ માટે નાળિયેર ખૂબ જ ઉપયોગી છે. પ્રસૂતાને દૂધ વધારવા માટે પણ ઉપયોગી છે.