આ લેખમાં, અમે તમને ઘઉંના લોટની ખૂબ જ સરળ અને મસાલેદાર નાસ્તાની રેસીપી બનાવવાની રીત જણાવીશું. જો કે ઘઉંના લોટમાંથી ઘણા પ્રકારના નાસ્તા બનાવવામાં આવે છે, પરંતુ આ નાસ્તો ખાધા પછી, તમે તેને દરેક વખતે બનાવવાની ઇચ્છા થશે કારણ કે તે ખાવામાં એટલો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે કે તમે તેને દરેક વખતે નાસ્તામાં બનાવવાનું વિચારશો.
જો ઘરે મહેમાનો પણ આવે તો તમે આ નાસ્તો બનાવીને તમે સર્વ કરી શકો છો, વિશ્વાસ કરો, ખાનારા પણ તમારા વખાણ કરતા થાકશે નહીં. તો ચાલો શરૂ કરીએ આ સરળ નાસ્તાની રેસિપી…
સામગ્રી
કણક માટે
- ઘઉંનો લોટ – 1 કપ
- અજમો – 1/4 ચમચી
- તેલ – 2 ચમચી
- સ્વાદ અનુસાર મીઠું
- પાણી
બટાકાના મિશ્રણ માટે
- બાફેલા બટાકા – 2
- ઝીણી સમારેલી ડુંગળી – 1
- લીલા મરચા – 2
- ધાણા પાવડર – 1/2 ચમચી
- લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- જીરું પાવડર – 1/2 ચમચી
- આમચૂર પાવડર (સૂકી કેરીનો પાવડર) – 1/2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- થોડી કોથમીર
મૈદાનું બેટર
- મૈંદા લોટ – 2 ચમચી
- સફેદ તલ – 1 ચમચી
- રેડ ચીલી ફ્લેક્સ (ક્રશ કરેલ લાલ મરચું) – 1/2 ચમચી
- પાણી
નાસ્તો બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, અજમો, તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો, પછી થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો. લોટ બાંધી લીધા પછી તેને ઢાંકીને 10 મિનિટ માટે બાજુ પર રાખો જેથી લોટ ફૂલી જાય અને સેટ થઈ જાય.
આ પણ વાંચો: મેદુ વડાં બનાવવાની સરળ રીત
હવે એક વાસણમાં બાફેલા બટેટાને મેશ કરો. પછી બટાકામાં જીણી સમારેલી ડુંગળી, લીલી કોથમીર, લીલા મરચાં, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, સૂકી કેરી પાવડર, જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બટાકામાં બધું બરાબર મિક્સ કરો.
હવે એક નાના ઊંડા બાઉલમાં બે ચમચી મૈંદાનો લોટ, અડધી નાની ચમચી વાટેલું લાલ મરચું, એક નાની ચમચી સફેદ તલ અને થોડું પાણી ઉમેરીને પાતળું બેટર તૈયાર કરો.
આ પણ વાંચો : 1 સીક્રેટ ટીપ્સ થી બનાવો કંદોઈ જેવા જ ખસ્તા & મુલાયમ ગાંઠિયા, દાંત વગરના કોઈ માણસ પણ ખાઈ શકે એવા
લગભગ 10 મિનિટ પછી હવે ફરી એકવાર બાંધેલા લોટને સારી રીતે મસળી લો. આ પછી, લોટના રોટલી જેવા ગુલ્લાં બનાવો, પછી રોટલી જેમ લોઈ બનાવીને તેને સૂકા લોટમાં લપેટી લો.
પછી લોઈને રોટલીની જેમ વાણીને પાતળી રોટલી બનાવી લો. રોટલીને વણી લીધા પછી હવે તેના પર બટાકાનું બનાવેલું મિશ્રણ લગાવો. (રોટલી જેટલી મોટી હોય, તેટલું બટાકાનું મિશ્રણ તેના પર લગાવીને પાતળું પડમાં લગાવો.)
રોટલી પર બટાકાનું મિશ્રણ લગાવ્યા પછી હવે રોટલીને ફોલ્ડ કરીને ચોંટાડો. પછી, તમારા નાસ્તા અનુસાર તેને નાના ટુકડાઓમાં કાપી લો. આ જ રીતે બધા ઘઉંના લોટનો નાસ્તો તૈયાર કરો.
હવે નાસ્તાને તળવા માટે એક કડાઈમાં તેલ મૂકીને બરાબર ગરમ કરો. તેલ ગરમ થયા પછી, હવે નાસ્તાનો એક ટુકડો લો અને તેને મૈદાના લોટના બેટરમાં ડુબાડો, પછી તેને તળવા માટે તેલમાં નાખો.
હવે તે મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તળો. સોનેરી રંગમાં તળ્યા પછી, નાસ્તાને તેલમાંથી કાઢી લો. લો તૈયાર છે, ગરમ મસાલેદાર ઘઉંના લોટનો નાસ્તો, હવે નાસ્તાને લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
સૂચના
- ઘઉંનો લોટ બંધાતી વખતે, થોડું થોડું પાણી ઉમેરો જેથી કણક વધુ ભીની ન થાય, પરંતુ નાસ્તામાં લોટને નરમ બાંધો કારણ કે કડક કણક હશે તો નાસ્તો સારો બનશે નહીં.
- મૈદાના લોટનું બેટર ખૂબ જ પાતળું હોવું જોઈએ, તેને વધારે જાડું ન બનાવો.
- ધ્યાનમાં રાખો, નાસ્તાને તળવા માટે સૌપ્રથમ તેલને સારી રીતે ગરમ કરો, જ્યારે તેલમાંથી ધુમાડો નીકળવા લાગે ત્યારે ગેસને મીડીયમ કરો અને નાસ્તાને તેલમાં નાખીને સોનેરી રંગના તળી લો.